ઘરે જ કરી લો આ ઉપાય, ગમે તેવો ગેસ 2 મિનિટમાં થઈ જશે ગાયબ

દોસ્તો આજના સમયમાં અનિયમિત ભોજન કરવાની લીધે ઘણા લોકો ગેસની સમસ્યાનો સામનો કરતા હોય છે અને આ માટે તેઓને વારંવાર દવાઓનું સેવન કરવું પડતું હોય છે. જેના લીધે પાછળ જતા આ બધી દવાઓ ઘણા રોગોનું સ્વરૂપ ધારણ કરે છે.

જો આપણે ગેસ બનવા પાછળના કારણો વિશે વાત કરીએ તો તેમાં અનિયમિત ભોજન, વધુ પડતા ખાટા પદાર્થો ખાવા, મસાલાવાળા ખોરાકનું સેવન કરવું, રાતે મોડે સુધી જાગવું, દિવસ દરમિયાન ઓછું પાણી પીવું, ચણા, અડદ, વટાણા, મગ, મસૂર, વગેરે જેવા શાકભાજીઓનું સેવન કરવું વગેરે જેવા કારણોસર ગેસ બનવાની સમસ્યા પેદા થતી હોય છે.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એક એવા આયુર્વેદિક ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનાથી પેટમાં ગેસ બનવાની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે અને તમારે બહારની દવાઓનું સેવન પણ કરવું પડશે નહીં.

જ્યારે આપણા આંતરડામાં ખરાબ બેક્ટેરિયા જમા થઈ જાય છે ત્યારે પાચનશક્તિ નબળી પડી જાય છે અને પેટમાં ધીમે ધીમે ગેસ બનવા લાગે છે. આ સમસ્યા પેટમાં ઇન્ફેક્શન, લાંબા સમય સુધી બેસીને એક જગ્યાએથી કામ કરવું, કબજિયાત વગેરે જેવા કારણોને લીધે પણ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે જો આપણે ગેસથી છુટકારો મેળવવા માટેના ઉપાયો વિશે વાત કરીએ તો આ માટે તમારે બ્લેક ટી માં લીંબૂનો રસ અને સિંધવ મીઠું મિક્સ કરીને સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. તેનાથી પેટમાં જમા થયેલો બધો જ ગેસ બહાર નીકળી જાય છે.

આજ ક્રમમાં તમારે ચપટી ભરીને હીંગ, અજમો, સંચળ મીઠું અને જીરું ને મિક્સ કરીને હુંફાળા પાણીમાં ઉમેરી સેવન કરવામાં આવે તો પણ ગેસ છૂટો પડી જાય છે. હિંગમા ઘણાં ઔષધિય તત્ત્વો પણ આવે છે જે આપણા પેટ માટે ખૂબ જ લાભદાયી હોય છે.

જો તમને ગેસ અને અપચાની સમસ્યા રહેતી હોય તો તમારા માટે કેળું લાભદાયી સાબિત થઇ શકે છે. હકીકતમાં કેળાંમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે, જે આપણા પેટમાં રહેલા એસિડના લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

આપણા પેટ માટે નારિયેળ પાણી ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જો તમને પેટમાં બળતરા થતી હોય અથવા તો ગેસ થયો હોય તો તમારે નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. જે એસિડિટીથી છુટકારો અપાવવા માટે કામ કરે છે.

ભોજન કરતી વખતે લસણ અને હીંગનો ઉપયોગ કરવામાં આવે તો ગેસની સમસ્યાથી રાહત મળી શકે છે. દરરોજ એક હરડેને લઈને મોઢામાં રાખી ચૂસવામાં આવે તો પણ પેટમાં ગેસ જમા થતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે જો આપણે એક અન્ય ઉપાય વિશે વાત કરીએ તો એક ચમચી અજમાની જોડે ચપટી ભરીને સિંધવ મીઠું મિક્ષ કરીને ભોજન કર્યા પછી તેને ચાવીને સેવન કરી દેવામાં આવે તો પણ પેટમાં ગેસ ભરાતો નથી. જો તમે આદુ અને લીંબુનો રસ કાઢીને તેને એક ચમચી સંચળ મીઠું મિક્સ કરી ભોજન કર્યા પછી તેનું સેવન કરો છો તો પણ ગેસની તકલીફ કાયમ માટે દૂર થઈ જાય છે.

આ સિવાય તમે છાશનો ઉપયોગ કરીને પણ ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ માટે છાશની અંદર અજમો અને સંચળનું ચૂર્ણ મિક્ષ કરીને ભોજન કર્યા પછી તેનું સેવન કરવું પડશે. તમે જાણીને આશ્ચર્ય થશે કે કાકડીનું સેવન કરવાથી પણ પેટમાં એસિડનું નિર્માણ થતું નથી.

જેના લીધે એસીડીટીની સમસ્યાથી છુટકારો મળી શકે છે. આ માટે તમારે બપોરે ભોજન કર્યા પછી કાકડીનું સેવન કરવું જોઈએ. જો કે તમારે એ વાતની કાળજી લેવી જોઈએ કે ભૂલથી પણ કાકડીનું ભૂખ્યા પેટે સેવન કરવું જોઇએ નહીં.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!