આ વસ્તુઓ દૂધ સાથે ખાવાથી એસીડીટી, ગેસ જેવી બીમારીઓ થઈ શકે છે

દોસ્તો આપણા દૈનિક આહારમાં ઓછામાં ઓછા એક ગ્લાસ દૂધનો સમાવેશ કરવો જ જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે દૂધ સંપૂર્ણ આહાર છે. તેમાં પ્રોટીન, વિટામીન એ, વિટામીન બી, બી 12, વિટામીન ડી સહિતના પોષક તત્વો હોય છે. શાકાહારી લોકો માટે શરીરમાં પોષક તત્વોની ઊણપને દૂર કરવાનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે દૂધ. ઘરમાં નાના બાળકોને તો રોજ દૂધ ફરજિયાત પીવાનું હોય છે.

પરિવારના અલગ અલગ લોકોને અલગ અલગ વસ્તુઓ સાથે દૂધ આપવામાં આવે છે. જેમ કે વડિલોને હળદર સાથે, બાળકનો આવી અન્ય વસ્તુઓ ઉમેરીને દૂધ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો એવી વસ્તુઓ વિશે જેને દૂધ સાથે ભુલથી પણ પીવી જોઈએ નહીં ? આયુર્વેદમાં દૂધના વિરુદ્ધ આહાર વિશે જણાવવામાં આવ્યું છે.

આયુર્વેદ અનુસાર દૂધ પીવાથી જે લાભ થાય છે તેની સંપૂર્ણ અસર ત્યારે થાય છે જ્યારે તેને યોગ્ય રીતે અને યોગ્ય સમયે પીવામાં આવે. જેમ કે શરીર મજબૂત થાય, શક્તિ વધે અને વજન વધારવું હોય તો સવારના સમયે દૂધ પીવું જોઈએ. રાત્રે દૂધ પીવાથી તે ટોનિક જેવું કામ કરે છે.

આ સમયે અશ્વગંધાવાળું દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે અને યાદશક્તિ વધે છે. આ સાથે તેમાં ત્રિફળા પણ ઉમેરી શકાય છે. દૂધ સાથે શું ઉમેરવું એ તો જાણ્યું પણ હવે જાણી લો કઈ કઈ વસ્તુઓ સાથે દૂધ પીવું જોઈએ નહીં.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ખાટી વસ્તુ :- દૂધ સાથે ક્યારેય ખટાશ હોય તેવી વસ્તુનું સેવન કરવું નહીં. ખાટી વસ્તુઓ જેવી કે લીંબુ, દહીં, છાશ વગેરે વસ્તુઓ દૂધની સાથે કે દૂધ પીધા પછી તુરંત પીવી જોઈએ નહીં. આ વસ્તુઓ દૂધ સાથે પીવાથી એસીડીટી, ઉલટી જેવી તકલીફો થઈ શકે છે.

અડદની દાળ :- ઘણા ઘરમાં રાત્રે અડદ કે અડદની દાળ બને છે. આ સાથે જ મોટાભાગે લોકો રાતે દૂધ પણ પીતા હોય છે. તેથી જો તમે રાતના ભોજનમાં અડદ કે અડદની દાળ ખાધી હોય તો રાત્રે દૂધ પીવાનું ટાળજો. દૂધ પીવાથી પેટ સંબંધિત સમસ્યા થાય છે.

ફળ :- ફ્રુટ સલાડ અને ફ્રુટમાં દૂધ મીક્સ કરીને લોકો મિલ્ક શેક પીતા હોય છે. પરંતુ કેટલાક ફળ છે જેને દૂધ સાથે લેવા જોઈએ નહીં. જેમ કે દૂધમાં કેળા, સ્ટ્રોબેરી, અનાનસ, ઓરેન્જ જેવા ફળ ઉમેરવા જોઈએ નહીં. દૂધ ઠંડુ હોય છે અને આ ફળ ગરમ પ્રકૃતિના. તેથી તેને સાથે લેવાથી શરદી, ઉધરસ, એલર્જી થઈ શકે છે.

ડુંગળી :- દૂધ પીધું હોય ત્યારે કે તેના પછી ડુંગળીનું સેવન કરવું જોઈએ નહીં. તેનાથી શરીરમાં ત્વચાસંબંધિત સમસ્યા થઈ શકે છે. દૂધ અને ડુંગળીનું સેવન કરવાથી ધાધર, ખંજવાળ થઈ શકે છે.

સંતરા અને કેળા :- સંતરા અને દૂધને ક્યારેક એક સાથે લેવા જોઈએ નહીં. મોટાભાગના લોકો દૂધ કેળા પણ ખાતા હોય છે. આ વસ્તુ ખાવાથી પણ કફ થાય છે અને પાચનક્રિયા પણ ખરાબ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લીંબુ અને મીઠાવાળી વસ્તુઓ :- લીંબુ વાળી કે મીઠાની બનેલી વસ્તુઓ પણ દૂધ સાથે લેવી જોઈએ નહીં. આ વસ્તુઓ સાથે ખાવાથી પણ ત્વચાના રોગ થઈ શકે છે. ઘણા લોકોને ધાધર, ખંજવાળ, ખરજવું પણ થાય છે.

માછલી :- માછલી અને દૂધને પણ સાથે ન ખાવા જોઈએ. આ સાથે જ ચિકન કે અન્ય માંસાહારી વાનગીઓમાં દૂધનો ઉપયોગ ન કરવો જોઈએ.કારણ કે દૂધ સંપૂર્ણ આહાર છે જેને પચાવવામાં પણ શક્તિ લાગે છે તેવામાં માછલી, ચિકન જેવી વસ્તુઓ સાથે દૂધ લેવાથી પાચન ક્રિયા ખરાબ થઈ શકે છે. પાચન તંત્ર પર આ વસ્તુઓના સેવનથી દબાણ પડે છે.

તરબૂત સાથે દૂધ :- ઉનાળાની શરુઆત થઈ છે અને હવે દરેક ઘરમાં રાતના સમયે અચૂક ખવાશે તરબૂચ. તરબૂત ઉનાળામાં ખાવાથી શરીર હાઈડ્રેડ રહે છે કારણ કે તેમાં 96 ટકા પાણી હોય છે. આ ફળનું સેવન ઉત્તમ છે પરંતુ તેની સાથે દૂધ લેવાની ભુલ કરતાં નહીં. જો તમે તરબૂત ખાધું છે તો દૂધ પીવાનું ટાળવું જોઈએ. તરબૂત વિશે કહેવાય છે કે તેને એકલું જ સેવન કરવું જોઈએ. તેમાં અન્ય કંઈ ઉમેરવું નહીં.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!