ગોઠણનો દુખાવો હોય તો ઓપરેશન ના કરાવતાં, આ ઉપાયથી દોડતાં થઈ જશો

દોસ્તો પગના સાંધા અને ઘુંટણનો દુખાવો એવી સમસ્યા છે, જે ભલભલાના આંખમાં આંસુ લાવી દે છે. તેમાં પણ જેને સતત ઘુંટણનો દુખાવો રહેતો હોય તેના માટે તો રોજના કામ કરવા પણ મુશ્કેલ થઈ જાય છે.

આવા લોકો માટે જમીન પર નીચે બેસવું અને ત્યાંથી ઊભા થવું મુશ્કેલ થઈ જાય છે. તેમને રોજના સામાન્ય કામમાં પણ સતત પીડાનો અનુભવ થાય છે. પગમાં વિવિધ પ્રકારના દુખાવા રહે છે.

જેમ કે ઘુંટણનો દુખાવો, સ્નાયૂમાં સમસ્યા, સંધિવા, ફ્રેકચર જેવી ઈજા વગેરે. આવી સમસ્યામાં મોટાભાગના લોકો ડોક્ટર પાસે સારવાર માટે જતા હોય છે. જેમાં ખૂબ ખર્ચ પણ થાય છે.

પરંતુ આજે તમને જણાવીએ એક પણ રુપિયા ખર્ચ કર્યા વિના આવા દુખાવાથી રાહત કેવી રીતે મેળવવી. આજે તમને ગોઠણના દુખાવાને દુર કરવાના ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

1. આવા દુખાવામાં વરદાન રુપ સાબિત થાય છે સુકી મેથી. મેથીના દાણાનો પાવડર બનાવી સ્ટોર કરી લેવો. હવે આ પાવડરને રાત્રે સુતા પહેલા એક ચમચી પાણી સાથે લઈ લેવો. આમ કરવાથી પગના દુખાવાથી રાહત મળશે. આ સિવાય તમે સુંઠ, મેથી અને હળદરને એક સમાન માત્રામાં લઈ ફાકી બનાવી લો. આ ફાકીને રોજ સવારે અને સાંજ હુંફાળા પાણી સાથે લેવી.

2. એરંડાનું તેલ પણ ગોઠણના દુખાવામાં રાહત આપે છે. અરંડાના પાન અને તેલ બંને આ ઈલાજ કરી શકે છે. તેના માટે એરંડાના પાનને કઢાઈમાં શેકી તેમાં મીઠું ઉમેરો. ત્યારબાદ તે ઠંડુ થાય પછી દુખાવો હોય ત્યાં તેને રાખી ઉપર કપડું બાંધી દો.

3. ગોઠણના દુખાવામાં સરસવના તેલથી માલિશ કરવી પણ લાભ કરે છે. એક કઢાઈમાં સરસવું તેલ લઈ તેમાં 10 કળી લસણ ઉમેરી ગરમ કરો. થોડી વાર પછી તેમાં એક ચમચી મેથી, અજમા અને સુંઠ ઉમેરો. હવે આ તેલને ગાળી લઈ તેનાથી દુખાવાની જગ્યાએ માલિશ કરો.

4. હળદર એવી ઔષધિ છે જે દરેક પ્રકારની તકલીફમાં દવા તરીકે ઉપયોગી થાય છે. પરંતુ તે ઘુટણના દુખાવાને પણ મટાડે છે. હળદરમાં એન્ટીબેક્ટેરીયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે જે દુખાવો દુર કરે છે. તેના માટે નાળિયેરના તેલને ગરમ કરી અને તેમાં હળદર ઉમેરી ગરમ કરવી. ત્યારબાદ તેને દુખાવો હોય ત્યાં લગાવી દો અને કપડું બાંધી દો.

5. કારેલા ખાવામાં કડવા હોય છે પરંતુ તેના પાન દુખાવો દુર કરનારા છે. કારેલાના પાનને વાટી અને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ જ્યાં દુખાવો હોય ત્યાં લગાવવાથી રાહત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

6. અસહ્ય દુખાવો હોય અને તુરંત રાહત જોઈતી હોય તો એક બાઉલમાં ગરમ પાણી લેવું અને તેમાં 1 ચમચી મીઠું ઉમેરી દો. હવે આ પાણીથી દુખાવો હોય ત્યાં શેક કરો. તેના માટે નેપકીનને પાણીવાળો કરી ત્યાં મુકી શકો છો. તમે પગને મીઠાના પાણીમાં બોળી પણ શકો છો.

7. નિર્ગુંડી ઔષધી પણ દુખાવા દુર કરનાર છે. તેના પાન લઈ તેને સાફ કરી તેની પેસ્ટ બનાવી લેપ તૈયાર કરો. આ લેપને પગમાં જ્યાં દુખાવો હોય ત્યાં લગાવો. આ સિવાય તમે નીર્ગુંડીના પાનને સરસવના ગરમ તેલમાં પલાળી તેના પર થોડું મીઠું લગાવી અને દુખાવો હોય ત્યાં બાંધી શકો છો. આ ઉપાયથી પણ દુખાવો દુર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!