આ છોડના ફક્ત 2 પાન ખાશો તો જિંદગીભર ડાયાબિટીસ થી રહેશો મુક્ત

દોસ્તો આપણા દરેકના ઘરમાં તુલસીનો છોડ હોય જ છે. કારણ કે આપણા ધર્મમાં તુલસીના છોડને પવિત્ર અને ચમત્કારી ગણવામાં આવે છે. દરેક ઘરમાં નિયમિત રીતે તુલસીની પૂજા થાય છે.

જો કે આ તુલસીના છોડનું મહત્વ આયુર્વેદમાં પણ દર્શાવવામાં આવ્યું છે. આમ તો તુલસીના છોડની દરેક વસ્તુ ખનિજોથી સમૃદ્ધ છે. પરંતુ તેના પાન સૌથી વધુ ઉપયોગમાં આવે છે અને ગુણકારી છે.

તાવ, શરદી, ઉધરસ કે અન્ય ઈન્ફેક્શની સમસ્યામાં તુલસીનો ભરપુર ઉપયોગ થાય છે. તુલસીને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. જેમકે તુલસીનો ઉકાળો, તુલસીવાળું દુધ, તુલસીની ચા વગેરે.

તુલસી એક નહીં અનેક રોગમાં લાભ કરે છે. કયા કયા છે આ રોગ જણાવીએ તમને. શ્વાસને લગતી તકલીફોમાં તુલસી ખૂબ લાભ કરે છે. તેના માટે પાણીમાં તુલસીના પાન, મધ અને આદું ઉમેરી ઉકાળો બનાવી તેનું સેવન કરવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નિયમિત રીતે તુલસીના 2 થી 4 પાનનું સેવન કરવાથી મોંમાં આવતી દુર્ગધ દૂર થાય છે. તુલસી અને લીંબુનો રસ સમાન માત્રામાં લઈ તેને ચેહરા પર લગાવવાથી ચહેરા પર પડતી કરચલી, ખીલ દૂર થઈ જશે.

વાળને ખરતાં અટકાવવા અને મજબૂત બનાવવા માટે તુલસીના પાનને વાટીને તેનો રસ નારિયળના અથવા ઓલિવ ઓઈલમાં મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. અઠવાડિયામાં 2 વખત આ ઉપાય કરવાથી લાભ થાય છે. ખરતાં વાળ અટકે છે ખોડો પણ મટે છે.

પથરીના અસહ્ય દુખાવાથી પણ તુલસી રાહત આપે છે. તેના માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેમાં મધ ઉમેરી પીવું જોઈએ. આ કામ નિયમિત કરવાથી પથરી યૂરીન વાટે નીકળી જાય છે.

શરીર પર થયેલી ઈજા પર તુલસીના પાન અને ફટકડી લગાવવાથી ઘા જલ્દી રુઝાય છે. ત્વચાની બળતરામાં પણ તુલસીના રસમાં તેલ ઉમેરીને લગાવવાથી રાહત મળે છે.

જો નિયમિત શરદી રહેતી હોય તો સાકર, કાળા મરી અને તુલસીના પાનને પાણીમાં ઉકાળો, પાણી અડધું રહે પછી તેને પીવાનું રાખો. તુલસીના પાનનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે. ગરમીમાં આંખોમાં બળતરા થતી હોય તો તુલસીનો અર્ક પીવાનું રાખવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જે લોકો ડીપ્રેશનનો શિકાર હોય અથવા આખો દિવસ તણાવમાં રહેતા હોય તેણે રોજ તુલસીના 10 પાન ખાવાનું રાખવું. માસિક અનિયમિત હોય તો તેને નિયમિત કરવા માટે 10 ગ્રામ તુલસીના માંજરને પાણીમાં ઉકાળીને સવારે ખાલી પેટ પી જવું.

કાનમાં સતત રહેતા દુખાવાને દુર કરવા માટે તુલસીના પાનને વાટી તેનો રસ કાઢી તેને ગરમ કરી તે ટીપા કાનમાં નાંખવા.વજન ઘટાડવું હોય તેણે દહીંમાં તુલસીના પાનાને વાટીને ઉમેરી ખાવું જોઈએ. તેનાથી વધારાની ચરબી દુર થાય છે.

વારંવાર આવતી હેડકીને દુર કરવા દર્દીને તુલસીના પાન ચાવવા આપવા. તેનો રસ ગળામાં જતા આરામ મળી જશે. તુલસીના પાનાને વાટી તેના રસને તેલમાં ઉમેરી તેના વડે દાંતની સફાઈ કરવાથી દાંતની કોઈ સમસ્યા સતાવશે નહીં.

જે વ્યક્તિ નિયમિત રીતે 5 પાન તુલસીના ખાય છે તેને કોલેસ્ટ્રોલની તકલીફ થતી નથી. સર્પદંશની સ્થિતિમાં દર્દીને તુરંત જ તુલસીના પાન પીસીને ખવડાવવાથી ઝેર ઓછું થઈ જાય છે.

ઉનાળામાં ઘણા લોકોને મૂત્રમાં બળતરા થાય છે. તેવામાં તુલસીના માંજરનો ઉપયોગ કરવાથી આરામ મળે છે. તેના માટે એક ગ્રામ માંજર, એક ગ્રામ જીરું અને ત્રણ ગ્રામ સાકર લઈ એક મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણ સવારે અને સાંજે દૂધ સાથે લેવું.

બાળકોને વાંરવાર ઉધરસ, નાક બંધ થઈ જવું, ગળામાં સોજો રહેતો હોય તો તુલસીના પાનનું શરબત આપવાથી લાભ થાય છે. આ શરબત બનાવવા માટે 50 ગ્રામ તુલસીના પાન, 25 ગ્રામ આદુ, 15 ગ્રામ મરી, મિલી પાણીમાં ઉમેરીને ઉકાળો બનાવો. પાણી ચોથા ભાગનું બાકી રહે 200 ગ્રામ સાકર ઉમેરી તેને પકાવો. સાકર બરાબર ચાસણી બને એટલે તેને કાચની બોટલમાં ભરી લો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!