રોજ સવારે નાસ્તામાં ખાઓ આ વસ્તુઓ, શરીર બની જશે પાતળું અને રહેશો હંમેશા ઉર્જાવાન

દોસ્તો કોરોના ના આજના સમયમાં દરેક વ્યક્તિ બરાબર રીતે સમજી ચૂકી છે કે જો સ્વસ્થ રહેવું હોય તો રોગ પ્રતિકારક શક્તિ જરૂરી છે. શરીર નીરોગી રહે તેમાં પ્રોટીનનો ખૂબ મોટો ફાળો હોય છે.

જો શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો વ્યક્તિ વારંવાર બીમાર પડે છે અને નબળાઈ પણ આવે છે. આવું તમારી સાથે ન થાય તે માટે આજે તમને એક સરળ રસ્તો બતાવીએ. આ રસ્તો છે કે સવારના નાસ્તામાં પ્રોટીન થી ભરપુર વસ્તુઓનું સેવન કરવું.

એ વાત તો તમે પણ જાણતા જ હશો કે સવારનો નાસ્તો શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. તેના વડે જ શરીરને દિવસ આખો કામ કરવાની એનર્જી મળે છે. તેવામાં જો તમે સવારના નાસ્તામાં કેટલીક ભૂલ કરશો તો તમારું શરીર વહેલું નબળું પડી જશે.

પરંતુ જો સવારનો નાસ્તો પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર કરશો તો તમારું શરીર શક્તિવાન રહેશે અને તમે બીમાર પણ નહીં પડો. સવારનું પૌષ્ટિક નાસ્તો શરીરને ઊર્જા આપે છે અને સાથે જ મગજની શક્તિ વધારે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

નાસ્તો બરાબર કરેલો હોય તો વારંવાર બીમારી પણ આવતી નથી. ઘણા લોકો સવારે નાસ્તો તો કરે છે પરંતુ આ નાસ્તો હેલ્ધી ને બદલે અનહેલ્ધી સાબિત થાય છે. ઘણા લોકો સવારના નાસ્તામાં પરોઠા, બ્રેડ, પુરી શાક જેવી વસ્તુઓ આરોગે છે. આ વસ્તુ શરીરને નુકસાન પહોંચાડે છે.

ત્યારે આજે તમને જણાવીએ પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર એવી વસ્તુઓ વિશે જેનું તમે સવારે નાસ્તામાં સેવન કરશો તો તમારું શરીર શક્તિવાન રહેશે અને તમે ક્યારેય નહીં પડે.

સવારે પ્રોટીનથી સભર નાસ્તો કરવાથી શરીરના સ્નાયુઓને વિકાસમાં મદદ મળે છે આ ઉપરાંત શરીરમાં સોજા, ત્વચાની સમસ્યા, હાડકા ની નબળાઈ વગેરે તકલીફો પણ દૂર થાય છે.

ફણગાવેલા કઠોળ :- ફણગાવેલા કઠોળ સ્વાદમાં સારા હોવાની સાથે ખૂબ જ ફાયદાકારક છે. આ કરોડ શરીરની રોજની ફાઇબર અને પ્રોટીનની જરૂરિયાત ને પૂરી કરે છે. આ નાસ્તો કરવાથી શરીરને જરૂરી પ્રોટીનની સાથે વિટામિન અને મિનરલ્સ પણ વધે છે જે લોકો વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય તેમણે સવારે આ નાસ્તો જ કરવો જોઈએ.

પનીર :- પનીર પ્રોટીનથી ભરપૂર છે સવારે નાસ્તામાં તમે પનીરની કોઈ પણ વાનગી નો ઉપયોગ કરી શકો છો તમે પનીરને સબ્જી કે પરોઠા માં પણ લઈ શકો છો બાળકો માટે પનીર થી બનેલો નાસ્તો ઉત્તમ ગણાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઓટ્સ ઈડલી :- જો તમે રવાની ઈડલી અને ઉત્તમ ખાઈને કંટાળી ગયા હોય તો ઓટ્સ ઈડલી ટ્રાય કરી શકો છો. તે સ્વાદમાં સારી હોવાની સાથે પ્રોટીનથી ભરપૂર હોય છે. ખાસ વાત એ છે કે આ નાસ્તો સવારે ફટાફટ બની જશે.

પૌઆ :- સવારે નાસ્તામાં પૌંઆ ખાવા એ ચલણ વર્ષોથી છે. આ વાનગી નાના-મોટા સૌ કોઈ ને ભાવે છે. જણાવી દઈએ કે પૌઆ કાર્બ, પ્રોટીન, ફાઇબર નો ઉત્તમ સ્ત્રોત છે. જો તમે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા ઇચ્છતા હોય તો તેમાં સીંગદાણાનો ઉપયોગ કરી શકો છો.

પુડલા :- ચણાના લોટના પુડલા પણ ઘણા ઘરમાં બનતા હોય છે. તમે આ પુડલાને વધારે પૌષ્ટિક બનાવવા માટે મગની દાળ, રવો, ઓટ્સ વગેરેનો ઉપયોગ પણ કરી શકો છો. આમ કરવાથી તમને રોજ અલગ-અલગ સ્વાદ મળશે અને તેનું સેવન કરવાથી શરીરની પ્રોટીનની ઉણપ પણ દૂર થઈ જશે.

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!