દોસ્તો જ્યારે પણ કઠોળ ની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં મસૂરની દાળ નું નામ સૌપ્રથમ લેવામાં આવે છે. મસૂરની દાળનો ઉપયોગ પ્રાચીન સમયથી ભોજનમાં કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભોજનમાં મસૂરની દાળ ઉમેરવામાં આવતી નથી,
ત્યારે તે ભોજન ખાવાની મજા આવતી નથી પરંતુ શું તમે જાણો છો કે સ્વાદમાં સ્વાદિષ્ટ મસૂરની દાળ ઘણા બધા પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે, જેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો દવાઓ લીધા વગર વિવિધ પ્રકારના રોગોથી આપણે દૂર રહી શકીએ છીએ.
તમે વજન ઓછું કરવા થી શરૂ કરીને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઘટાડવા સુધી ઘણા પ્રકારના રોગોથી રાહત મેળવવા માટે મસૂરની દાળનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં મસૂરની દાળ વજન ઘટાડવા માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.
કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ સિવાય ફાઈબર અને બહુ ઓછી કેલરી હોય છે. જેના લીધે તેનું સેવન કરવાથી શરીરમાં નબળાઈ આવ્યા વગર ઘણા કિલો વજન આસાનીથી ઓછું કરી શકાય છે. તેથી જે લોકો વજન ઘટાડવા માટે વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે તેવા લોકો માટે મસૂરની દાળનું સેવન કરવું સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
અન્ય કઠોળની જે મસૂર ફાઈબરનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. જે તમારા પેટના રોગોને દૂર કરીને આંતરડાની ક્રિયાઓ નિયંત્રિત કરવા માટે કામ કરે છે. વળી તેમાં કાર્બોહાઈડ્રેટ્સ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેના લીધે જે લોકો વર્કઆઉટ કરે છે તેવા લોકો માટે મસૂરની દાળ દવાની જેમ કામ કરે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે મસૂરની દાળનો ઉપયોગ કરવામાં આવે તો લોહીમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલ ધીમે ધીમે ઘટવા લાગે છે. જેના લીધે તમારે હૃદય સાથે જોડાયેલા રોગોનો સામનો કરવો પડતો નથી. મસૂરની દાળમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેના લીધે તેનો ઉપયોગ કરીને આપણા શરીરમાં પોષક તત્વોની કમી પૂરી કરી શકાય છે.
જો તમારા ચહેરા ઉપર ખીલ અને ડાઘ ની સમસ્યા રહેતી હોય અને તેના લીધે તમારો ચહેરો એકદમ નિસ્તેજ બની જાય છે. આવામાં તમારે સૌથી પહેલા મસૂરની દાળ અને ચોખાને સરખા પ્રમાણમાં લઈને પીસી લેવા જોઈએ.
ત્યારબાદ તેમાં સંતરાની છાલનો પાઉડર, ચંદન અને મુલતાની માટી મિક્સ કરીને એક પેક તૈયાર કરવો જોઈએ. હવે તમારે આ પેકને ચહેરા પર લગાવી રાખવો જોઈએ. આ ઉપાય કરવાથી તમારા ચહેરા પર ખીલ ડાઘની સમસ્યા રહેશે નહીં.
જો તમારા દાંત એકદમ ખરાબ થઈ ગયા છે અને તમે તેને મજબૂત બનાવવા માંગો છો તો તમારે સૌથી પહેલા મસૂરની દાળને શેકી લેવી જોઇએ અને તેનો પાઉડર બનાવી લેવો જોઈએ.
ત્યારબાદ તેને દરરોજ દાંત પર સવારે અને સાંજે ટુથપેસ્ટ ની જેમ લગાવવામાં આવે તો દાંત એકદમ મજબૂત બની જાય છે. તમને જણાવી દઈએ કે મસૂરની દાળ મા ફાઇબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે અને તમે લાંબા સમય સુધી કોઇપણ કાર્ય થાક્યા વગર કરી શકો છો.