દોસ્તો જ્યારે આપણા શરીરમાં કોઈ જગ્યાએ નસ બ્લોક થઈ જાય છે ત્યારે લોહીનું પરિભ્રમણ અટકી જતું હોય છે અને ઘણી વખત તો નસ બ્લોક થવાને કારણે હાર્ટ એટેક આવવાનો પણ ભય રહેતો હોય છે.
તેથી જેટલું જલ્દી હોઈ શકે એટલું નસ બ્લોકેઝ થી છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલાક ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે નસ બ્લોકેજ ની સમસ્યા થી તમને રાહત આપી શકે છે.
તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોને શરીરમાં દુખાવો થવો, શરીરમાં ધ્રુજારી આવવી, શરીરનો કોઈ અંગ સુન્ન થઈ જવો, શ્વાસ ચઢી જવો વગેરે વગેરે જેવી બધી જ સમસ્યાઓ નસ બ્લોક થઈ જવાને કારણે ઉત્પન્ન થતી હોય છે.
વળી નસ બ્લોક થવાને લીધે શરીરમાં હૃદય રોગ થવાનો પણ ભય રહેતો હોય છે. જ્યારે નસ બ્લોક થઈ જાય છે ત્યારે શરીરના બધા જ અંગો સુધી લોહી પહોંચી શકતું નથી અને તેના લીધે ઉપરોક્ત બીમારીઓ આપણને હેરાન કરવા લાગે છે.
આપણા આયુર્વેદમાં એવી ઘણી ઔષધીઓ વિશે વાત કરવામાં આવી છે, જેનું સેવન કરવા માત્રથી આપણે નસ બ્લોક ની સમસ્યાથી રાહત મેળવી શકીએ છીએ અને શરીરમાં યોગ્ય રીતે લોહીનું પરિભ્રમણ પણ થઈ શકે છે.
આ સાથે આ બધી ઔષધિઓનું સેવન કરવાને લીધે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની પેદા થતો નથી, જેનાથી હૃદય રોગ થવાનો ભય પણ આપણને રહી શકતો નથી. તમને જણાવી દઈએ કે અમે જે ઔષધિ વિશે વાત કરી રહ્યા છીએ.
તે અર્જુનની છાલ છે. જે લોહીનું પરિભ્રમણ તો યોગ્ય બનાવે છે સાથે સાથે ડાયાબીટિસની સમસ્યાથી પણ રાહત આપવા માટે કામ કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને અર્જુનની છાલનું સેવન કરવાથી કઈ કઈ બીમારીઓથી દૂર રહી શકાય છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જે મહિલાઓને માસિક ધર્મ દરમિયાન સફેદ પાણી નીકળી જતું હોય તેવી મહિલાઓ એ પણ અર્જુનની છાલ નો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે જ્યારે આપણા શરીરમાં બ્લડ શુગર વધી જાય છે ત્યારે ડાયાબિટીસ થવાનો ભય રહેતો હોય છે.
પરંતુ જ્યારે તમે અર્જુન ની છાલ નો ઉપયોગ કરો છો ત્યારે તમને ડાયાબિટીસ થવાનો ભય રહેતો નથી. વળી જે લોકોને પેશાબમાં વારંવાર બળતરાની સમસ્યા થતી હોય તો તેવી મહિલાઓ માટે પણ અર્જુનની છાલ દવા સમાન સાબિત થઈ શકે છે.
જે લોકોનાં હાડકા નબળા પડી ગયા હોય તેવા લોકોએ ત્રણ મહિના સુધી અર્જુન ની છાલ નો પાવડર બનાવીને ખાવો જોઈએ આ સાથે તેના સેવનથી આપણા શરીરમાં એક વિશેષ પ્રકારની એનર્જી ઉત્પન્ન થાય છે જેના લીધે આપણે લાંબા સમય સુધી થાક અનુભવ્યા વિના કામ કરી શકીએ છીએ.
વળી જે લોકોને કોઈ જગ્યાએ ઘાની સમસ્યા થઈ હોય અને વારંવાર દવાઓ લીધા પછી પણ રૂઝ આવી રહી નથી તો તેવા લોકોએ અર્જુન ની છાલ નો પાવડર બનાવી તેમાં થોડું પાણી ઉમેરી લેપ બનાવી લેવો જોઇએ.
તેને અસરગ્રસ્ત જગ્યાએ લગાવી દેવો જોઈએ. જેનાથી ઘા પર તરત જ રૂઝ આવી જાય છે. જે લોકોને વારંવાર ગળામાં કફ જામી જવાની સમસ્યા રહેતી હોય તો તેવા લોકોએ પણ અર્જુનની છાલ નો પાવડર બનાવીને ઉપયોગ કરવો જોઈએ.
વળી તેના સેવનથી એસિડિટી અને કબજિયાત થવાનો પણ ભય પણ રહેતો નથી. આ સાથે ચામડીના રોગોને દૂર કરવા માટે પણ અર્જુનની છાલ નો પાવડર દવાની જેમ કામ કરે છે.