તમે સફેદ વાળથી પરેશાન છો તો આ વસ્તુના ઉપયોગથી વાળ થઈ જશે એકદમ ચમકદાર

દોસ્તો સામાન્ય રીતે આજે વાતાવરણમાં પ્રદૂષણ અને બહારના ભોજનને લીધે લોકોને વાળ સાથે જોડાયેલી ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જે પૈકી વાળ સફેદ થઈ જવા, ખોડોની સમસ્યા, વાળ ખરવા વગેરે વ્યક્તિને સમય પહેલા વૃદ્ધ દેખાડે છે. આ સાથે પીડિત વ્યક્તિને લોકોની સામે શરમનો પણ સામનો કરવો પડતો હોય છે.

આવી સ્થિતિમાં જો તમે વાળ સાથે જોડાયેલી આ બધી સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને વાળને મજબૂત બનાવવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચજો. કારણ કે આજે અમે તમને વાળને કાળા કરવા, ખીડીની સમસ્યા વગેરેથી રાહત આપવાના ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

સામાન્ય રીતે વાળને મજબૂત બનાવી રાખવા માટે તેની દરરોજ સારી રીતે સફાઈ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. આ સાથે તમારે વાળમાં અઠવાડિયાના એક કે બે દિવસે શેમ્પૂ કરવું જોઈએ. વળી તમારે તમારા ભોજનમાં જરૂરી પોષક તત્વો ધરાવતી ચીજ વસ્તુઓ શામેલ કરવી જોઈએ.

આ સાથે તમારે વાળને ત્રણેક મહિનામાં એક વખત ટ્રિમ પણ કરવા જોઈએ. કારણ કે વાળને ટ્રિમ કરવાથી બહુમુખી વાળ દૂર થાય છે અને વાળના ગ્રોથમાં પણ સારો એવો લાભ થાય છે. આ સાથે તમે કોઈ જગ્યાએ બહાર જઈ રહ્યા હોય તો વાળને બાંધી દેવા જોઈએ. આ ઉપાયથી તમને અવશ્ય લાભ થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને ખોડોની સમસ્યા હેરાન કરી રહી છે તો તમારે લીમડાના પાન અને બોરના પાન લઈને તેનો લેપ બનાવી લેવો જોઈએ. હવે તમારે તેને માથામાં લગાવી દેવું જોઈએ. ત્યારબાદ તમારે જ્યારે તે બરાબર સુકાઈ જાય ત્યારે તેને ધોઈ નાખવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારા વાળમાં અવશ્ય ફરક દેખાવા મળશે.

જો તમે આમળાના પાણીમાં તુલસીના પાન ઉમેરી તેનાથી વાળ ધુવો છો તો તમારા વાળ એકદમ ચમકદાર બની જાય છે. આ સાથે તમે લીંબુના રસને પાણીમાં ઉમેરી તેનાથી વાળ ધોવામાં આવે તો પણ અવશ્ય ફરક દેખાવ મળશે.

આ સિવાય તમે બે ચમચી મધ અને બે ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરીને તેમાં એક ચમચી તજ પાવડર ઉમેરી લો. હવે તમારે આ મિશ્રણને વાળમાં લગાવી દેવું જોઈએ. ત્યારબાદ તમારે અડધો કલાક માટે વાળમાં લગાવી દેવું જોઈએ. આ ઉપાયથી તમને અવશ્ય ફરક દેખાવા મળશે.

આ સિવાય નારિયેળ તેલમાં આમળાનો પાવડર ઉમેરી જ્યાં સુધી તેનો રંગ કાળો ના થઈ જાય ત્યાં સુધી ગરમ કરો. ત્યારબાદ તેને વાળમાં લગાવી દો. આ ઉપાયથી પણ તમારા વાળમાં અવશ્ય ફરક દેખાવા મળશે અને વાળ પણ કાળા થઈ જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!