આ કામ કરી લેશો તો, આંતરડાં બની જશે મજબૂત પછી એકેય બીમારી નહિ આવે

દોસ્તો આપણું આયુર્વેદ અનેક ઔષધીઓ નો ખજાનો છે. દરેક રોગ અને સમસ્યા માટે એક ઔષધિ નો ઉલ્લેખ આયુર્વેદમાં અચૂક મળે. તેમાંથી કેટલીક ઔષધી એવી છે જે અનેક રોગોમાં ઉપયોગી સાબિત થાય છે.

એક ઔષધિ છે જેઠીમધ. તેનું સેવન કરવાથી કંઈક રોગનું ઘર એવી કબજિયાત તુરંત મટે છે. તેનો ઉપયોગ કરવાથી તમારે દવાખાને જવાની પણ જરૂર નહીં પડે. જેઠીમધ નું સેવન કરવાથી શરદી કફ જેવી સામાન્ય તકલીફ થી લઈને પેટની સમસ્યાઓ મટે છે.

આ વસ્તુ એવી છે જે સ્વાસ્થ્ય સુધારવા ની સાથે સૌંદર્ય પણ વધારે છે. પહેલાના સમયમાં લોકો સુંદરતા વધારવા માટે પણ જેઠીમધનો ઉપયોગ કરતા. બદલતા વાતાવરણ દરમ્યાન શરીરમાં અનેક પ્રકારની સમસ્યા થાય છે.

આ સમસ્યાઓથી મુક્તિ માટે જેથીમધનો ઉપયોગ કરી શકાય છે. આજે તમને આવા જ કેટલાક રામબાણ ઈલાજ વિશે જણાવીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. જેને વારંવાર કબજિયાતની તકલીફ થઈ જતી હોય તેને રોજ સવારે જેઠીમધ વાળી ચા પીવી જોઈએ. આ ચા પીવાનું શરૂ કરશો એટલે તમારું મેટાબોલિઝમ સુધરે જશે અને યોગ્ય રીતે આંતરડાની સફાઈ થશે. આ ચા પીવાથી પેટની તકલીફો જેમકે ગેસ, અપચો, પેટ ફૂલી જવું, ફૂડ પોઇઝનિંગ, પેટના અલ્સર દૂર થાય છે.

2. જેઠીમધ નો પાવડર પીવાથી આંતરડાની ગતિ સુધરે છે. જ્યારે પણ કબજીયાત છે એવું લાગે ત્યારે તેના પાવડરને ગરમ પાણી સાથે પી લેવું. જે લોકો દિવસ દરમિયાન પાણી ઓછુ પીતા હોય છે તેમને કબજિયાત વધારે રહે છે તેવામાં જેઠીમધ નો પાવડર પીવાથી મળમાં લાડ બને છે અને પેટ બરાબર સાફ આવે છે.

3. જેઠીમધના મૂળને ગોળમાં ઉમેરીને નવશેકા પાણી સાથે પીવું જોઈએ આમ કરવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટની ગરમી દૂર થાય છે. તેનું સેવન કરવાથી પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ સ્તર ઘટે છે અને છાતીમાં બળતરા, જેઠરનો સોજો વગેરે તકલીફ દૂર થાય છે.

4. રોજ સવારે ખાલી પેટ હુંફાળા પાણી સાથે જેઠીમધ પીવાથી દિવસ દરમિયાન પેટ હલકું રહે છે અને ખોરાક બરાબર રીતે પચે છે. તેનું સેવન કરવાથી અપચો, એસિડિટી જેવી તકલીફ પણ થતી નથી.

5. પેટની બિમારી જેમ કે એસિડિટી, અપચો, ઉલટી-ઉબકા થતું હોય ત્યારે જેઠીમધ ને છાશ સાથે ઉમેરીને પી જવું જોઈએ. તેની અંદર રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો શરીરમાં આવેલા સોજાને પણ દૂર કરે છે. સેવન કરવાથી હોર્મોનલ અસંતુલન બરાબર રહે છે. મોનોપોઝ દરમિયાન થતી સમસ્યાને પણ દૂર કરવામાં તે મદદ કરે છે અને ઇમ્યૂનિટીને પણ વધારે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!