આ પાવડર લેશો તો સાંધાના અને હાથ-પગનાં દુખાવા ચૂંટકીમાં થઈ જશે ગાયબ

દોસ્તો વધતી ઉંમર સાથે શરીરમાં કેટલીક સમસ્યાઓ જોવા મળે છે. આવી જ એક સમસ્યા છે ગોઠણના દુખાવાની. આ સમસ્યા ખૂબ જ પીડા આપે છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આ દુખાવો વધે છે. ઘુંટણના દુખાવાને સંધિવા પણ કહેવાય છે. તેની સારવાર કરવી પણ જરૂરી હોય છે.

કારણ કે તેમ કરવાાં ન આવે તો વ્યક્તિ ચાલી પણ ન શકે તેવી હાલત થઈ શકે છે. ઘુંટણના દુખાવાથી રાહત મેળવવા માટે આજે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જાણકારી આપીએ. આ ઉપાયો કરવાથી વૃદ્ધાવસ્થામાં પણ તમે ટનાટન ચાલતા રહેશો.

ઘણા લોકો ઘુંટણના દુખાવાથી રાહત મેળવવા માટે વિવિધ તેલથી માલિશ કરતા હોય છે. પરંતુ તેનાથી થોડા સમય માટે રાહત મળે છે. પરંતુ આજે તમને એવા ઉપાય જણાવીએ જે આ તકલીફમાંથી તમને કાયમી રાહત આપશે.

ઘુંટણના દુખાવાથી રાહત માટે સરસવું તેલ, મેથી, અશ્વગંધા અને હળદર એક સમાન માત્રામાં લઈ તેનો ઉપયોગ ચૂર્ણ તરીકે કરવો. ઘુંટણના દુખાવાને મટાડવા માટે આદુ પણ ઉપયોગી છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેના માટે આદુની પેસ્ટને દુખાવાની જગ્યા પર લગાવવી જોઈએ. આદુની તાસીર ગરમ છે અને તે તુરંત દુખાવાથી રાહત આપે છે. આદુ આર્થરાઈટીસના દુખાવાથી પણ રાહત આપે છે.

ઘુંટણના દુખાવાને મટાડવા માટે સરસવનું તેલ પણ ઉપયોગી છે. સરસવના તેલની માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. આ તેલની માલિશ કોઈપણ પ્રકારના દુખાવા મટાડે છે. ઘુંટણના દુખાવામાં એક ગ્લાસ દૂધમાં 2 ચમચી હળદર ઉમેરીને રાત્રે સુતા પહેલા પી જવું.

આમ રોજ કરવાથી ઘુંટણના દુખાવા દુર થાય છે. મેથી અનેક ગુણો ધરાવે છે. તેનું સેવન કરવાથી શરીરના દુખાવા દુર થાય છે. ઘુંટણના દુખાવામાં મેથીનો ઉપયોગ કરવા માટે મેથીનો પાવડર બનાવી લેવો.

આ પાવડરને કાચની બરણીમાં ભરી લેવો. હવે રોજ સવારે હુંફાળા પાણી સાથે એક ચમચી આ પાવડર પી જવું. તમે સવારે અને સાંજે બંને સમયે પણ તેને લઈ શકો છો.

આ સિવાય એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી દાણા પલાળી દેવા. સવારે આ પાણી ખાલી પેટ પી જવું. આ ઉપાય કરવાથી પણ ઘુંટણના દુખાવામાં રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઘુંટણના દુખાવાને દુર કરવા માટે તમે અશ્વગંધા પણ ખાઈ શકો છો. તેના માટે અડધી ચમચી અશ્વગંધાના ચૂર્ણ, અડધી ચમચી સુંઠ અને એક ચપટી સાકર પાવડરને સવારે અને સાંજે પાણી સાથે લેવો. થોડા દિવસોમાં દુખાવો દુર થઈ જશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!