દોસ્તો વધતી ઉંમરમાં પુરુષોને ઉત્તેજનાની સમસ્યા થાય છે. ઓછી થતી પ્રજનન ક્ષમતા પુરુષના લગ્નજીવનને ખરાબ કરી શકે છે. આ સમસ્યાના કારણે પુરુષોને પુરુષત્વ સંબંધિત સમસ્યા થવા લાગે છે.
ધીરે ધીરે તેમને જાતીયજીવનમાંથી રસ ઉડી જાય છે. ઘણા લોકોને નાની ઉંમરમાં પણ આ તકલીફ રહે છે જેના કારણે સંતાન પ્રાપ્તિમાં સમસ્યા થાય છે. આ સમસ્યા ખૂબ ગંભીર છે. તેના ઈલાજ માટે તમને આજે આયુર્વેદિક ઉપાય જણાવીએ.
આ ઉપાય કરવાથી પુરુષને 50 વર્ષે પણ નપુસંકતામાંથી મુક્તિ મળે છે. તેના માટે 400 ગ્રામ લસણ અને 800 ગ્રામ મધ લેવું. બંને વસ્તુને એક સાથે એક વાસણમાં રાખી આ વાસણને ઘઉંના કોથળામાં એક મહિના સુધી રાખી દેવું.
30 દિવસ પછી તેને બહાર કાઢી અને નિયમિત રીતે 40 દિવસ સુધી લેવાથી નપુસંકતા દૂર થાય છે. પુરુષોની આ સમસ્યાને દુર કરવામાં ડુંગળી પણ ઉપયોગી છે. ડુંગળીના રસમાં મધ અને ઘી ઉમેરીને લેવાથી પણ ઉત્તેજના વધે છે.
આ ઉપચાર શરુ કર્યા પછી તેને સતત 30 દિવસ સુધી કરવાથી અસર દેખાવા લાગે છે. યૌન ઈચ્છા થતી ન હોય તો તેવામાં ગળોનો ઉપયોગ પણ લાભકારી સાબિત થાય છે. શરીરમાં જ્યારે બીમારી હોય ત્યારે યૌન ઈચ્છા થતી નથી.
આ સમસ્યામાં ગળોનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને યૌન સંબંધિત સમસ્યા દુર થાય છે અને ઉત્તેજના વધે છે. પુરુષોમાં સર્જાયેલી આ ખામીને દુર કરવામાં બીલીપત્ર પણ ઉપયોગી સાબિત થાય છે.
તેના માટે 20 પાન બીલીના લેવા અને તેમાં 4 બદામનો ગર્ભ ઉમેરવો. તેમાં 200 ગ્રામ સાકર ઉમેરી બરાબર વાટી લેવું. એક વાસણમાં પાણી ભરવું અને તેમાં આ મિશ્રણ ઉમેરી તેને ધીમા તાપે ઉકાળવું. આ મિશ્રણને પીવાથી નપુસંકતા દૂર થાય છે.
ઉત્તેજના જાગૃત કરતી ઔષધિઓમાં નાગોડનો પણ સમાવેશ થાય છે. તેના માટે 40 ગ્રામ નાગોડ અને 20 ગ્રામ સુંઠને વાટી ગોળી બનાવી લેવી. આ એક ગોળી રોજ દૂધ સાથે લેવી. આ સિવાય નાગોડના મૂળને વાટી તેનો લેપ લગાવવાથી પણ લાભ થાય છે.
આ સિવાય ભીંડીનો પાવડર પણ રાત્રે સુતા પહેલા એક ચમચી દૂધ સાથે લેવાથી વીર્ય વધે છે. આમળા પણ અનેક ગુણોથી ભરપુર છે. તેને ખાવાથી પુરુષોની દુર્બળતા દૂર થાય છે. આમળાનો મુરબ્બો ખાવાથી વધારે લાભ થાય છે.
આ સિવાય કેળાનું સેવન કરવાથી પણ પુરુષોની શક્તિ જાગૃત થાય છે. દરરોજ પુરુષે એક કેળું ખાવું જોઈએ. મેથી પણ પુરુષો માટે લાભકારી છે. તેના માટે બે ચમચી મેથીના જ્યુસમાં અડધી ચમચી મધ ઉમેરી પી જવું.
નપુસંકતા તુરંત દુર કરી ઉત્તેજના લાવતા પ્રયોગમાં આ સૌથી વધુ અસર કરે છે. તેના માટે વડનું દૂધ, નાળિયેરનું કોપરું, મધ અને ખાંડ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને 3થી 4 ચમચી લેવાથી નપુસંકતા દૂર થાય છે.
તલનું તેલ પણ શક્તિ વધારનાર છે. તલના તેલ અને દૂધીનો રસ એક સમાન માત્રામાં લેવો અને રાત્રે સુતા પહેલા તેના વડે શરીરમાં માલિશ કરવી. આ તેલ માથાથી પગ સુધી દરેક જગ્યાએ લગાવવું.
સ્વપ્ન દોષ હોય તો અજમાના પાન લેવા જોઈએ. તેના માટે અજમાના પાનનો રસ કાઢી અને તેમાં મધ ઉમેરી પીવાથી તુરંત લાભ થાય છે.