આ વસ્તુ કોલેસ્ટ્રોલ દૂર કરી બચાવે છે હાર્ટ એટેકથી

દોસ્તો સામાન્ય રીતે કોળાનું ફળ લગભગ દરેક જગ્યાએ આસાનીથી મળી આવતું હોય છે. વળી ઉનાળાની ઋતુ આવતાની સાથે જ બજારમાં પણ મળતું થઇ જાય છે. જે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.

કોળાનાં બીજમાં બીટા-કેરોટીન, વિટામિન એ, વિટામિન બી અને વિટામિન ઈ જેવા પોષક ગુણધર્મો મળી આવે છે. આ સાથે તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, સોડિયમ, આયોડીન અને ફોસ્ફરસ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

કોળામાં મુખ્ય ઘટક પાણી હોય છે, જે કોળાનો 90 ટકા હિસ્સો ધરાવે છે. આ સિવાય તેમાં પ્રોટીન, કાર્બોનિક એસિડ, સ્ટાર્ચ અને કેલેરી જોવા મળે છે. તેથી જો તમે કોળાનું સેવન કરવાનું શરૂ કરી દો છો,

તો શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળવામાં મદદ મળી શકે છે. જ્યારે તમે કોળાનું સેવન કરો છો ત્યારે કોળામાં વધુ પાણી હોવાને કારણે તમને પેશાબ લાગે છે, જે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવા માટે ખૂબ જ કારગર છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારી પાચન શક્તિ નબળી પડી ગઈ છે અને તમે તેને વધારવા માંગો છો તો પણ તમે કોળાનો ઉપયોગ કરી શકો છો. જે પાચનક્રિયાને યોગ્ય બનાવીને ઝેરની અસર નહિવત બનાવે છે. જેનાથી તમારે કબજીયાત, એસિડિટી વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.

કોળાની અંદર બહુ ઓછા પ્રમાણમાં કેલરી જોવા મળે છે, જેના લીધે તેનું સેવન કરવાથી શરીરમાં ચરબી એકઠી થઇ શકતી નથી અને જમા થયેલી ચરબી આસાનીથી પીગળી જાય છે. વળી તેનાથી તમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો રાહત મળી શકે છે.

કોળું અસ્થમાને રોકવામાં પણ મદદ કરી શકે છે. કોળાની અંદર મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે માસપેશીઓને મજબૂત બનાવીને તમારી રોગો સામે લડવાની શક્તિ ને મજબુત કરે છે. આનું સેવન કરવાથી સફેદ રક્તકણો માં વધારો કરી શકાય છે, જેનાથી તમે કોઈ પણ વાયરલ રોગો જેમ કે તાવ શરદી, ઉધરસ અને કફ નો સામનો કરવો પડતો નથી.

તમે વજન ઓછું કરવા માટે પણ કોળાના ઉપયોગ કરી શકો છો કારણ કે કોળામાં વધુ પ્રમાણમાં પાણી હોય છે અને જ્યારે તમે તેનું સેવન કરો છો ત્યારે તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જેનાથી તમે ભોજનથી દૂર રહો છો અને વજન ઓછું કરી શકો છો. જ્યારે તમે કોળાનું સેવન કરવાનું શરૂ કરી દો છો ત્યારે તે તમારા હૃદય ઉપર સકારાત્મક અસર કરે છે. વળી કોળા નું સેવન કરવાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ આપમેળે બહાર નીકળી જાય છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે, જેના લીધે તમારા હૃદય રોગનો સામનો કરવો પડતો નથી.

કોળાનું સેવન કરવામાં આવે તો ધમનીઓમાં જે ગંદકી થાય છે તેનાથી રાહત મળે છે. જે હૃદય રોગ અને સ્ટ્રોકનો ભય ઓછો કરી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે કાળા ડાઘને દૂર કરવા માટે પણ કોળા નો ઉપયોગ કરી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ માટે તમારે કોળાની પેસ્ટને લીંબુનો રસ, મધને સરખી પ્રમાણમાં મિક્સ કરીને ફેસપેક તૈયાર કરવું પડશે અને તેને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખવું પડશે. ત્યારબાદ જ્યારે તે સૂકાઈ જાય ત્યારે ચહેરો હુંફાળા પાણીથી ધોઈ લો. આ ફેસપેકને અઠવાડિયામાં બે વખત ઉપયોગ કરવામાં આવે તો ચહેરા પરના કાળા ડાઘ દૂર કરી શકાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!