આ વસ્તુ રોજ જમ્યા પછી ખાઈ લો, કબજિયાત, ગેસ અને અપચો થઈ જશે ગાયબ

દોસ્તો આયુર્વેદમાં હરડેનો ઉપયોગ ઘણા જુના સમયથી કરવામાં આવે છે. જે વિવિધ પ્રકારના રોગો સામે લડવાનું કામ કરે છે. આપણા ગુજરાતના ડાંગ જિલ્લામાં હરડેના સૌથી વધારે વૃક્ષો જોવા મળી જાય છે. એક કહેવત અનુસાર જે ઘરમાં હરડે હોય છે, ત્યાં ક્યારેય ડૉક્ટરની જરૂર પડતી નથી. તેનો અર્થ એ થાય છે કે હરડે રોગો સામે લડીને તેને જડમૂળથી દૂર કરવાનું કામ કરે છે.

જો તમે લાંબા સમયથી તાવ આવ્યો હોય, કફની સમસ્યા હોય અથવા અન્ય કોઈ પ્રકારના રોગ તમને હેરાન કરી રહ્યો હોય તો તમે હરડેનો ઉપયોગ કરીને તેને આસાનીથી દૂર કરી શકો છો.

જે લોકો કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેવા લોકો માટે પણ હરડે વરદાન સમાન છે. એક રિપોર્ટ અનુસાર હરડેમાં વિશિષ્ટ પ્રકારના પોષક તત્વ મળી આવે છે, જે ખરાબ કૉલેસ્ટરોલને ઓછું કરવામાં મદદ કરે છે અને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરવામાં મદદ કરે છે. આ માટે તમારે હરડેના પાવડરને મીઠા સાથે મિક્સ કરીને એકથી બે ગ્રામ લવિંગના પાવડર ઉમેરીને તેનું સેવન કરવું જોઈએ.

હરડેની હરીતકી તરીકે ઓળખવામાં આવે છે. જે પેટને સાફ કરવાની સાથે-સાથે પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. હકીકતમાં તેનું સેવન કરવાથી આપણું શરીર સ્વસ્થ બને છે અને પેટમાં જામી ગયેલો બધો જ કચરો મળ સ્વરૂપે બહાર નીકળી જાય છે. જેના લીધે કબજિયાત, એસિડિટી વગેરેનો સામનો કરવો પડતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હરડે નો ઉકાળો બનાવીને પીવામાં આવે તો ત્વચા સાથે જોડાયેલી એલરજી ની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ માટે તમારે હરડેને પાણી ઉમેરીને તેનો ઉકાળો બનાવી લેવો જોઈએ અને તેનું નિયમિત સેવન કરવું જોઇએ. તેનાથી ત્વચાની એલર્જી દૂર થઈ જાય છે.

આ સિવાય તમે હરડેના પાવડરને હળદર સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવી શકો છો અને તેને પ્રભાવિત જગ્યાએ લગાવી શકો છો. આ ઉપાય કરવાથી એલરજી ઝડપથી દૂર થઈ જાય છે.

જો તમે વાળને કાળા બનાવવા માંગો છો તો તમારે હરડેના ફળનું નારીયલ તેલ મિક્સ કરીને તેનો લેપ વાળમાં લગાવવો જોઈએ. તેનાથી વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે. જો તમને મોઢા પર સોજા આવી ગયો છે,

અને તમે તેને દૂર કરવા માંગો છો તો તમારે હરડને પાણીમાં ભેળવીને તેના કોગળા કરવા જોઈએ. આ સિવાય તમે દાંતના દુખાવાથી છુટકારો મેળવવા માટે પણ હરડેના પાવડરની મદદ લઈ શકો છો.

આયુર્વેદ પ્રમાણે હરડેમાં પાંચ પ્રકારના રસ આવેલા હોય છે અને જ્યારે તેનું સેવન કરવામાં આવે છે ત્યારે તે માતાના દૂધની સમાન લાભ આપે છે. જો તમે હરડેને કાચી પીસી લો છો અને તેને શેકીને ઠંડી થઈ જાય ત્યારે તેને પીસીને ગરમ પાણી સાથે સેવન કરો છો તો તમને કબજિયાત, એસિડિટીનો સામનો ક્યારેય કરવો પડતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!