દોસ્તો ડ્રાયફ્રુટ સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ હોય છે સાથે સાથે વિવિધ પ્રકારની બિમારીઓ સામે લડવાનું કામ કરી શકે છે. આવું જ એક ડ્રાય ફ્રુટ અંજીર છે, જે વિવિધ પ્રકારના પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે.
વળી અંજીરમાં બદામ કરતા પણ વધારે પોષક તત્વો મળી આવે છે. જો તમે સવારના પહોળમાં અંજીરને પલાળીને ખાવાનું શરુ કરી દો છો તો તમને ઘણા લાભ થઈ શકે છે.
આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને સવારના પહોરમાં અંજીર ખાવાથી કઈ કઈ બીમારીથી દૂર રહી શકાય છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમે આળસ, નબળાઈ, અશકિત વગેરેનો સામનો કરી રહ્યા છો.
તો તમારે ભોજનમાં અંજીરને શામેલ કરી દેવા જોઈએ. હકીકતમાં દૂધ સાથે અંજીર મિક્સ કરીને સવારે ઊઠીને ખાઈ લેવામાં આવે તો તેનાથી તમારા શરીરમાં દિવસ દરમિયાન વિશેષ પ્રકારની એનર્જી રહે છે અને તમે થાક્યા વિના કામ કરી શકો છો.
જો તમને કબજિયાત ની સમસ્યા રહેતી હોય તો તમારે ભોજનમાં અંજીરને શામેલ કરવું જોઈએ. કારણ કે તેના સેવનથી તમારા પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા મરી જાય છે અને કબજિયાતથી આરામ મળી શકે છે.
આ માટે તમારે સવારે ખાલી પેટ અંજીર ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. અંજીરની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. જેના લીધે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે, તેવા લોકોએ પોતાના ભોજનમાં અંજીરને શામેલ કરવું જોઈએ.
જ્યારે તમે અંજીરને ભોજનમાં શામેલ કરો છો તો તમને બહુ ઓછી ભૂખ લાગે છે અને તમે ભોજનથી દૂર રહી શકો છો. અંજીરમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો અને પોટેશિયમ મળી આવે છે.
જે બ્લડ પ્રેશરને કાબૂમાં કરવાનો સાથે સાથે હૃદય રોગ થી પણ રાહત આપી શકે છે. વળી અંજીરને ખાલી પેટ પલાળીને ખાવામાં આવે તો તેના લીધે શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે અને બ્લડ પ્રેશર ની સમસ્યા પણ રહેતી નથી.
હવે તમે કહેશો કે અંજીરને કેવી રીતે પલાળીને ખાવા જોઈએ તો તમને જણાવી દઈએ કે આ માટે તમારે રાતે સૂતા પહેલા અડધો કપ પાણી લઈને તેમાં ત્રણ થી ચાર અંજીર ઉમેરી દેવા જોઈએ.
સવારે ઊઠીને આ અંજીરનું સેવન કરવું જોઈએ. જોકે તમે આગાઉ થી કોઈ બીમારીનો સામનો કરી રહ્યા છો તો તમારે ડોક્ટરની સલાહ લીધા પછી જ અંજીર ખાવું જોઈએ.