દોસ્તો સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે પોષક તત્વોથી ભરપૂર આહાર અને નિયમિત વ્યાયામ. સ્વાસ્થ્ય સારું રહે તે માટે સમયસર ભોજન કરવું પણ જરૂરી છે કારણ કે ભોજન આપણા સ્વાસ્થ્યને સૌથી વધુ અસર કરે છે.
જોકે ભોજન કર્યા પછી તમે શું કરો છો અને શું નહીં તેનો આધાર પણ તમારા સ્વાસ્થ્ય પર રહે છે. આજે તમને જણાવીએ કે જમ્યા પછી કયા કયા કામ કરવાનું ટાળવું જોઈએ.
મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે જમ્યા પછી શું ન ખાવું જોઇએ અથવા તો શું ન કરવું જોઇએ. ઘણા લોકો અજાણ તો આ ભૂલ કરી બેસે છે અને પરિણામ આવે છે કે શરીરમાં અનેક બીમારી ઘર કરી જાય છે. તો ચાલો તમને જણાવીએ કે જમ્યા પછી કયા 8 કામ ન કરવા જોઈએ.
1. જમ્યા પછી તુરંત ક્યારે ધૂમ્રપાન ન કરવું જોઈએ. આમ તો ધુમ્રપાન કરવું જ જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ જમ્યા પછી તુરંત સિગરેટ પીવાથી કેન્સર થવાની સંભાવના વધી જાય છે.
2. મોટાભાગના લોકોની આદત હોય છે કે તેઓ જમી ને તુરંત જ પાણી પી લેતા હોય છે. પરંતુ તમારી આ આદત તમને બીમાર બનાવી શકે છે. જમ્યા પછી ક્યારેય પાણી પીવું ન જોઈએ તેનાથી શરીરમાં અનેક સમસ્યાઓ થાય છે. જમ્યા પછી તુરંત પાણી પી લેવાથી પાચન પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે. પરિણામે પચ્યા વિનાનો ખોરાક શરીરમાં સડવા લાગે છે અને તે બીમારી ઉત્પન્ન કરે છે.
3. રાતે સમયે જમીને ઘણા લોકો તુરંત જ આડા પડી જાય છે. શક્ય છે કે તમે દિવસ આખો થાક્યા હોય પરંતુ તેમ છતાં પણ રાત્રે જમીને ક્યારેય સૂઈ જવું ન જોઈએ. જમ્યા પછી તુરંત સૂઈ જવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમાંથી ખાધેલો ખોરાક પચતો નથી અને ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે.
4. કેટલાક લોકો એવા હોય છે જે જમીને કામ પતાવીને તુરંત જ નહાવા જતા રહે છે પરંતુ આમ કરવાથી પણ શરીર ખરાબ થાય છે. કારણ કે જમીને તુરંત નહાવાથી રક્તપ્રવાહ વધી જાય છે જેના કારણે પાચનક્રિયા ધીમી પડી જાય છે.
5. ઘણા લોકો એવા હોય છે જેને જમ્યા પછી ચા પીવાની આદત હોય છે આ આદત પણ ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે. જમ્યા પછી પીવાથી ખાધેલો ખોરાક પચતો નથી. જેના કારણે પેટમાં દુઃખાવો એસીડીટી થઈ શકે છે.
6. ઘણા ઘરમાં નિયમો છે કે જમ્યા પછી લોકો ફળ ખાય છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જમ્યા પછી ફળ ખાવા હાનિકારક છે. જમ્યા પછી તુરંત જ ફળ ખાવાથી તેનો લાભ થતો નથી પરંતુ તેનું પરિણામ કબજિયાત તરીકે આવે છે.
7. ઘણા લોકો એવા હોય છે જે રોજ પોતાની ક્ષમતા કરતા વધારે જમી લે છે. આમ કર્યા પછી તે તુરંત જ પોતાના બેલ્ટ ઢીલા કરે છે અથવા તો પેન્ટ નું બટન ખોલે છે. આમ કરવાથી પાચનશક્તિ નબળી પડે છે અને પેટ સંબંધી સમસ્યા ભોગવવી પડે છે.
8. જે લોકો બપોરનું જમવાનું ઓફિસમાં જમે છે તેઓ આ કામ વધારે કરે છે. કામ છે જમી ને તુરંત જ ચાલવા લાગવું. વોક કરવી એ સારી આદત છે. પરંતુ જમ્યા પછી તુરંત જ ચાલવું બરાબર નથી. જમ્યા પછી તુરંત જ વોક કરવાથી રક્ત પરિભ્રમણ ઘટી જાય છે અને પાચનશક્તિ નબળી પડે છે. જો વોક કરવાની ઈચ્છા હોય તો જમ્યા પછી 15 કે 20 મિનિટ પછી જ ચાલવું.