આ દાળ ખાશો તો શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જશે, આંતરડામાં ફસાયેલ કબજિયાત પણ થઈ જશે દૂર

આપણા બધાના ઘરમાં રોજ અલગ અલગ પ્રકારની દાળ બને છે. આ દાળ અનેક પોષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. પરંતુ આજે તમને જણાવીએ એવી દાળ વિશે જેનું સેવન કરવાથી તમે ક્યારેય બીમાર નહીં પડો.

આમ તો બધી જ દાળ પોષણ આપનારી હોય છે. પરંતુ તેમાં સૌથી બેસ્ટ હોય છે અડદની દાળ. અડદની ફોતરાવાળી દાળ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે લાભકારી પણ છે.

ફોતરાવાળી અડદની દાળનું સેવન કરવાથી શરીરને અઢળક લાભ થાય છે. આ લાભ વિશે આજ સુધી તમે જાણ્યું નહીં હોય. તો ચાલો આજે તમને જણાવીએ અડદની દાળનું સેવન કરવાના લાભ વિશે.

સૌથી પહેલા તો જણાવી દઈએ કે આ દાળમાં સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી6, મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પોષક તત્વોથી ભરપુર આ દાળનું સેવન સપ્તાહમાં એકવાર અચૂક કરવું જોઈએ. આ દાળ અઠવાડિયામાં એકવાર પણ ખાશો તો તમારે બીમાર પડીને ડોક્ટર પાસે નહીં જવું પડે.

1. અડદની ફોતરા વાળી દાળનું સેવન કરવાથી પાચનતંત્રની ખામીઓ દૂર થાય છે અને પાચનતંત્ર સુધરે છે. તેમાં ડાયટરી ફાયબર ભરપુર પ્રમાણમાં હોય છે. જે પાચનક્રિયાને સુધારે છે. તેના કારણે ખોરાકનું પાચન સારી રીતે થાય છે. આ ઉપરાંત તેનાથી કબજિયાત પણ દૂર થાય છે. મળ વાટે શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

2. અડદની કાળી દાળ ખાવાથી શરીરમાં ઊર્જાનું સ્તર જળવાઈ રહે છે. તેમાં રહેતા પોષકતત્વો શરીરની ઊર્જા જાળવી રાખે છે અને વધારે છે. તેનાથી રેડ બ્લડ સેલ્સ પણ વધે છે. તેના સેવનથી ઓક્સિજન શરીરના દરેક અંગ સુધી પહોંચે છે જેના કારણે શરીરમાં સ્ફુર્તિ અને ઊર્જા રહે છે.

3. જે લોકોને ડાયાબીટિસીની તકલીફ છે તેણે આ દાળ અચૂક ખાવી જોઈએ. તેનું સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલું ફાયબર શરીરમાં ઈન્સ્યુલિનને રિલીઝ કરે છે જેના કારણે સુગર લેવલ નિયંત્રિત રહે છે.

4. શરીર સ્વસ્થ રહે અને બીમારીઓ ન થાય તે માટે જરૂરી છે શરીરમાં મિનરલ ડેન્સિટી જળવાઈ રહે. કાળી અડદની દાળમાં જે ખનીજ અને વિટામીન હોય છે તે શરીરમાં મિનરલ ડેન્સિટી વધારે છે. તેનાથી હાડકા પણ મજબૂત થાય છે. જેના કારણે વધતી ઉંમરમાં પણ હાડકાં નબળા પડતા નથી. ઘણા લોકોને વૃદ્ધાવસ્થામાં હાડકા સંબંધિત બીમારીઓ થાય છે. તેનાથી આ દાળનું સેવન કરવાથી બચી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

5. સ્વસ્થ જીવન માટે જરૂરી છે હાર્ટ હેલ્ધી રહે અને હાર્ટને હેલ્ધી રાખવા માટે અડદની દાળ ઉત્તમ છે. તેમાં ફાયબર, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે રક્તવાહિની તંત્રને સુધારે છે જેના કારણે હાર્ટ સ્વસ્થ રહે છે. તે શરીરમાં કોલેસ્ટરોલના સ્તરને પણ સંતુલિત કરે છે.

6. શરીર સાથે અડળની દાળ ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. તેમાં વિટામીન અને મિનરલ્સ સારા પ્રમાણમાં હોય છે જે ત્વચાની બળતરા સહિતની સમસ્યા દૂર કરે છે. તેનું સેવન કરવાથી ડાઘ, ધબ્બા દૂર થાય છે.

7. ઘણા લોકોને સાંધાના, કમરના દુખાવા રહેતા હોય છે. આ દુખાવામાં દવા વિના રાહત જોઈતી હોય તો કાળી અડદની દાળનું સેવન કરો. સાંધાના દુખાવામાં આ દાળ ઉપયોગી સાબિત થાય છે. તેમાં વિટામીન અને ખનીજની માત્રા વધારે હોય છે જે મેટાબોલિઝમ વધે છે. તેના કારણે સ્ટ્રેસ પણ ઘટે છે.

8. આ દાળ એક ડ્યુરેટિક છે. જે પેશાબને ઉત્તેજીત કરે છે. આમ થવાથી શરીરમાંથી હાનિકારક ઝેર, યુરિક એસિડ, ચરબી જેવા હાનિકારક તત્વો પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

9. કાળી અડદની દાળ વીર્ય વર્ધક પણ છે. તેમાં પ્રોટીન મુખ્ય ઘટક છે. અન્ય દાળની સરખામણીમાં આ પ્રોટીન ઉત્તમ છે જેનાથી વીર્ય વૃદ્ધિ થાય છે.

અડદની દાળના વધારે પડતા સેવથી થતા ગેરફાયદા

કોઈ પણ વસ્તુની અતિ એ ઝેર સમાન છે. તેથી અડદની દાળનું પણ વધારે પડતું સેવન કરવાથી શરીરને આડ અસર થાય છે. વધારે પડતી આ દાળ ખાવાથી સૌથી મોટી સમસ્યા યુરીક એસિડની થાય છે.

તેનાથી શરીરમાં યુરીક એસિડનું પ્રમાણ વધે છે. આ સિવાય તેનું વધારે સેવન કરવાથી કિડનીમાં કેલિસિફિકેશન પથરીનું જોખમ વધી જાય છે. તેનાથી પિત્તાશયની પથરી પણ થાય છે. વધારે પડતું આ દાળનું સેવન કરવાથી કબજિયાત પણ થઈ શકે છે.

તેથી આ દાળનું સેવન પ્રમાણસર કરવું જોઈએ. સપ્તાહમાં એક કે બે વાર જ આ દાળનું સેવન કરવું. આ રીતે આ દાળ ખાવાથી ઉપર જણાવેલા લાભ તમને અનુભવાશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!