બ્લડ સુગર અને બ્લડ પ્રેશર કાબુમાં આવતું નથી તો આ પાનને પાણીમાં પલાળી ને ખાઈ લો અઠવાડિયામાં ફરક જણાશે

દોસ્તો ઉનાળાની હવે ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને થોડાક જ સમયમાં આપણા બધાની ફેવરિટ એવી કેરી બજારમાં મળતી થઈ જશે. કેરી પોતાના સ્વાદ માટે તો જાણીતી છે જ સાથે સાથે તેનાં ઔષધીય ગુણો પણ લાજવાબ છે.

પરંતુ તમારામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે કેરીની સાથે સાથે તેનાં પાંદડાં પણ દવાની જેમ કામ કરે છે. હકીકતમાં કેરીના પાંદડામાં ઘણા બધા આયુર્વેદિક પોષક તત્વ મળી આવે છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવાની સાથે સાથે ત્વચા અને વાળને ચમક આપવાનું કામ કરે છે.

જો આપણે કેરીના પાનમાં રહેલા પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન-સી, મેગ્નેશિયમ, કોપર અને પોટેશિયમ મળી આવે છે. આ સાથે તેમાં ફિનોલનું પણ પ્રમાણ વધારે હોવાને કારણે તે એન્ટીઓક્સીડેન્ટ તરીકે વર્તે છે. તેનો ઉપયોગ કરવા માટે કેરી ના પત્તાને તોડી ને ધોઈ નાખવા જોઈએ અને રાતે તેને ગરમ પાણીમાં પલાળી દેવા જોઈએ. ત્યારબાદ બીજા દિવસે સવારે આ પાનને ચાવીને ખાઈ લેવા જોઈએ.

આ સિવાય તમે આંબાના પાનને તડકામાં સૂકવી શકો છો અને તેનો પાઉડર બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. જો કે તમારે એ વાતની કાળજી લેવી પડશે તમારે આ બંને રીતોનો ઉપયોગ સવારે ખાલી પેટે કરવાનો રહેશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને પેટ સાથે જોડાયેલી સમસ્યા થઈ રહી છે તો તમે કેરી ના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે કેરી ના પાનનો ઉકાળો બનાવી લેવો જોઈએ અને આખી રાત રહેવા દઈને બીજા દિવસે સવારે આ પાણીને ફિલ્ટર કરીને તેનું સેવન કરવું જોઈએ. જો તમે નિયમિત રીતે ઉપાય કરો છો તો તમને પેટ સંબંધી રોગોનો સામનો કરવો પડતો નથી.

જો તમને પિત્તની સમસ્યા છે તો તમારી આ સમસ્યા કેરી ના પત્તા ની મદદથી દૂર કરી શકાય છે. આ માટે તમારે દરરોજ કેરી ના પાનનો પાવડર પીવાનું શરૂ કરી દેવું જોઈએ. જોકે પિત્તની સમસ્યા દૂર કરવા માટે તમે જે કેરીના પાંદડા નો પાવડર બનાવી રહ્યા હોવ તો તે પાંદડાને હંમેશા છાયડામાં સૂકવવા જોઈએ. કારણ કે જ્યારે તમે તેને ગરમ વાતાવરણમાં સૂકવો છો ત્યારે તેમાં રહેલા પોષકતત્ત્વો મરી જાય છે.

જો તમને કાનમાં દુખાવો થઈ રહ્યો છે તો કેરીના પાનનો રસ તમારા માટે દવા સમાન છે. આ માટે તમારે કેરી ના પાનનો રસ કાઢીને તેને અસર ગ્રસ્ત કાનમાં ૧થી ૨ ટીપાં સ્વરૂપે નાખવો જોઈએ. આ કરવાથી તમને કાનના દુખાવામાં તાત્કાલિક ધોરણે રાહત મળી શકે છે.

જો તમને ગળામાં દુખાવો થઈ રહ્યો હોય તો પણ તેના પાનનો તમે ઉપયોગ કરી શકો છો. આ માટે તમારી કેરીના પાનને ગરમ પાણીમાં ઉકાળી લેવા જોઇએ અને તેમાં થોડું મધ મિક્સ કરીને આ પાણીનું સેવન કરી લેવું જોઈએ.

જો તમારી ત્વચા કોઈ જગ્યાએ દાઝી ગઈ છે અને રૂઝ આવવાનું નામ લઇ રહી નથી તો આંબાના પાન તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. તેનાથી દાઝી જવાની સમસ્યા તાત્કાલિક ધોરણે દૂર થાય છે અને ફરીથી ચામડી આવવા લાગે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને આળસ અને નબળાઈની સમસ્યા થઈ રહી છે તો તમારે આંબાના કેટલાક પાન લઈને સ્નાન કરવાના પાણીમાં ઉમેરી દેવા જોઇએ અને ત્યાર બાદ તેનાથી સ્નાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારું શરીર એકદમ ફ્રેશ થઈ જશે અને થાક અને નબળાઇ તાત્કાલિક ધોરણે દૂર ભાગશે. જેનાથી તમે લાંબા સમય સુધી કોઈ પણ કામ કરી શકશો.

આંબાના પાન બ્લડ શુગર લેવલને કાબૂમાં કરવા માટે પણ મદદ કરે છે. આ પાનમાં એક એવું તત્વ મળી આવે છે જે ઇન્સ્યુલિન ના ઉત્પાદનમાં વધારો કરે છે અને ગ્લુકોઝ ના પ્રમાણમાં ઘટાડો કરે છે. જેના લીધે આપણે બ્લડ સુગરની સમસ્યાથી બચી શકીએ છીએ. આ માટે તમારે દરરોજ સવારે એક ચમચી આંબાના પાનનું સેવન કરવું જોઈએ.

જો તમે કોલેસ્ટ્રોલની સમસ્યા એટલે કે હૃદય રોગનો સામનો કરવો પડી રહ્યો છે તો પણ આંબાના પાન તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. હકીકતમાં તેમાં ફાઈબર અને વિટામિન મળી આવે છે, જે આપણા શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ સ્તરને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલ વધારે છે. જેનાથી આપણને એટેક અને હાર્ટ સ્ટ્રોકનો સામનો કરવો પડતો નથી.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!