વર્ષો જૂની કબજિયાત એક જ દિવસમાં દૂર કરવી હોય તો કરી લો આ કામ

દોસ્તો કબજિયાત એવું રોગ છે જે એકવાર શરીરમાં ઘર કરી જાય તો સરળતાથી જતો પણ નથી અને તેના કારણે શરીરમાં અન્ય બીમારીઓ પણ થવા લાગે છે. એટલે જ તો કહેવાય છે કે બીમારી નું ઘર કબજિયાત છે.

જ્યારે પેટ બરાબર સાફ ન આવે તો દિવસ પર રહે છે. આ ઉપરાંત પેટમાં દુખાવો અપચો જેવી તકલીફો પણ થાય છે. કેટલાક લોકો એવા હોય છે જેને એક દિવસ પણ પેટ સાફ ન આવે તો તબિયત બગડી જાય છે.

તેવામાં વિચાર કરો કે જે વ્યક્તિને કાયમ માટે કબજિયાતની સમસ્યા હોય તો તેની હાલત કેવી થતી હશે ? જેને કબજિયાત રહેતી હોય તેનું પેટ હંમેશા ભારે રહે છે તેઓને ભૂખ પણ લાગતી નથી અને પાચનક્રિયા પણ ખરાબ થઈ જાય છે.

એક રિપોર્ટ અનુસાર આપણા દેશમાં 22 ટકા લોકો કબજિયાતથી પરેશાન રહે છે. જેમને કબજિયાતની સમસ્યા હોય તેણે ખાવા-પીવામાં કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો કબજિયાત ને ગંભીરતાથી લેવામાં ન આવે અને તેનો ઇલાજ કરવામાં ન આવે તો ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. જે વ્યક્તિને કબજિયાત રહેતી હોય તેને પેટમાં દુખાવો, પેટ ફૂલવું, માથાનો દુખાવો, ચક્કર આવવાં, ભૂખ ઓછી લાગવી, ધબકારા વધી જવા જેવા લક્ષણો અનુભવાય છે.

જૂની કબજીયાતના દર્દીઓ એ વરિયાળી, જીરું, મેથી, અજમો અને કોથમીરનું સેવન કરવું જોઈએ. આ બધી જ વસ્તુઓ એક એક ચમચી લઇ અને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવી સવારે આ પાણીને ગાળીને ખાલી પેટ પી જવું. આ ઉપાય શરૂ કર્યાની સાથે જ તમને ફાયદો દેખાશે.

વરિયાળીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે કબજિયાતને મટાડવામાં મદદ કરે છે આ ઉપરાંત કોથમીરમાં કેલ્શિયમ ફોસ્ફરસ વિટામિન સી સાથે અન્ય પોષક તત્વો હોય છે જે કબજિયાતને દૂર કરે છે.

જીરું પણ અનેક વિટામિન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે તેમાં રહેલું ખાસ તત્વ પાચન સુધારે છે અને વજન પણ ઘટાડે છે. અજમાનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે તેનાથી માસિક નો દુખાવો કમરનો દુખાવો પણ દૂર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!