અપચો, ગૅસ, કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો આજે જ આ રસ પીવાનું ચાલુ કરી દો

દોસ્તો આજ પહેલા તમે ઘણી જગ્યાએ આમળાનો ઉપયોગ કર્યો હશે. જે સ્વાદમાં એકદમ ખાટા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. હકીકતમાં આમળાંમાં વિટામિન-સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાથી શરૂ કરીને અન્ય ઘણી બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે.

જો તમે આમળા ની જગ્યાએ આમળાનો રસ પીવાનું શરૂ કરી દો છો તમને દસ જ દિવસમાં તમારા શરીરમાં સકારાત્મક અસર જોવા મળે છે. અત્યારના સમયમાં આમળાનો રસ ઘણી જગ્યાએ મળી રહેતો હોય છે પરંતુ તમે જો તેને ઘરે તાજો બનાવીને પીવો છો તો તમને વધારે લાભ થાય છે.

આમળામાં રહેલાં પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, ઝિંક, મેગ્નેશિયમ, વિટામિન સી, વિટામિન એ સહિત અન્ય ઘણા તત્વો હોય છે.

તમે આમળાના રસનો ઉપયોગ કરીને વજન ઘટાડી શકો છો. જેના લીધે તમારા શરીરમાં વધારાનો કચરો જમા થતો નથી. હકીકતમાં જ્યારે આમળાનું રસનું સેવન સવારે ખાલી પેટે કરી લેવામાં આવે તો આપણા શરીરની ચરબી મોટાભાગે બર્ન થવા લાગે છે, જેના લીધે આપણું શરીર ફિટ થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમારા ચહેરા પર ખીલ ડાઘ જેવી સમસ્યા રહેતી હોય તો પણ તમે આમળાના જ્યુસ નો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં ચહેરા પર આમળાનો રસ લગાવવાથી ચહેરાની સારી રીતે સફાઈ થઈ શકે છે અને ચહેરાનો ગ્લો બહાર નીકળે છે, જેના લીધે તમારો ચહેરો એકદમ સાફ થાય છે.

જો તમે પેટ સંબંધી બીમારીઓ જેમ કે કબજિયાત, અપચો, પેટમાં દુખાવો વગેરેનો સામનો કરી રહ્યા હોવ તો તમારે આમળાના રસનું સેવન કરવું જોઈએ. કારણ કે તેનું સેવન કરવાથી આપણા પેટમાં રહેલા વધારાના બેક્ટેરિયા બહાર નીકળી જાય છે અને પેટ સાફ થાય છે.

આ સાથે પેટમાં બળતરા અથવા એસિડિટીની સમસ્યા થઈ રહી હોય તો પણ તમારે આમળા સાથે બે ચમચી મધ મેળવીને સેવન કરવું જોઈએ. આમળાના રસમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવતું હોવાને કારણે તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદ કરે છે. જેના લીધે તમે વાયરલ બીમારી જેમ કે શરદી-ઉધરસ જેવી સમસ્યાનો સામનો કરી શકતા નથી.

જો તમારા ચહેરા પર કરચલીઓ પડી ગઈ હોય તો પણ તમારે નિયમિત રીતે આમળાનો જ્યૂસ પીવો જોઈએ. જેનાથી તમારા ચહેરા પર ગ્લો આવે છે અને તમે વહેલા વૃદ્ધ બની શકતા નથી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આમળાનો રસ મોઢામાં પડેલા ચાંદા ને પણ દૂર કરવાની શક્તિ ધરાવે છે. જો તમારા મોઢા માં કોઈ જગ્યાએ ચાંદા પડ્યા હોય તો તમારે આમળાના રસને પાણીમાં ઉમેરીને તેનાથી કોગળા કરવાની ટેવ પાડી દેવી જોઈએ. જેનાથી મોઢાના ચાંદા બહુ જલદી દૂર થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને સાંધાના દુખાવા થઈ ગયા હોય અને રાત દરમિયાન ઊંઘ આવી રહી ન હોય તો તમારે આમળાના જ્યૂસનું સેવન કરવું જોઈએ. કારણ કે તેનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે અને તમે શાંતિથી ઊંઘ લઇ શકો છો.

આમળાનું સેવન વાળ માટે પણ વરદાન સમાન છે. કારણ કે જે લોકો વાળ સંબંધી સમસ્યાઓ જેમ કે વાળ ખરવા, વાળ સફેદ થઈ જવા, ખોડાની સમસ્યા થવી વગેરેને દૂર કરવા માટે આમળાના જ્યૂસનું સેવન લાભકારી હોય છે. હકીકતમાં આ આમળાંમાં એવા પોષક તત્વો મળી આવે છે જે તમારા વાળને લાંબા અને ચમકદાર બનાવે છે સાથે ખોડોની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!