દોસ્તો કબજિયાત એવી તકલીફ છે જે અનેક રોગને જન્મ આપે છે. તેથી કબજિયાત હોય તો તેનો ઈલાજ તુરંત કરવો જોઈએ. આવી સ્થિતિમાં આજે તમને કબજિયાત દુર કરતા કેટલાક અસરકારક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ ઉપાય કર્યાની એક જ રાતમાં તેની અસર દેખાડવા લાગે છે. અજમા અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા પાણી સાથે પીવાથી કબજિયાત દૂર થાય છે. આંતરાડમાં જામેલો જૂનો મળ કાઢવા માટે પાકા ટામેટાના રસનું સેવન કરવું.
આ રસ સવારે ખાલી પેટ થોડો ગરમ કરીને પીવો. હુંફાળા પાણીમાં થોડું મીઠું ઉમેરી રાતે પી જવાથી સવારે પેટ સાફ થઈ જાય છે. હુંફાળા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવાથી પણ કબજિયાત મટે છે.
એક કપ પાણીમાં થોડો ખજૂર રાતે પલાળી દેવો. સવારે આ ખજૂર સહિત પાણી પી જવું. ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી મધ ઉમેરીને પીવાથી પેટ સાફ થઈ જાય છે. સુકી કાળી દ્રાક્ષને રાતે પાણીમાં પલાળી સવારે તેને ખાવાથી કબજિયાત મટે છે.
રાત્રે સુતા પહેલા સંતરાનું સેવન કરવાથી પણ કબજિયાત મટે છે. ચાર ગ્રામ હરડે, એક ગ્રામ તજને પાણીમાં ઉકાળો. આ પાણીને રાત્રે પી જવાથી સવારે પેટ સાફ થઈ જાય છે. સવારે ખાલી પેટ માટલાના પાણીમાં મધ પીવું. આ ઉપરાંત રાત્રે સુતા પહેલા હુંફાળા દુધમાં મધ પીવાથી પેટ સાફ થઈ જાય છે.
અજમાના ચૂર્ણમાં સંચળ ઉમેરીને ખાવાથી કબજિયાત મટે છે. પાણીમાં તુલસીના પાન, સિંધવ અને સુંઠ ઉમેરી તેનો ઉકાળો પીવાથી જૂનો મળ દુર થાય છે. જૂની કબજિયાત મટાડવા માટે જાયફળના પાવડરમાં લીંબુનો રસ ઉમેરી ખાવાથી લાભ પણ થાય છે.
જમીને એક કલાક પછી 3 હીમેજ બરાબર ચાવીને ખાઈ જવાથી કબજિયાત થતી નથી. આંતરડામાં જામેલા મળને દુર કરવા માટે કાંદાને રાખમાં શેકી લેવા. આ કાંદાનું સેવન કરવાથી લાભ થાય છે.
કબજિયાતના કારણે પેટ ભારે રહેતું હોય અને ભુખ ન લાગતી હોય તો પીપરીમૂળ, સુંઠ, જીરું, સિધાંલૂણ, કાળા મરી સરખા ભાગે લઈ ફાકી બનાવી લેવી. આ ફાકીને જમ્યા પછી લેવાથી રાહત થાય છે. હુંફાળા દુધ અથવા પાણી સાથે વરિયાળી લેવાથી કબજિયાત મટે છે.