કિડની એ આપણા શરીરના મહત્વના અંગમાંથી એક છે. જો કિડની બરાબર કામ કરતી રહે તો માણસ પણ સ્વસ્થ રહે છે. જો કે ઘણીવાર લોકોને કિડની સંબંધિત બીમારી થઈ જાય છે. શરુઆતમાં તેમને કિડની ખરાબ થવાના કેટલાક લક્ષણો પણ શરીરમાં જોવા મળે છે.
જે શરુઆતમાં હળવા હોય છે પરંતુ ધીરેધીરે ગંભીર થઈ જાય છે. આ સ્થિતિમાં તમારે શરુઆતી લક્ષણો પ્રત્યે બેદરકારી રાખવી જોઈએ નહીં. કિડનીને હેલ્થી રાખવા માટે કેટલીક જરૂરી વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ.
જો તમને કિડની સંબંધી કોઈ બિમારી થાય છે તો તમારા રોજના કામ પણ પ્રભાવિત થઈ શકે છે. જે તમારી શારીરિક ક્ષમતા પર પણ ખરાબ પ્રભાવ પાડે છે. કારણ કે કિડની આપણા શરીરમાં બ્લડને ફિલ્ટર કરવાનું કામ કરે છે.
જો કિડની બરાબર કામ ન કરે તો બ્લડ ફિલ્ટરની પ્રોસેસ બરાબર થતી નથી. કિડની સંબંધિત કોઈ બીમારી થવા પર કિડની બ્લડને ફિલ્ટર બરાબર રીતે કરી શકતી નથી. જેના કારણે કિડની ફેલિયરનું જોખમ પણ રહે છે.
કિડની ખરાબ થયાના લક્ષણો– જ્યારે તમે ક્રોનિક કિડની ડિઝીઝથી ગ્રસ્ત થાવ છો તો શરીરમાં લોહી ફિલ્ટર થતું નથી. જેના કેટલાક લક્ષણો શરીરમાં જોવા મળે છે. જેમાં ખંજવાળ આવવી,
સ્નાયુમાં સોજો, ભૂખ ન લાગવી, ઉલટી, ચક્કર આવવા, પગ અને ગોઠણમાં સોજા, વારંવાર પેશાબ આવવું કે પેશાબ કરવામાં સમસ્યાનો સમાવેશ થાય છે. એટલું જ નહિ ક્રોનિક કિડની ડીસિસના કારણે ઘણી વખત ઊંઘ પણ બરાબર થતી નથી. આ લક્ષણો જોવા મળે તો વ્યક્તિએ તુરંત ડોક્ટર નો સંપર્ક કરવો.
કિડનીની સમસ્યા ઘણા કારણ થાય છે. જેમાં હાઈ બીપી એટલે કે હાઈપર ટેન્શન અને ડાયાબિટીસ મુખ્ય હોય છે. જ્યારે વધારે વજન, વધારે સ્મોકિંગ કે દારૂનું સેવન કરવું જેવી આદતો પણ કિડનીની બિમારીનું જોખમ ઊભું કરે છે. આ ઉપરાંત વધારે નમકવાળું અને અનિયમિત ભોજન શૈલી પણ કિડની પર ખરાબ અસર કરે છે.
કિડનીને હેલ્ધી અને સ્વસ્થ રાખવા માટે સૌથી વધારે જરૂરી છે સંતુલિત આહારનું સેવન કરવું. નમક અને તેલ મસાલાવાળા ભોજનનું પ્રમાણ ઘટાડવું જોઈએ. જો તમે દારૂ કે સિગરેટનું સેવન કરતા હોય તો તેને પણ તુરંત જ બંધ કરી દેવું જોઈએ. સેકંટ હેંડ સ્મોકિંગ એટલે બાજુમાં બેસીને કોઈ ધુમ્રપાન કરે તો તેનો ધુમાડો પણ બીજા વ્યક્તિને નુકસાન કરી શકે છે.
વધારે વજન પણ કિડનીની સમસ્યા ને વધારે છે. એટલા માટે ડાયટિશિયનની સલાહ અને વ્યાયામની મદદથી વજનને કંટ્રોલમાં કરો. આ બીમારીને ગંભીર થતી રોકવા માટે ફિઝિકલ એક્ટિવિટી મુખ્ય ભૂમિકા નિભાવે છે.
આ કારણે રોજ સવારે અને સાંજે 30 મિનિટ સુધી વ્યાયામ કરવું જોઈએ. જે લોકોને ડાયાબિટીસ છે તેઓ બ્લડ શુગરને કંટ્રોલમાં રાખીને ક્રોનિક કિડની ડિસીઝથી બચી શકે છે. સામાન્ય લોકોએ પણ મીઠાઈનું સેવન ઓછું કરવું જોઈએ.