મહિનામાં ફક્ત 2 દિવસ આ ફળ ખાશો તો ભલભલી જીવલેણ બીમારીઓ તમારાથી રહેશે કિલોમીટર દૂર

અંજીર તો તમે પણ ઘણીવાર ખાધું હશે. આ ફળને તમે ડ્રાયફ્રુટ તરીકે મોટાભાગે ખાતા હશો. બધા જ ડ્રાયફ્રુટ માં અંજીર સૌથી વધારે સ્વાદિષ્ટ હોય છે. તેનો સ્વાદ નાના-મોટા સૌ કોઈ ને ભાવે છે.

અંજીર અનેક પોષક તત્વોથી ભરપુર પણ હોય છે. તેમાં કુદરતી મીઠાશ હોય છે જે ડાયાબિટીસના દર્દીઓને પણ નડતી નથી. આ સિવાય અંજીરમાં વિટામિન એ, સી, બી, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, કોપર, કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.

અંજીર એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. અંજીરનું સેવન કરવાથી શરીરમાં ફાઈબર મિનરલ્સની ઊણપ પણ દૂર થાય છે. તેણે તમે ડ્રાયફ્રૂટ અને ફળ તરીકે પણ ખાઈ શકો છો. અંજીર ફળ સુકાય પછી તે ડ્રાય ફ્રુટ તરીકે ઉપયોગમાં આવે છે. આજે તમને જણાવીએ કે અંજીરનું સેવન કરવાથી તમને કેટલા પ્રકારના લાભ થઈ શકે છે.

રક્તશુદ્ધિ :- અંજીરનું સેવન કરવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કુદરતી રીતે થાય છે. રક્ત શુદ્ધિ માટે એક ગ્લાસ દૂધમાં ત્રણ અંજીર અને થોડી કાળી દ્રાક્ષ ઉમેરીને બરાબર ઉકાળી લો હવે આ દૂધને હૂંફાળું હોય ત્યારે પી જવું અને અંજીરને ચાવીને ખાઈ જવા. આ દૂધ રક્ત વધારનાર છે અને રક્તને શુદ્ધ પણ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હાર્ટને હેલ્ધી રાખે છે :- અંજીરમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ શરીરમાં ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. આ ફ્રી રેડિકલ્સ હ્રદયની ધમનીઓ માં જામી જાય છે અને ત્યારે હાર્ટની સમસ્યાઓ થાય છે. આ ફ્રી રેડિકલ્સને અંજીર દૂર કરી દે છે જેના કારણે આપણું હૃદય સુરક્ષિત રહે છે. આ ઉપરાંત અંજીરમાં ઓમેગા 3 અને ઓમેગા-6 ફેટી એસિડ પણ હોય છે જે અન્ય બીમારી પણ દૂર કરે છે.

કોલેસ્ટ્રોલ :- અંજીરમાં સૌથી વધુ ફાઇબર હોય છે જે પાચનતંત્ર સુધારે છે અને શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે. અંજીરમાં પેક્ટિન નામનું સોલ્યુબલ ફાઈબર હોય છે જે કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય તો હૃદય સંબંધિત બીમારી થતી નથી અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

કબજિયાત :- અંજીરનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળી જાય છે.. અંજીરમાં ડાયટરી ફાઇબર હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. તેના માટે રાત્રે થોડા પાણીમાં બેથી ત્રણ અંજીર પલાળી દેવા સવારે આ અંજીરને ચાવીને ખાઈ જવાથી પાચનતંત્ર સુધરે છે અને કબજિયાત પણ દૂર થાય છે.

હાડકાંની મજબૂતી :- અંજીરનું સેવન કરવાથી હાડકા પણ મજબુત થાય છે. કારણ કે તેમાં કેલ્શિયમ, પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે હાડકાં મજબૂત રાખવા માટે ખૂબ જરૂરી છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત રહે છે.

ક્ષયની બીમારી :- જેને ક્ષય રોગ થયો હોય તે વ્યક્તિએ નિયમિત રીતે એક અંજીર અચૂક ખાવું જોઈએ..

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વાળના ગ્રોથ માટે :- અંજીરમાં વિટામિન, પોટેશિયમ અને પોષક તત્વો હોય છે જે ખરતા વાળને અટકાવે છે. તેનું સેવન કરવાથી વાળને પોષણ પણ મળે છે અને વાળ મજબૂત અને લાંબા થાય છે.

આંખ માટે :- અંજીરમાં રહેલા પોષક તત્વો આંખ માટે પણ ફાયદાકારક છે. અંજીરનું સેવન કરવાથી આંખનું તેજ વધે છે. તાજા અંજીરને ધોઈ તેની પેસ્ટ બનાવીને તમે ચહેરા પર લગાવી શકો છો આ પેસ્ટ તમારી ત્વચા માટે સ્ક્રબ જેવું કામ કરશે અને ચહેરાની રોનક વધારશે.

વજન ઘટાડવા :- નિયમિત રીતે અંજીરનું સેવન કરવાથી શરીરની વધારાની ચરબી પણ દૂર થાય છે અને વજન ઘટી જાય છે. અંજીરમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે જે ખોરાકને બરાબર રીતે બચાવે છે અને ખોરાક બરાબર પચવાથી વજન વધતું અટકે છે. વજન ઘટાડવું હોય તો નિયમિત સવારે એક અંજીરનું સેવન કરવું જોઈએ.

એનિમિયા :- શરીરમાં રક્તની ઊણપ હોય તો તેને એનિમિયા કહેવાય છે. એનિમિયા આયર્નની ઉણપ થી થાય છે. તેવામાં અંજીર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે. અંજીર નું નિયમિત સેવન કરવાથી એનિમિયા જેવી બીમારીમાં રાહત મળે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!