આ પાંદડા ખાશો તો ડાયાબિટીસ રહેશે કન્ટ્રોલમાં

દોસ્તો કેરીની સીઝન શરુ થઈ ગઈ છે એટલે લોકોના મનમાં આંબો અને તેના પર લટકતી કેરીઓ ફરતી હશે. પરંતુ શું તમે જાણો છો કે કેરી જેટલી સ્વાદિષ્ટ હોય છે એટલા જ ગુણકારી હોય છે આંબાના પાન ?

હા, આંબાના પાન સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આજે તમને જણાવીએ કે ખાટી- મીઠી કેરી આપતા આંબાના ઝાડના પાન સ્વાસ્થ્યને કેટલા લાભ આપે છે.

આંબાના પાન ઔષધીય ગુણોથી ભરેલા છે. તેના વડે અલગ અલગ બીમારીઓનો ઈલાજ કરી શકાય છે. જે રીતે ઉનાળામાં કેરી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે તેમ આંબાના પાન પણ શરીરને લાભ કરે છે. આ પાન ઘણી બીમારીને દુર કરી શકે છે.

આ પાન એન્ટી ઓક્સિડંટ અને એન્ટી માઈક્રોબેક્ટેરિયલ ગુણોથી ભરપુર છે. આ સિવાય તેમાં વિટામિન એ, બી અને સી છે. જો કે આંબાના પાન ખાવાની પણ એક રીત છે. આંબાના એવા પાન જ લાભ કરે છે જે આછા લીલા રંગના અને નાના હોય. સ્વાસ્થ્ય માટે નવા ફુંટેલા પાન ઉપયોગી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આંબાના પાનને તોડી બરાબર રીતે સાફ કરવા. આ પાનને રાત આખી હુંફાળા પાણીમાં પલાળી રાખવા. બીજા દિવસે સવારે તેને ચાવીને ખાવા જોઈએ.

આ સિવાય તમે આવા તાજા પાનને એકસાથે તોડી તેને તડકામાં સુકાવી અને તેનો પાવડર બનાવી ઉપયોગમાં લખી શકો છો. આંબાના પાન લેતી વખતે ખાસ યાદ રાખવું કે તેનું સેવન ખાલી પેટે જ કરવું જોઈએ.

1. હાઈ બીપીને કંટ્રોલ કરવામાં આંબાના પાનનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે આ પાન ખાવા ખુબ લાભકારી છે. તેનું સેવન કરવાથી રક્તવાહિનીઓ મજબૂત થાય છે. તેનું સેવન કરવાથી બીપી કંટ્રોલમાં રહે છે.

2. જેને ડાયાબીટીસ છે તેમના માટે પણ આ પાન ઉપયોગી છે. આંબાના પાનમાં ટૈનિન ઈન્સ્યુલીન વધારવાની ક્ષમતા હોય છે જે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. તેને લેવાથી બ્લડ સુગર લેવલ ઘટે છે. રોજ સવારે 1 ચમચી આંબાના પાનનો રસ પીવાથી ડાયાબીટીસ કંટ્રોલમાં રહે છે.

3. ટાઈપ ટુ ડાયાબીટીસમાં આંબાના પાનનો ઉકાળો પીવાથી લાભ થાય છે. આંબાના પાનને પાણીમાં ઉકાળીને તેને પીવું જોઈએ. તેના માટે એક ગ્લાસ પાણીમાં 4 આંબાના પાન ઉમેરી તેને બરાબર ઉકાળો. તે ઉકળી જાય પછી તેને પી જવું. આંબાના પાનને પાણીમાં ઉકાળીઆ પાણી સવારે ખાલી પેટ પીવાથી ડાયાબીટીસ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

4. પથરીની તકલીફમાંથી મુક્તિ મેળવવી હોય તો આંબાના પાન ઉત્તમ છે. તેનું ભૂખ્યા પેટે સેવન કરવાથી કિડનીની પથરી દૂર થાય છે અને પિત્તાશયમાં પથરી થતી નથી.

5. અસ્થમાના દર્દીએ પણ આંબાના પાનનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરતા પહેલા તેમાં મધ ઉમેરવું. તેનાથી ઝડપથી લાભ થાય છે.

6. જૂની ઉધરસ અને સુકી ઉધરસને મટાડવા માટે અને શ્વાસની તકલીફોને દુર કરવા માટે પણ આંબાના પાન ઉપયોગી સાબિત થાય છે. ખાસ કરીને અસ્થમાના દર્દીએ તેનું સેવન જરુર કરવું.

7. આંબાના પાન કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે. તેમાં ફાયબર, પેક્ટિન, વિટામીન સી હોય છે જે બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. તે ધમનીઓને શુદ્ધ કરે છે.

8. આજના સમયમાં કામના કારણે ઘણા લોકો તણાવમાં રહેતા હોય છે. આ તણાવમાંથી મુક્તિ માટે આંબાના પાનનું સેવન કરી શકાય છે. સવારમાં સ્નાન કર્યા પછી આંબાના પાનની ચા બનાવીને પીવાથી તાજગી અનુભવાય છે અને માનસિક ચિંતા દૂર થાય છે.

9. કાનમાં જો સખત દુખાવો રહેતો હોય તો તેનાથી રાહત મેળવવા માટે આંબાના પાનનો રસ દુખતા કાનમાં થોડા ટીપા નાખવા. તેનાથી તુરંત રાહત મળે છે.

10. પેટ સંબંધિત સમસ્યાઓમાં પણ આંબાના પાન ઉપયોગી સાબિત થાય છે. આંબાના પાનને ગરમ પાણીમાં ઉકાળી આ પાણી હુંફાળું હોય ત્યારે ખાલી પેટ પી લેવું. તેનાથી બીમારી દુર થાય છે.

આંબાના પાન આપણા સ્વાસ્થ્યને સારું રાખવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તેનું સેવન કરવાથી શરીરની નાની-મોટી અનેક તકલીફો દુર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!