દોસ્તો સામાન્ય રીતે આદુ નો ઉપયોગ ચા બનાવવા માટે કરવામાં આવતો હોય છે. જેનાથી ચાનો સ્વાદ અનેકગણો ઘણો વધી જાય છે પરંતુ તમે આદુનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકો છો.
જ્યારે આદુને લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવે છે ત્યારે તેને સૂંઠ તરીકે ઓળખવામાં આવે છે અને સૂંઠ પણ આર્યુવેદની દ્રષ્ટીએ ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે.
જે શરદી, ઉધરસ, માથાનો દુખાવો, છાતીના દુખાવા વગેરેથી રાહત આપી શકે છે. આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને આદુ અને સૂંઠ સંબંધિત કેટલાક ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેનો અમલ કરીને તમે ઘરેબેઠાં ઘણા પ્રકારના રોગોથી દૂર રહી શકો છો.
જો તમારા શરીરમાં લોહીની કમી હોય અને તમે તેને વધારવા માંગતા હોય તો તમારે આનો ઉપાય કરવો જોઈએ. આ માટે તમારે આદુના રસમાં બે ચમચી ફાલસા મિક્સ કરીને દિવસમાં બે વખત તેનું સેવન કરવું જોઈએ. જેનાથી લોહીની કમી દૂર થઈ જાય છે.
આ સાથે તમે દાડમના રસમાં એક ચમચી આદુનો રસ ઉમેરીને મધ સાથે તેનું સેવન કરી શકો છો. આ ઉપાય થોડા અઠવાડિયા સુધી કરવાથી તમારા શરીરમાં લોહીની કમી દૂર થઈ જશે અને હિમોગ્લોબિન લેવલમાં વધારો થશે. આ સાથે તમારો ચહેરો પણ એકદમ ચમકી ઉઠશે.
કમળો લીવર સાથે જોડાયેલ રોગ છે, જેમાં શરીર એકદમ નબળું બની જાય છે અને શરીરમાં નબળાઈ આવી જતી હોય છે. જો તમે પણ હમણાં નો આ રોગનો સામનો કરી રહ્યા છો તમારે આદુનું સેવન કરવું જોઇએ.
આ માટે તમારે શેરડીના રસમાં બે ચમચી આદુનો રસ ઉમેરી દિવસમાં એકથી બે વખત તેનું સેવન કરવું જોઈએ. જો તમે મૂળાના રસ સાથે બે ચમચી આદુનું સેવન કરો છો તો પણ પંદર દિવસ સુધી તમને ફરક દેખાવા મળે છે. જો તમને તેનો સ્વાદ પસંદ ના હોય તો તમે તેમાં થોડી સાકર પણ ઉમેરી શકો છો.
આદુના રસમાં જેઠીમધનો પાવડર ઉમેરી સેવન કરવામાં આવે તો પણ એસીડીટીની સમસ્યાથી છુટકારો મળી શકે છે. જ્યારે આપણે કોઈ ભોજન કરીએ છીએ ત્યારે તેમાં વધારે પ્રમાણમાં એસિડ હોય તો તે પાછળ જતા એસિડિટી નું સ્વરૂપ ધારણ કરે છે પરંતુ જ્યારે તમે ઉપરોક્ત ઉપાય અપનાવો છો ત્યારે શરીરમાંથી એસિડ બહાર નીકળી જાય છે અને તમને રાહત મળે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે પથરીની સમસ્યામાં પણ આદુનો રસ દવાની જેમ કામ કરે છે. આ માટે તમારે 25 ગ્રામ મુળાના પાનના રસમાં 1 ગ્રામ આદુનો રસ ઉમેરીને સવાર-સાંજ પીવામાં આવે તો પથરી નાના-નાના ટુકડામાં વિભાજિત થઈ જાય છે,
અને પેશાબ મારફતે બહાર નીકળે છે. આ સિવાય એક ચમચી આદુના રસમાં અડધો કપ લીંબુનો રસ અને ડુંગળીનો રસ ઉમેરી તેમાં થોડાક તલ નાખી દેવામાં આવે અને સવાર-સાંજ તેનું સેવન કરવામાં આવે તો પણ પથરી બહાર નીકળી જાય છે.
જો તમને જાડા ની સમસ્યા થઈ ગઈ હોય તો આદુના રસમાં ગંગાધર નો પાવડર ઉમેરીને સેવન કરવું જોઈએ. આ સિવાય તમે મોસંબીના રસમાં આદુ નો રસ ઉમેરીને પણ સેવન કરી શકો છો. જે પીડિત વ્યક્તિને ઝાડાની સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે.