તમારો ચહેરો મોદીસાહેબ અને નીતા અંબાણી જેવો ચકચકતો કરવો હોય તો કરી લો આ ઉપાય

દોસ્તો હિરોઇન જેવી ચમકતી અને સુંદર બેદાગ ત્વચા કઈ સ્ત્રીને ન જોતી હોય ? જે રીતે હિરોઈનો વધતી ઉંમર સાથે પણ સુંદર દેખાય છે તેવી ઈચ્છા દરેક સ્ત્રીને હોય છે કે તેના ચહેરા ઉપર વધતી ઉંમરની અસર ન દેખાય.

જો કે અભિનેત્રીઓ તો સુંદર દેખાવા માટે સર્જરીનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ તમે આવી સુંદર ત્વચા કોઈપણ જાતના ખર્ચ વિના ઘર બેઠા મેળવી શકો છો. અનિયમિત જીવનશૈલી, પ્રદૂષણ, પૌષ્ટિક ભોજનનો અભાવ વગેરે કારણોને લીધે શરીર અને સુંદરતા બંને પ્રભાવિત થાય છે.

આવી સ્થિતિમાં ચહેરા ઉપર ફોડલી, ખીલ, કરચલીઓ જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે. તેમાં પણ જેની ત્વચા ઓઈલી હોય તેના માટે તો સમસ્યા વધારે વિકરાળ બની જાય છે. તેવામાં આજે તમને કેટલાક ઘરગથ્થુ ફેસપેક વિશે જણાવીએ.

આ ફેસપેક એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. ખાસ વાત એ છે કે આ ફેસ પેકનો ઉપયોગ કર્યા પછી તમારી ત્વચા સુંદર , બેદાગ અને સ્વસ્થ થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. કેળાની છાલને ફેંકી દેવાના બદલે હવેથી તેનો ઉપયોગ ફેસપેક તરીકે કરજો.. તેના માટે કેળાની છાલને બારીક પીસી તેની પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન ઉપર લગાવી પંદરથી વીસ મિનિટ બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. તમે આ ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરી શકો છો. તેનો ઉપયોગ કરવાથી ઓપન પોર્સની સમસ્યાથી છુટકારો મળશે.

2. હળદર એન્ટીબેક્ટેરિયલ ગુણ થી ભરપુર છે અને ગુલાબ જળ ટોનર નું કામ કરે છે. તેવામાં હળદર અને ગુલાબ જળ થી બનાવેલ આ ફેસપેકને લગાવવાથી ત્વચા ની સમસ્યા કાયમ માટે દૂર થશે. હળદર અને ગુલાબજળને ચહેરા ઉપર 15 મિનિટ લગાવી ઠંડા પાણીથી ધોઈ લેવું.

3. ત્વચાની સુંદરતા ને જાળવી રાખવામાં વર્ષોથી મુલતાની માટીનો ઉપયોગ થતો આવે છે. આ ફેસપેક બનાવવા માટે 2 ચમચી મુલતાની માટીમાં ગુલાબજળ અથવા તો સાદું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા અને ગળા પર લગાવો. જ્યારે તે સૂકાય જાય ત્યાર બાદ તેને ઠંડા પાણીથી સાફ કરી લો.

4. લીંબુ અને મધ પણ ત્વચા ની સમસ્યાથી મુક્તિ અપાવી શકે છે. તેનો ઉપયોગ કરવાથી ખીલ પણ મટે છે. તેના માટે લીંબુનો રસ લઇ તેમાં થોડું મધ ઉમેરી મિશ્રણને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો.

5. ટામેટાનો ઉપયોગ કરવાથી નિસ્તેજ ત્વચા માં તાજગી આવે છે. ટામેટુ face clean up કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. તેના માટે ટામેટાંની બરાબર પેસ્ટ બનાવો અને ચહેરા ઉપર દસથી પંદર મિનિટ લગાવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!