દોસ્તો સતત દોડધામના કારણે શરીરમાં અમુક સમયે થાક અને નબળાઈ લાગે છે. આ નબળાઈને દૂર કરવા માટે કેટલાક લોકો દવાનું સેવન કરે છે. તો આવી દવા આડઅસર પણ કરે છે.
આવી દવાનું સેવન કરવાને બદલે ગોળ અને ચણા ખાવાનું રાખવું જોઈએ. ગોળ અને ચણા નિયમિત ખાવાથી શરીર ઘોડા જેવું મજબૂત થઈ જાય છે. નાની ઉંમરમાં નબળાઈ અને થાકની અનુભૂતિ ખરાબ જીવનશૈલી અને ખાણીપીણીની આદતો ના કારણે થાય છે.
બેઠાડું જીવન ના કારણે પણ આજના લોકોમાં પહેલા જેવી શક્તિ રહી નથી. નાની ઉંમરમાં બાળકોને ચશ્મા આવી જાય છે અને તેઓ સ્થૂળતાનો પણ શિકાર હોય છે. તેનું મુખ્ય કારણ છે જંકફૂડનું સેવન.
આજે ઘરમાં જો કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય તો તે પણ સ્વસ્થ જીવન જીવતા હોય છે તેનું કારણ છે કે તેઓ પહેલાના સમયમાં શક્તિ આપે તેવું ભોજન કરતાં અને એવી વસ્તુઓનો ઉપયોગ કરતા જેનાથી શરીરમાં વધતી ઉંમરની અસર ન જણાય.
ચણા અને ગોળ પણ આવી જ વસ્તુ છે જેનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. ચણા અને ગોળનું સેવન કરવાથી શરીરમાં લોહીની ખામી રહેતી નથી અને નબળાઈ પણ જણાતી નથી. ચણામાં કેલ્શિયમ ભરપૂર હોય છે અને ગોળ આયરન નો ભંડાર છે.
ગોડ શેરડી માંથી બને છે અને મીઠો હોય છે પરંતુ તે ખાંડ જેટલો હાનિકારક નથી ગોળમાં કુદરતી મીઠાશ હોય છે જે શરીરને લાભ કરે છે. તેની સાથે જણા કેલ્શિયમ ફાઇબર પોષક તત્વોથી ભરપૂર હોય છે.
જે હાડકાંને મજબૂતી આપે છે. ગોળ અને ચણા નું સાથે સેવન કરવાથી સ્નાયુ મજબૂત થાય છે. ગોળ અને ચણા નું સેવન કરવાથી શરીરને અન્ય લાભ પણ થાય છે.
આજના સમયમાં બેઠાડું જીવન શૈલીના કારણે મોટાભાગના લોકો કબજીયાત નો શિકાર રહે છે. તેવામાં ગોળ અને ચણા નું સેવન નિયમિત કરવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે અને પાચનતંત્ર પણ સુધરે છે.
દરેક માતા-પિતાની ઇચ્છા હોય કે તેના બાળકની યાદશક્તિ ખૂબ જ તેજ હોય આ કામ પણ બોર્ડ અને ચણા કરી શકે છે. ગોળ અને ચણા નું સેવન કરવાથી મગજ તેજ થાય છે અને યાદશક્તિ વધે છે. કારણ કે આ મિશ્રણ શરીરના સેરોટોનિન નામના હોર્મોનને વધારવામાં મદદ કરે છે.
તેનાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે. ગોળ અને ચણા નું મિશ્રણ ખાવાથી દાંત પણ મજબૂત બને છે. ગોળમાં ફોસ્ફરસનું પ્રમાણ સારું એવું હોય છે તેનું સેવન કરવાથી હાડકા પણ મજબૂત થાય છે.
દરેક ઘરમાં એક વ્યક્તિ તો એવી હોય છે કે જેને હાર્ટ સંબંધિત સમસ્યા હોય. આ સમસ્યામાં પણ ગોળ અને ચણા નું સેવન કરવાથી લાભ થાય છે ગોળ અને ચણા નું સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે.
જેના શરીરમાં લોહીની ખામી હોય એટલે કે એનિમિયા હોય તો તેણે નિયમિત ગોળ અને ચણા ખાવા જ જોઈએ. તેને ખાવાનું શરૂ કરવાથી શરીરમાં લોહીની ઉણપ રહેતી નથી. ખાસ કરીને મહિલાઓ એ ગોળ અને ચણા નું સેવન અચૂક કરવું જોઈએ.