રોજ આ વસ્તુની ફાકી મારી લેશો તો કોઈ દિવસ પેટમાં ગેસ – કબજિયાત ની સમસ્યા નહિ થાય

દોસ્તો વર્તમાન સમયમાં મોટાભાગના લોકો ની લાઈફ સ્ટાઇલ દિવસભર દોડધામ ની છે. એવામાં સ્વાભાવિક છે કે ખાણીપીણીમાં ખાસ ધ્યાન ન આપી શકાય. તો વળી કેટલાક લોકો એવા હોય છે જેમની પાસે સમય હોવા છતાં સ્વાસ્થ્યને લઈને બેદરકારી દાખવે છે અને ફાસ્ટ ફૂડનું સેવન કરે છે.

આ બંને સ્થિતિમાં લોકોને સતાવે છે વધારે વજન, ડાયાબિટીસ, ગેસ, એસિડિટી જેવી તકલીફો. આમ જોવા જાવ તો દરેક ઘરમાં એક કે બે વ્યક્તિ એવી હશે કે જેને આ સમસ્યાઓ હશે. આ રોગનું મૂળ કારણ અનિયમિત જીવનશૈલી છે.

આવા રોગથી કાયમી છુટકારો મળે તેવી દરેકની ઇચ્છા હોય છે. ત્યારે આજે તમને જણાવીએ એક એવી ફાકી વિશે જે તમારી બધી જ તકલીફો ને દૂર કરી દેશે. આ ફાકી બનાવવા માટે તમારે કોઈ જ વસ્તુ બહાર લેવા જવાની જરૂર નહી પડે કારણ કે તેમાં જરૂરી વસ્તુ તમારા ઘરના રસોડામાંથી જ તમને મળી જશે.

આપણા રસોડામાં એવી અનેક વસ્તુઓ છે જેનો ઉપયોગ કરીને આપણે નાની-મોટી બીમારીઓને દૂર કરી શકીએ છીએ અને તે પણ કોઈપણ પ્રકારની આડઅસર વિના. તો ચાલો તમને જણાવીએ શરીરના અનેક રોગ અને તકલીફો ને દુર કરતી ચમત્કારિક ફાકી વિશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ફાકી બનાવવા માટે મેથી અને અજમા ની જરૂર પડશે. આ બન્ને વસ્તુઓ ને સમાન માત્રામાં લઈને તેનો પાવડર કરી લેવો. સૌથી પહેલાં જણાવી દઈએ કે આ બન્ને વસ્તુઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રામબાણ છે. તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને સાથે જ અનેક સમસ્યાઓ દૂર થાય છે.

વજન ઘટાડવું :- જે લોકોને વજન ઘટાડવું હોય તેના માટે અજમો અને મેથી વરદાન છે.. આ વસ્તુઓનું સેવન કરવાથી શરીર ઝડપથી ઘટે છે. આ બન્ને વસ્તુ માં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે અને ચરબી ઘટે છે. જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગતા હોય તો મેથી અને અજમાના પાઉડરને ગરમ પાણી સાથે લેવું.

ડાયાબિટીસ :- ડાયાબીટીસની તકલીફ હોય તેણે મેથી અને અજમાનું સેવન જરૂરથી કરવું. તેનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. મેથી અને અજમાના પાઉડરને નિયમિત રીતે સવારે પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

પાચન ક્રિયા :- જો શરીરની પાચનક્રિયા બરાબર ન હોય તો અનેક રોગ થાય છે. મેથી અને અજમાના પાવડર નું સેવન કરવાથી પેટની તકલીફો જેમકે ગેસ, અપચો, કબજિયાત, પેટ ફૂલી જવું વગેરે દૂર થાય છે. કારણકે આ પાઉડર લેવાથી પાચન ક્રિયા સુધરે છે.

શરદી ઉધરસ :- ઘણા લોકોને વારંવાર શરદી ઉધરસ થઈ જતી હોય છે આવી સ્થિતિમાં મેથી અને અજમાનું સેવન કરવાથી શરદી ઉધરસ મટે છે. તેમાં રહેલા પોષક તત્વો વાઇરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરે છે. વારંવાર જેને શરદી ઉધરસ થાય તેને હુંફાળા પાણી સાથે આ પાવડર નું સેવન કરવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

રોગપ્રતિકારક શક્તિ વધે છે :- મેથી અને અજમા નો પાવડર શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે ઇમ્યૂનિટીને સુધારવામાં મદદ કરે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!