દોસ્તો અત્યારના આધુનિક સમયમાં બહારના ભોજન અને અનિયમિત જીવનશૈલીના લીધે લોકોને અમુક ઉંમર પછી સાંધામાં દુખાવાની સમસ્યા શરૂ થઈ જતી હોય છે. હકીકતમાં આ સમસ્યા આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ અને સાંધાની વચ્ચે ગેપ પડી જવાને લીધે પેદા થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરી રહ્યું હોય છે ત્યારે તેને અસહ્ય દુખાવા નો સામનો કરવો પડતો હોય છે.
જેના લીધે તે ડોક્ટર પાસે જવાનું પસંદ કરે છે પરંતુ જ્યારે તે વ્યક્તિ ડોક્ટર પાસે જાય છે ત્યારે ડોક્ટર તેને ઓપરેશન કરાવવાની સલાહ આપતા હોય છે પરંતુ ઘણી વખત ઓપરેશન કરાવ્યા પછી પણ દુખાવાની સમસ્યા દૂર થતી નથી.
જો તમે પણ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને ઓપરેશન કરાવવાનું મન નથી તો તમારે બાવળના ઝાડ ઉપર રહેલી શીંગોનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં બાવળ ની શીંગમાં એવા બધા ગુણધર્મો મળી આવે છે જે તમારા માટે દવાની જેમ કામ કરે છે.
તમારે તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તેને તડકામાં સૂકવી રાખવી જોઈએ અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેનો પાઉડર બનાવી લેવો જોઇએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ.
જો તમને ઘૂંટણનો દુખાવો થઈ રહ્યો હોય અને તેના લીધે તમે કોઈ કાર્ય કરી શકતા નથી તો તમારે એક ચમચી જેટલો પાવડર હૂંફાળા પાણીમાં મિક્સ કરીને જમ્યા પછી સેવન કરી લેવું જોઈએ. જો તમે બેથી ત્રણ મહિના સુધી આ પાવડર નું સેવન કરશો તો ઘૂંટણનો દુખાવો કાયમ માટે દૂર થઈ જશે અને ઓપરેશન કરાવવાની જરૂર પડશે નહીં.
તમે ઉધરસની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે બાવળના ગુંદ નો ઉપયોગ કરવો જોઈએ. હકીકત બાવળ પર જે ગૂંદ મળી આવે છે તેનો નાનકડો ટુકડો લઈને મોઢામાં ચૂસવા માં આવે તો ઉધરસની સમસ્યા ઘરે બેઠા ડોક્ટર પાસે ગયા વિના દૂર કરી શકાય છે.
જો તમારા શરીરમાં ગરમી નીકળી હોય અને ચહેરા પર ખીલ થઈ ગયા હોય તો તમારે બાવળના પાંદડા ઘરે લઈને આવવા જોઈએ. ત્યારબાદ ભોજન કર્યા પછી બાવળના પાંદડા ચાવી લઈને પાછળથી દૂધ પી લેવું જોઈએ. જો તમે થોડાક જ દિવસોમાં આ ઉપાય કરતા રહેશો તો તમારા શરીરમાંથી બધી જ ગરમી બહાર નીકળી જશે.
તમે ધ્યાન આપ્યું હોય તો અમુક લોકોના શરીર પર વધારે પ્રમાણમાં પરસેવો આવતો હોય છે. જેના લીધે તેઓનું શરીર પણ દુર્ગંધ યુક્ત બની જાય છે પરંતુ જો તમે બાવળના પાનને પીસીને તમારા શરીર પર લગાવો છો તો તમારા શરીરમાં વધારાનું પરસેવો દૂર થઈ જાય છે. જોકે તમારે બાવળના પાનને શરીર ઉપર લગાવ્યા પછી સ્નાન કરી લેવું જોઈએ, જેનાથી પરસેવો આવવાની સમસ્યા બંધ થઈ જશે.
કમળાના રોગ માટે પણ બાવળ દવાની જેમ કામ કરે છે. આ માટે તમારે બાવળના પાંદડા અને સાકરને સાથે મિક્સ કરીને વાટી લેવું જોઈએ. હવે આ ચૂર્ણ માંથી 10 ગ્રામ લઈને ફાંકી કરવામાં આવે તો કમળાનો રોગ બહુ જલદી દૂર થઈ શકે છે.
બાવળ ની સિંગ નું ચૂર્ણ સવારે અને સાંજે નિયમિત રીતે લેવાથી આપણા હાડકા એકદમ મજબૂત થઈ જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પાંચ ગ્રામ બાવળના ચૂર્ણને મધ અને બકરીના દૂધ સાથે મિક્સ કરીને સવારે અને સાંજે લેવામાં આવે તો હાડકાં એકદમ મજબૂત બની જાય છે.
તમે ધ્યાન આપ્યું હોય તો અમુક લોકોને વારંવાર બાથરૂમ જવાની ટેવ પડી ગઈ હોય છે અને તેઓ ઘણું કામ કર્યા પછી પણ વારંવાર પેશાબ લાગવાની સમસ્યા ને રોકી શકતા નથી. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે બાવળની સીંગને છાયડામાં સૂકવીને પાવડર બનાવી લેવો જોઈએ અને તેનું દૂધ સાથે દરરોજ સેવન કરવું જોઈએ. તમે આમાં ઘી પણ ઉમેરી શકો છો. જેનાથી વારંવાર પેશાબ લાગવાની સમસ્યા દૂર થશે જ સાથે સાથે પથરીથી પણ રાહત મળી જશે.