ગેસ અને કબજિયાતથી કંટાળી ગયા છો, ફક્ત 2 મિનિટમાં જ ફરક પડી જશે

દોસ્તો આજની ખરાબ લાઇફ-સ્ટાઇલને કારણે લોકોને વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. જેમાંથી પેટ સાથે જોડાયેલી બીમારીઓ લોકોની સૌથી વધારે હેરાન કરતી હોય છે.

જ્યારે કોઈ વ્યક્તિને પેટમાં દુખાવો, કબજિયાત, ગેસ, અપચો વગેરે ની સમસ્યા પરેશાન કરે છે ત્યારે તે સૌથી પહેલાં ડોક્ટર પાસે જઈને દવાઓ લેવાનું પસંદ કરતા હોય છે પરંતુ તમને જણાવી દઈએ કે આપણા રસોડામાં પણ એવી ઘણી ઔષધીઓ રહેલી છે.

જે આપણને આ પ્રકારના રોગોથી રાહત આપી શકે છે. જો આપણે એસિડિટી થવા પાછળના કારણો વિશે વાત કરીએ તો વધારે પ્રમાણમાં તળેલી અથવા શેકેલી ચીજવસ્તુઓનું સેવન કરવું, વધારે પ્રમાણમાં ગરમ વસ્તુઓ ખાઈ લેવી અથવા અન્ય બીજા ઘણા કારણો હોઈ શકે છે.

જ્યારે તમે એસીડીટીની સમસ્યાનો સામનો કરો છો ત્યારે પેટમાં બળતરા, છાતીમાં દુખાવો, ગળામાં ખરાશ વગેરે જેવી સમસ્યાઓ પણ પેદા થતી હોય છે. તેથી જેટલું જલદી થઈ શકે એટલું જલ્દી એસીડીટીની સમસ્યાથી છુટકારો મેળવવો જરૂરી બની જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમે પેટ સાથે જોડાયેલા આ પ્રકારના રોગોનો સામનો કરો છો તો તમારે એક ચમચી અજમા નો પાઉડર એક ચમચી સૂંઠનો પાઉડર અને ચપટી કાળું મીઠું મિક્સ કરીને એક પાઉડર બનાવી લેવો જોઈએ.

હવે તમારે આ ચૂર્ણને ગરમ પાણી સાથે મિક્સ કરીને સેવન કરવું જોઈએ. જે તમારી સમસ્યા દૂર કરવાની શક્તિ ધરાવે છે અને પેટના રોગોથી રાહત આપે છે. અજમાના બીજનો ઉપયોગ પેટ માટે પણ ગુણકારી માનવામાં આવે છે.

જ્યારે તમે અજમો સૂંઠ, અજમો અને કાળા મીઠાના મિશ્રણને પાણી સાથે ઉમેરીને ખાવ છો ત્યારે તમને અપચો થવાનો ભય રહેતો નથી. આ સાથે તમારા પેટમાં કોઈ પ્રકારનો કચરો જામી ગયો હોય તો તે પણ બહાર નિકળી જશે.

અજમો એસિડિટી થી રાહત આપવાનું કામ કરી શકે છે. આ માટે તમારે સૌથી પહેલા અજમાના પાવડરમાં લીંબુનો રસ ઉમેરી દો. ત્યારબાદ તેને સુકવીને ચપટી ભરીને કાળું મીઠું મિક્સ કરી દો.

હવે તેનું સેવન કરવામાં આવે તો એસિડિટી થવાનો ભય રહેતો નથી. એક ચમચી અજમાના પાવડરમાં કાળા મીઠા ને મિક્સ કરીને ખાવાથી ગેસ થવાનો ભય પણ રહેતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ સિવાય ૩ થી ૪ લીટર પાણીમાં ચપટી ભરીને અજમો દેવામાં આવે અને આ પાણી અડધું ન થાય ત્યાં સુધી ગરમ કરી તેનું સેવન કરી લેવામાં આવે તો પણ તમને પેટ સાથે જોડાયેલા રોગો થવાનો ભય રહેતો નથી.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!