આ વસ્તુના ઉપયોગથી ચહેરા પરના વાળ થઈ જશે એકદમ ગાયબ

દોસ્તો સામાન્ય રીતે દરેક વ્યક્તિની ત્વચા અલગ-અલગ હોય છે. જે પૈકી કેટલાક લોકો નો ચહેરો એકદમ સાફ હોય છે તો અમુક લોકોના ચહેરા પર અણગમતા વાળ ઊગી નીકળતા હોય છે. જેના લીધે તેમનો ચહેરો એકદમ નિસ્તેજ બની જાય છે. વળી મોટા ભાગના લોકો ચહેરા પરના વાળ હટાવવા માટે ઘણા ઉપાય પણ કરતા હોય છે પરંતુ તેમને સારા પરિણામ મળતાં નથી.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને ચહેરા પરના વધારાના વાળ દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારા ચહેરા પરના અણગમતા વાળને ઝડપથી દૂર કરવામાં મદદ કરશે.

જો તમારા ચહેરા પર અણગમતા વાળ ઊગી નીકળે છે અને તેના લીધે તમારો ચહેરો નિસ્તેજ બની ગયો છે તો તમારે આ વાળને દૂર કરવા માટે ચંદન પાઉડરમાં નારંગી ના છોતરાનો પાવડર ગુલાબજળ અને લીંબુનો રસ મિક્સ કરી દેવો જોઈએ અને એક પેસ્ટ બનાવવી જોઈએ.

હવે આ પેસ્ટને ચહેરા પર લગાવી થોડા સમય માટે તેને સૂકાવવા દેવી જોઈએ. ત્યારબાદ ચહેરાને ધોઈ લેવો જોઈએ. આ ઉપાયો થોડા સમય સુધી કરવામાં આવે તો ચહેરા પરના અણગમતા વાળને દૂર કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ચહેરા પરના વધારાના વાળને દૂર કરવા માટે તમે બેસન,
ખાંડ અને ઈંડાનું મિક્સર બનાવીને એક ફેસપેક તૈયાર કરી શકો છો. ત્યારબાદ તમારે તેને ચહેરા પર લગાવી દેવું જોઈએ અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે પાણી થી ધોઈ લો. આ ઉપાય તમે સપ્તાહમાં બેથી ત્રણ વખત કરવા લાગશો તો તમારા ચહેરા પર ચમક આવશે અને વધારાના વાળ પણ દૂર થશે.

તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે પુરુષના ચહેરા પર વાળ ઊગી નીકળે છે તો તેને સામાન્ય માનવામાં આવે છે પરંતુ જ્યારે સ્ત્રીના ચહેરા ઉપર વાળ ઊગી નીકળે છે ત્યારે તે મુશ્કેલીનું કારણ બની જાય છે. જેના લીધે મહિલાઓ ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા માટે વારંવાર પાર્લર જવાનું પસંદ કરે છે.

જો તમે પણ આવી મહિલાઓ માંથી એક છો તો તમને જણાવી દઈએ કે તમે ઘરે કુદરતી રીતે તમારા ચહેરા પરના વાળને દૂર કરી શકો છો. આ માટે તમારે હળદર દૂધ, બેસન નો લોટ, ચણાનો પાવડર વગેરે મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરવી જોઈએ. હવે આ પેસ્ટને ચહેરા ઉપર લગાવવાથી તમારા ચહેરા પરના વાળ દૂર થઇ જશે અને ચહેરાની સુંદરતા વધશે.

આ સિવાય તમે એક ચમચી ચણાનો લોટ, 3 ચમચી દૂધ, 1 ચપટી હળદર વગેરે મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરી શકો છો અને આ મિક્સરને ચહેરા પર લગાવી રાખો છો તો તમને તરત જ સારા પરિણામ મળવા લાગે છે અને ચહેરા પર નિખાર પણ દૂર થાય છે. જોકે તમારે યાદ રાખવું જોઈએ કે આ મિક્ષણને દસથી પંદર મિનિટ કરતા વધારે સમય સુધી ચહેરા પર લગાવી રાખવું જોઈએ નહીં.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!