આજની દોડધામ ભરેલી જીવનશૈલીના કારણે લોકોની સ્કીન અને બોડી પર સૌથી વધુ અસર થાય છે. તેમાં પણ પ્રદૂષણનું વધતું પ્રમાણ ત્વચાને ડેમેજ ઝડપથી કરે છે. લોકોની ત્વચા પર ખીલ, એક્ને અને ઢિલાપણું જોવા મળે તે સામાન્ય થઈ ગયું છે.
એટલું જ નહીં 30ની ઉંમર પાર કરી ચુકેલા લોકોને વધારે મુશ્કેલી થાય છે. તેવામાં આજે તમને જણાવીએ કે કેવી રીતે આપણે આપણા સ્વાસ્થ્ય માટે ખોરાકને બેલેન્સ કરીને આ સમસ્યાથી બચી શકીએ છીએ. આ રીતે સ્કીનને હેલ્ધી રાખવા માટે આપણી ડાયટમાં થોડા ફેરફાર કરવા જોઈએ કારણ કે તેના પર તે વધારે પ્રભાવ પાડે છે.
ઘણીવાર લોકો ગ્લોઈંગ સ્કીન માટે ઘણા ઉપાય શોધતા રહે છે પરંતુ તે પોતાની ડાયટ પર ધ્યાન આપતા નથી. તેથી તેમની ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે. આ સમાન્ય સમસ્યા છે. આ રીતે 25થી 30 વર્ષના વ્યક્તિ પણ વૃદ્ધ દેખાવા લાગે છે.
તો ચાલો તમને જણાવીએ એવા ફૂડ્સ વિશે જે ખાદ્ય સામગ્રી ડાયટમાં લેવાથી સ્કીન હેલ્થી તો બનશે જ પરંતુ તમારી ઉંમર પર પણ તેની અસર દેખાશે. તો ચાલો જણાવીએ તમને આ બાબતે વિગતવાર
ગ્લોઈંદ સ્કીન માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરી શકાય છે. પરંતુ તમારે તમારી ડાયટ પર ખાસ ધ્યાન આપવું પડશે. આ ઉપાય તો જ સફળ થશે તમારે આ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરી ચમકદાર અને ગ્લોઈંગ સ્કીન મેળવવાની છે.
એવોકાડો :- સુંદર ત્વચા માટે એવોકાડો નામના ફળનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં ઘણી એવી પ્રોપર્ટીઝ હોય છે જે એન્ટી એજીંગ એજન્ટ તરીકે કામ કરે છે. આ ફળ સ્કીન પર નવા સેલ્સનું નિર્માણ કરે છે. તેથી ત્વચા બેજાન અને રુખી નથી દેખાતી
ટામેટા :- ટામેટાનું સેવન કરવાથી પણ ત્વચા સારી રહે છે. ટામેટા સ્કીન કેરમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. સ્કીનની સંભાળ રાખવા માટે ટામેટાનો ઉપયોગ કરવાની શરુઆત કરી દો. તેમાં વિટામિન સી હોય છે જે ત્વચા માટે ફાયદાકારક હોય છે. તેને ખાવાથી અને સ્કીન પર લગાવવાથી કરચલીઓ દેખાતી બંધ થાય છે.
દહી :- સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે 30ની ઉંમર પછી ચહેરા પર કરચલીઓ ન દેખાય તેવું ઈચ્છો છો તો ડાયટમાં દહીનું સેવન કરો. તેમાં હેલ્ધી બેક્ટેરિયા હોય છે જે સ્કીન ટેક્સચરને ઈંપ્રુવ કરે છે. જેનાથી ત્વચા ચમકદાર પણ બને છે.
ફિશ :- સ્કીન માટે વિટામીન ઈ પણ સારો સ્ત્રોત છે. ફિશમાં વિટામીન ઈ ભરપુર હોય છે. જો તમે નોનવેજ ખાતા હોય તો ફીશનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારો ચહેરો ચમકી જશે.
નટ્સ :- આ ઉપરાંત જો તમે માંસાહારી નથી તો નટ્સ પણ સારા છે. નટ્સનો ઉપયોગ કરવાથી ગ્લોઈંગ ત્વચા મેળવી શકો છો. જણાવી દઈએ કે નટ્સમાં ઓમેગા 3 ફૈટી એસિડ હોય છે જે સ્કીન અને સ્વાસ્થ બંને માટે ઉપયોગી છે. તેનાથી ત્વચાની સમસ્યા દૂર થાય છે.
પપૈયુ :- પપૈયું પણ ત્વચા માટે વરદાન છે. નાસ્તામાં 1 કપ પપૈયુ અને 1 કપ દુધ પીવાથી ત્વચા પર ક્યારેય કોઈ સમસ્યા થશે નહીં. આ સાથે રોટી, ઓટ્સ, ઈંડા વગેરેનું સેવન કરો તો સોનામાં સુગંધ ભળી જશે.