આ વસ્તુના ઉપયોગથી કબજિયાત અને આંખના નમ્બર થઈ જશે ભૂતકાળ

દોસ્તો આપણે ઘણી વખત ભોજનમાં ડ્રાયફ્રુટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે સ્વાદની સાથે-સાથે આપણા શરીરને વિવિધ પ્રકારના રોગોથી દૂર રાખવાનું કામ કરે છે. જો તમે જીવનભર સ્વસ્થ રહેવા માંગતા હોય તો તમારે ડ્રાયફ્રૂટ્સને ભોજનમાં સામેલ કરવા જોઇએ.

કારણ કે ડ્રાય ફુટ માં એવા ઘણાં પોષક તત્વો મળી આવે છે, જેના સેવનથી તમારે ડોક્ટર પાસે જવાની જરૂર રહેતી નથી અને લાંબા સમય સુધી પોતાના શરીરને મજબૂત રાખી શકો છો.

તમે ધ્યાન આપ્યું હોય તો ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ પછી સૌથી વધારે પોષક તત્વો મળી આવે છે. જે વજન ઓછું કરવા થી શરૂ કરીને ડાયાબિટીસ અને હૃદયરોગ ને આપણા શરીરથી દૂર રાખે છે. આ માટે તમારે દરરોજ સવારે અંજીરનું સેવન કરવું પડશે. તમને જણાવી દઈએ કે અંજીર ની તાસીર ગરમ હોવાને કારણે મોટા ભાગે લોકો તેને શિયાળા માં ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ મહિલાઓ તેને દરેક સિઝનમાં ખાઈ શકે છે.

તમને જણાવી દઈએ કે અંજીરને પલાળીને ખાવામાં આવે તો તેમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેનાથી આપણું પેટ લાંબા સમય સુધી ભરેલું હોય તેવું લાગે છે. વળી જો તમને કબજિયાતની સમસ્યા નો સામનો કરી રહ્યા હોવ તો પણ તમે અંજીરને પલાળીને ખાઈ શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

અંજીરમાં વિટામિન એ, વિટામિન બી, કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ, પોટેશિયમ, ફાઇબર, સોડિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. જે એન્ટિઓક્સિડન્ટ ગુણોથી સમૃદ્ધ છે. જેનાથી તમારા શરીરમાં ઉત્પન્ન થયેલા ફ્રી રેડિકલ્સને દૂર કરે છે,

અને તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. અંજીરને પલાળીને ખાવામાં આવે તો આપણા શરીરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી રહે છે, જેના લીધે આપણી પચાવવાની ક્ષમતા એકદમ યોગ્ય બને છે.

વળી તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ ન લાગવાને કારણે વજન ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. આ માટે તમારે રાતે સૂતી વખતે અંજીરને દૂધમાં ઉકાળીને તેનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

અંજીરનું સેવન કરવાથી આપણું લોહી પણ એકદમ શુદ્ધ બની જાય છે. રોજ સૂતા પહેલા અંજીર અને કાળી દ્રાક્ષને સરખા પ્રમાણમાં લઇને એક ગ્લાસ દૂધમાં ઉકાળીને લેવામાં આવે તો આપણા શરીરનું લોહી એકદમ શુદ્ધ બની જાય છે.

અંજીરમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જેના લીધે તેનું સેવન કરવાથી આપણા હાડકા મજબૂત બની શકે છે. જે લોકો બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેવા લોકો માટે પણ અંજીર લાભદાયી સાબિત થઇ શકે છે. જે શરીરની વધારાની ચરબી ધીમે ધીમે દૂર કરીને મોટાપોની સમસ્યાથી રાહત અપાવે છે. જે લોકોના હાથ પગ સુન્ન થઈ જતા હોય તેવા લોકો પણ અંજીરને પલાળીને ખાઈ શકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!