આ વસ્તુના સેવનથી શરદી, ઉધરસ અને તાવ જેવી તકલીફો થઈ જશે ગાયબ

દોસ્તો સામાન્ય રીતે હવામાનમાં જ્યારે પરિવર્તન થાય છે ત્યારે વ્યક્તિને વાયરલ રોગોનો સામનો કરવો પડતો હોય છે. જેમાં શરદી-ખાંસી અને કફની સમસ્યા લોકોને સૌથી વધારે હેરાન કરતી હોય છે. જ્યારે એક વખત છાતીમાં અથવા ગળામાં કફ જામી જાય તો તેને બહાર કાઢવો ખુબ જ મુશ્કેલ બની જાય છે. આ એવી સમસ્યા જેનો સામનો નાના બાળકથી લઈને મોટા લોકો સુધી દરેક કરતા હોય છે.

જ્યારે પણ કોઈ વ્યક્તિને શરદી ખાંસી અથવા કફની સમસ્યા થાય છે ત્યારે તે વ્યક્તિ વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે અને તેને કામ કરવામાં પણ મન લાગતું નથી. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને આ પ્રકારની વાયરલ બીમારીથી કઈ રીતે છુટકારો મેળવી શકાય છે.

તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમને કફની સમસ્યા થઈ ગઈ છે અને તમે તેને દૂર કરવા માંગો છો તો તમારે મધ અને લીંબુના રસને સરખા પ્રમાણમાં લઈને ગરમ પાણીમાં ઉમેરી દેવું જોઈએ અને તેનું સેવન કરવું જોઈએ. જેનાથી કફની સમસ્યા તરત જ દૂર થઈ જશે.

જો તમે ડુંગળીના રસમાં મધ ઉમેરીને પીવાનું શરૂ કરી દો છો તો પણ ખાસી ની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. જો તમે ડુંગળી નો ઉકાળો બનાવીને પીવો છો તો કફની સમસ્યા દૂર થાય છે. આ રીતે ડુંગળીનો ઉપયોગ ખાંસી અને કફ દૂર કરવા માટે કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે લીંબુના રસમાં તેના કરતાં ચાર ગણું મધ ઉમેરીને સેવન કરો છો તો ઉધરસની સમસ્યા મટે છે. આ જ રીતે જો લવિંગને મોઢામાં રાખીને ચુસવામાં આવે અથવા મરીના પાવડરને દૂધમાં ભેળવીને પીવામાં આવે તો પણ ઉધરસની સમસ્યા દૂર કરી શકાય છે. જો તમે મરીના પાવડરને ઘી સાથે મેળવીને ચાટી લો છો તો પણ ઉધરસ મટે છે.

જો મધને તેના કરતાં બમણા આદુના રસ ની સાથે મિક્સ કરીને પીવામાં આવે તો ઉધરસની સમસ્યા મટી શકે છે. તમે જાણતા હશો કે કફની સમસ્યા દૂર કરવા માટે ઘણા લોકો નાસ લેવાની ઇચ્છા રાખતા હોય છે, જે સારો વિકલ્પ છે. તેનાથી તમારા ગળાની ખારાશ પણ દૂર થાય છે સાથેસાથે ગળામાં જામી ગયેલો કફ પણ બહાર આવી જાય છે.

વળી જે લોકોનું નાક વારંવાર બંધ થઈ જતું હોય તેવા લોકો પણ નાસની મદદથી તેને આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. જો તમારી છાતી માં કફ જામી ગયો છે અને તમે તેને બહાર કાઢવા માંગો છો તો તમારા માટે કાળા મરી દવાની જેમ કામ કરે છે. હકીકતમાં તેમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે તમને બળતરા કર્યા વિના છાતીમાંથી કફ ને બહાર કાઢવા માટે મદદ કરી શકે છે.

જ્યારે તમને કફ થાય છે ત્યારે તમારા ઘરના વડીલો ગરમ પાણીમાં મીઠું ઉમેરીને તેનાથી કોગળા કરવાની સલાહ આપતા હોય છે, જે અસરકારક ઉપાય છે. જો તમે હૂંફાળા પાણીમાં થોડું મીઠું નાખીને કોગળા કરો છો તો તમને ગળાના દુખાવાથી રાહત મળે છે સાથે સાથે કફ પણ બહાર આવે છે.

આદુનો ઉપયોગ ચા બનાવવા માટે કરવામાં આવતો હોય છે પરંતુ શું તમે જાણો છો કે આદુ વાયરલ બીમારીઓ સામે લડવામાં પણ મદદ કરે છે. આ માટે તમારે આદુંને વાટીને લીંબુના રસમાં ઉમેરીને સેવન કરવું જોઇએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય તમે આદુની ચા પણ પી શકો છો. આપણા નિષ્ણાતો કહે છે કે ફુદીનાના તેલને છાતી પર માલિશ સ્વરૂપે ઘસવામાં આવે તો પણ કફની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

તમે દૂધમાં હળદર ઉમેરીને ગરમ કરી શકો છો અને ત્યારબાદ તેનું સેવન કરી શકો છો, જે ઉધરસ અને કફ બંને માટે દવાની જેમ કામ કરે છે. રાતે મીઠાની કાંકરી ને મોઢામાં રાખી ધીમે ધીમે ચૂસવામાં આવે તો પણ તમને રાત દરમિયાન શાંતિથી ઊંઘ આવે છે અને ઉધરસની સમસ્યા સતાવતી નથી. જો તમે અજમાને મીઠું અને હળદર નાખીને શેકી લો છો અને મુખવાસ તરીકે ખાવાનું શરૂ કરી દો છો તો પણ ઉધરસ અને શરદી ની સમસ્યા દૂર થઈ જાય છે.

હળદરને તાવડીમાં લઈને શેકી લેવામાં આવે અને તેનો એક કટકો મોઢામાં રાખીને સૂવામાં આવે તો પણ કફની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. ગરમ પાણી સાથે અજમાની ફાંકી કરવામાં આવે તો પણ કફ ગળામાંથી બહાર નીકળી જાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!