પેટના રોગો દૂર કરવા હોય અને શરીરના દુખાવાથી છુટકારો મેળવવા હાલ જ કરી લો આ કામ

દોસ્તો જ્યારે આપણને કોઈ બીમારી હેરાન કરતી હોય છે ત્યારે આપણે સૌથી પહેલા દવાખાને જઈને ડોક્ટરની સલાહ લેતા હોઈએ છીએ, જે એક ખૂબ જ સારી વાત છે પંરતુ તમારે એ વાતની કાળજી લેવી જોઇએ.

વધારે પ્રમાણમાં દવાઓનું સેવન કરવામાં આવે તો તેના લીધે પાછળ જતા શરીરને નુકસાન થઈ શકે છે. તેથી તમારે શક્ય હોય ત્યાં સુધી બહારી દવાઓ ખાવાને બદલે ઘરેલુ ઉપચાર અપનાવવા જોઇએ.

હકીકતમાં આયુર્વેદમાં એવા ઘણા ઉપાયો વિશે વાત કરવામાં આવી છે, જેની મદદથી આપણે આડઅસર વિના બીમારીઓથી દૂર રહી શકીએ છીએ. આવી જ એક ઔષધિ સુવાના બીજ છે. જે દરેક ઘરમાં આસાનીથી મળી આવે છે.

જેનો ઉપયોગ કરીને તમે પેટનો દુખાવો, મોટાપો, ઝાડા જેવી ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને સુવાના બીજનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કઈ કઈ બીમારીથી દૂર રહી શકીએ છીએ, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આજકાલ જંકફુડ અને ખરાબ ભોજનનું સેવન કરવાને લીધે લોકોની પાચન શક્તિમાં ઘટાડો થઈ ગયો છે. જેના લીધે વિવિધ રોગો થવાનો ભય પણ રહેતો હોય છે પંરતુ સુવાના બીજનો ઉપયોગ કરવાથી મળ ત્યાગ કરવામાં આસાની રહે છે.

કબજિયાત, એસિડિટી જેવી બિમારીઓ હેરાન કરતી નથી. આ સાથે તેના સેવનથી પાચન શકિતમાં પણ સુધારો કરી શકાય છે. તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોને જ્યારે સાંધાના દુખાવા હેરાન કરતા હોય છે ત્યારે તેઓ સૌથી પહેલા ડોક્ટર પાસે જઈને દવાઓ લઈ આવતા હોય છે.

પંરતુ આ દવાઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય શકે છે. તેથી તમારે સુવાના બીજને ભોજનમાં શામેલ કરવા જોઈએ. જેનાથી તમારા હાડકા મજબૂત બની જશે અને દુખાવાથી પણ આરામ મળશે. આપણે બધા રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે વિવિધ પ્રકારના ઉપાયો કરતા રહીએ છીએ.

આજ ક્રમમાં તમે સુવાના બીજને ભોજનમાં શામેલ કરી શકો છો. કારણ કે તેમાં રહેલા પોષક તત્વો રોગ પ્રતિકારક શકિત મજબૂત બનાવીને તમને વિવિધ રોગોથી દુર રાખે છે. સુવાના બીજમાં રહેલા પોષક તત્વો પાચન ક્રિયા મજબૂત બનાવીને આપણે ડાયેરિયા ની સમસ્યાથી આપણને દૂર રાખી શકે છે.

તેથી જે લોકો ઝાડા, કબજિયાત, એસિડિટી વગેરેનો સામનો કરી રહ્યા હોય તેવા લોકોએ પોતાના ભોજનમાં અવશ્ય સુવાના બીજને શામેલ કરવા જોઈએ. આજના સમયમાં વધુ પ્રમાણમાં તણાવ લેવાને લીધે લોકોને અનિંદ્રા ની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જોકે સુવાના બીજમાં વિટામિન બી વધારે મળી આવે છે, જે આપણને ઊંઘ લાવવામાં તો મદદ કરે જ છે સાથે સાથે તણાવ અને ચિંતાથી પણ આરામ આપે છે. તેથી તમારે પોતાની ડાયટ માં સુવાના બીજને શામેલ કરવા જોઈએ.

સુવાના બીજ મોઢામાંથી આવતી દુર્ગંધથી પણ રાહત આપે છે. હકીકતમાં મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે સુવાના બીજ એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. આ સિવાય સુવાના બીજ ખાટા ઓડકાર, ઉલ્ટી, ઉબકા આવવા વગેરેથી પણ આરામ આપી શકે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!