દોસ્તો આપણા આયુર્વેદમાં એવી ઘણી દવાઓ વિશે વાત કરવામાં આવી છે, જેનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ વિવિધ બીમારીઓથી દૂર થઇ શકે છે. આવી જ એક ઔષધિ નિરંજન ફળ છે. જેને આયુર્વેદમાં સૌથી મહત્વપૂર્ણ જડીબુટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને તમે ઘણા પ્રકારના ગંભીર રોગોથી દૂર રહી શકો છો.
નિરંજન ફળનો ઉપયોગ કરવા માટે તેને સરખી રીતે ધોઈને તડકામાં થોડાક સમય માટે સૂકવી લેવું જોઇએ અને ત્યાર બાદ તે સુકાઈ જાય ત્યારે તેનો ઉપયોગ કરવો જોઈએ.
નિરંજન ફળને સૂકવીને જે પાવડર તૈયાર કરવામાં આવે છે તે આયુર્વેદિક દવાની જેમ કામ કરે છે. જે લોકો હરસ-મસાની સમસ્યા જ પરેશાન થઈ ગયા છે તેવા લોકોએ સવારે ખાલી પેટે આ ફળને પાણીમાં મિક્સ કરીને બરાબર મસળી નાખવું જોઈએ..ત્યારબાદ તેનું સેવન કરવાથી હરસ-મસાની સમસ્યા બહુ જલદી દૂર થઈ જાય છે.
જે સ્ત્રીઓને માસિક આવવામાં પરેશાની થતી હોય અથવા અનિયમિત માસિક આવતું હોય તો તેવી મહિલાઓ માટે નિરંજન ફળ દવાની જેમ કામ કરે છે. આવી મહિલાઓએ રાતે સૂતી વખતે નિરંજન ફળને એક કપ પાણીમાં પલાળી રાખવું જોઈએ.
ત્યારબાદ સવારે ખાલી પેટે ઊઠીને આ ફળને પાણીમાં મસળીને તેનું સેવન કરી લેવું જોઈએ. આ ઉપાય કરતાની સાથે જ સ્ત્રીઓને અનિયમિત માસિક ની સમસ્યા રહેશે નહીં.
તમે ધ્યાન આપ્યું હોય તો ઘણી છોકરીઓને માસિક છથી સાત દિવસ સુધી ચાલતો હોય છે અને આ દરમિયાન તેમના શરીરમાંથી મોટા ભાગનું લોહી બહાર નીકળી જતું હોય છે અને તેમને નબળાઈની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
જોકે આવી મહિલાઓ માટે નિરંજન ફળ લાભકારી સાબિત થઈ શકે છે. જ્યારે તમે બે થી ત્રણ કલાક સુધી આ ફળને પાણીમાં પલાળી રાખો છો ત્યારે તેનું કદ એટલું મોટું થઈ જાય છે. ત્યારબાદ તેને મસળી તેમાં સાકર મેળવીને સેવન કરવામાં આવે તો ફક્ત સ્ત્રાવની સમસ્યા દૂર ભાગે છે.
જે લોકો ચાંદાની સમસ્યાથી પરેશાન હોય છે તેવા લોકો માટે પણ નિરંજન ફળ રામબાણ સાબિત થઈ શકે છે. હકીકત તેમાં ઘણાં ઔષધિય ગુણ પણ મળી આવે છે. જે મોઢાના ચાંદા દૂર કરીને તમને આરામ અપાવે છે.
જે લોકો સંતાનપ્રાપ્તિ મેળવવામાં પરેશાનીનો સામનો કરી રહ્યા છે તેવા લોકોએ પણ નિરંજન ફળનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં જો પુરુષ એક મહિના સુધી નિરંજન ફળના ઉપરનું પડ કાઢીને સાકર સાથે ખાવાનું શરૂ કરી દે છે તો તેનાથી સ્ત્રીમાં ગર્ભ રહી જાય છે અને તેને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.