ગળા કે છાતીમાં ગમે તેવો કફ ચોંટી ગયો હોય આ રીતથી તરત જ બહાર નીકળી જશે

દોસ્તો વાતાવરણમાં બદલાવ આવે એટલે ઘણા લોકોને શરદી-ઉધરસ તરત થઈ જાય છે. કેટલાકને વળી ઠંડી વસ્તુ ખાવાથી કે એલર્જીના કારણે પણ કફ, શરદી થઈ જતા હોય છે.

આ સમસ્યામાં દવા ખાવાથી થોડીવાર રાહત મળે છે પરંતુ થોડા કલાકો પછી સ્થિતિ હતી તેવીને તેવી થઈ જાય છે. આવી તકલીફમાં જરૂરી છે કે તમે વાતાવરણને અનુકૂળ ખાવા પીવામાં ફેરફાર કરો.

જ્યારે પણ શરદી-ઉધરસ થાય અને કફ જામી જાય તો ખૂબ તકલીફ થાય છે. તેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે અને સાથે જ આરામ પણ કરી શકાતો નથી. આવી સ્થિતિમાં સતત લાગે કે છાતી કે ગળામાં કંઈક ભરાઈ ગયું છે.

આ સ્થિતિમાં દવા પણ તુરંત કરવી જરૂરી છે. આમ ન કરીએ તો શ્વાસ સંબંધિત ગંભીર રોગ પણ થઈ શકે છે. કફ થઈ ગયો હોય તો તમે આ સરળ ઘરગથ્થુ ઉપાય કરીને તેમાંથી મુક્તિ મેળવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પરંતુ જો કફમાં લોહી દેખાય તો સમય બગાડ્યા વિના તુરંત ડોક્ટર પાસે પહોંચી જવું જોઈએ. તમે આ ઉપાય શરુ કરશો એટલે તમને તુરંત જ તેનાથી લાભ થતો અનુભવાશે.

1. મધ અને આદુંને બરાબર માત્રામાં લેવા અને તેને વાટી લેવા. હવે આ પેસ્ટનું સેવન દિવસમાં 3 વખત કરવું. થોડા દિવસમાં જ જામેલો કફ છુટી પડી જશે. મધ કફનાશક ગણાય છે. રાત્રે એક ચમચી મધને પાણીમાં ઉમેરીને પી જવાથી પણ કફ મટે છે.

2. લસણ તો અનેક રોગની એક દવા જેવું કામ કરે છે. લસણનું સેવન કરવાથી શરદી, કફ તુરંત મળે છે. તેના માટે લસણની કળીને વાટી તેમાં તુલસીના પાનનો થોડો રસ ઉમેરી તેને ગરમ કરીને પીવાથી કફમાં રાહત મળે છે.

3. હળદરમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે કફને જળમૂળથી દૂર કરી શકે છે. એક ગ્લાસ હુંફાળા દૂધમાં એક ચમચી હળદર ઉમેરી દેવી. તેમાં થોડા કાળા મરીનો પાવડર પણ ઉમેરો. તે ગરમ હોય ત્યારે તેમાં મધ ઉમેરો અને આ દૂધને નિયમિત રાત્રે પી જવું.

4. જામેલા કફને દૂર કરવા માટે તમે આ રીતે ઉકાળો પણ બનાવી શકો છો. તેના માટે 2 કપ પાણીમાં થોડો ફુદીનો, લવિંગ, તુલસી, કાળા મરી, આદુ અને દેશી ગોળ ઉમેરો. આ મિશ્રણને બરાબર ઉકાળી અને ઠંડુ પડે પછી પી જવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

5. કફને દુર કરવામાં ડુંગળી અને લીંબું પણ અસરકારક છે. તેના માટે ડુંગળીને પીસી લેવી. આ પેસ્ટમાં લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને એક વાટકીમાં કાઢી બરાબર ગરમ કરો. ત્યારબાદ તેમાં એક ચમચી મધ ઉમેરો. આ રીતે મિશ્રણ તૈયાર કરી તેનું સેવન દિવસમાં 2, 3 વખત કરવું.

6. કાળા મરીને પીસી તેનો પાવડર કરી લેવો. આ પાવડરને બે કપ પાણીમાં એક ચમચી ઉમેરી ઉકાળો. પાણી એક કપ જેટલું બચે એટલે તેને ગાળીને તેમાં એક ચમચી મધ ઉમેરી પી જવું. આ ઉકાળો પીવાથી ઉધરસ મટે છે અને કફ પણ દૂર થાય છે.

7. લીંબુ તો ગુણોનો ખજાનો છે. લીંબુ અને મધમાં રહેલા ગુણ કફને છુટો પાડી બહાર કાઢે છે. તેના માટે તમે તેનો ઉપયોગ ચામાં કરી શકો છો. કફ દુર કરતી ચા બનાવવા પહેલા પાણીમાં ચા પત્તિ ઉકાળી અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરી, એક ચમચી મધ ઉમેરી પી જવું.

8. જામેલા કફને દુર કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે સ્ટીમ લેવી. સ્ટીમ લેવાથી કફ તુરંત દૂર થાય છે. સ્ટીમ લેતી વખતે પાણીમાં નીલગીરીનું તેલ ઉમેરી દેવું. આ સાથે સ્ટીમ લેતા હોય ત્યારે માથું ટુવાલ વડે ઢાંકી દેવું. સ્ટીમ લેતી વખતે આંખ અને મોં બંધ રાખવા. આમ કરવાથી પણ કફ દૂર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!