દોસ્તો જરદાળુ એવું ફળ છે જે પોષક તત્વોથી ભરપૂર છે. જરદાળુ ને અંગ્રેજીમાં એપ્રિકોટ કહેવાય છે. એપ્રિકોટ માં કોપર વિટામિન એ, વિટામિન, ફાઈબર, પોટેશિયમ સહિતના પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. ભારત અને પાકિસ્તાનમાં એપ્રિકોટ ની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે. કેટલાક લોકો તેને પ્લમ તરીકે પણ ઓળખે છે.
જરદાળુ ખાવાથી સૌથી મોટો ફાયદો થાય છે કે તેનાથી આંખની બળતરા દૂર થાય છે તેમાં વિટામિન એ અને કોપરનું સારું એવું પ્રમાણ હોય છે જે આંખનું સ્વાસ્થ્ય અને તેજ વધારે છે.
જરદાળુ માં આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી અનેક પોષક તત્વો હોય છે જોકે આ ફળ સ્વાદમાં થોડું કડવું પણ હોય છે. તેનું સેવન પાણીમાં પલાળીને કરવાથી અનેક લાભ થાય છે.
1. તેનું સેવન કરવાથી એનિમિયાથી મુક્તિ મળે છે તેમાં આયરન સારા પ્રમાણમાં હોય છે જેના કારણે એનિમિયાની સમસ્યાથી છુટકારો મળે છે.
2. એપ્રિકોટમાં એસિડ તત્વ હોય છે જે સેક્સ્યુઅલ હોર્મોન્સને જાળવી રાખે છે. તેનાથી સેક્સ ડ્રાઇવ અને પ્રજનન ક્ષમતા વધે છે.
3. એપ્રિકોટ માં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે એક વખત તમે તેનું સેવન કરશો તો દિવસ ભર પેટ ભરેલું રહેશે આમ કરવાથી તમારું વજન વધતું નથી.
4. કેટેચીન્સ શરીરમાં બળતરા ની પ્રક્રિયાને અટકાવે છે. અને એપ્રિકોટ માં આ તત્વ ભરપૂર હોય છે. તેથી એપ્રિકોટ નું સેવન કરવાથી શરીરમાં થતી બળતરા દૂર થાય છે.
5. એપ્રિકોટ ભોજનની સારી રીતે પચાવવા માટે મદદ કરે છે. તેમાં રહેલું ફાઇબર ભોજનને સરળતાથી પચાવીને છે. જેના કારણે પાચનતંત્ર માટે તે ઉત્તમ સાબિત થાય છે.
6. એપ્રિકોટ માં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે આપણા ડી.એન.એ ને થતા નુકસાનથી બચાવે છે. જેના કારણે કેન્સર થવાની શક્યતા ઘટી જાય છે. એપ્રિકોટ નું શેક બનાવી ને રોજ પીવાથી કેન્સર ન થતું અટકાવી શકાય છે.
7. એપ્રિકોટ ટુ સેવન કરવાથી ફેટી લીવર ના રોગનું જોખમ ઘટે છે. આ અંગે ઉંદર પર થયેલા અધ્યયનમાં જાણવા મળ્યું કે એપ્રિકોટ ફેટી લીવર બચાવે છે.
8. એપ્રિકોટ વધતી ઉંમરે થતી આંખોની રોશની પરની અસરને અટકાવે છે. એપ્રિકોટ માં વિટામિન-એ ભરપૂર પ્રમાણમાં હોય છે જે આંખ માટે ખૂબ જ સારું છે.
9. એપ્રિકોટ માં રહેલા પોષક તત્વ સ્થૂળતા કોલેસ્ટ્રોલ ડાયાબીટીસ જેવા રોગને દૂર કરવામાં મદદ કરે છે.
10. એપ્રિકોટ માં દ્રાવ્ય પ્રકારનું ફાઇબર હોય છે જે ભોજનને પચાવવામાં મદદ કરે છે અને પિત્ત બનતું અટકાવે છે. તેના કારણે બ્લડ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટે છે.