ઉનાળામાં ખાઈ લો આ ફળ, હૃદયરોગ અને બીજા ઘણા રોગોથી બચાવશે

દોસ્તો ઉનાળાની ઋતુમાં બે ફળ ભરપુર મળે છે. એક છે કેરી અને બીજું છે તરબુચ. આજે તમને જણાવીએ તરબૂતથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે. તરબુચનું સેવન ઉનાળામાં કરવાથી તાપ અને ગરમીથી રાહત મળે છે.

તરબુચ એન્ટી ઓક્સિડેન્ટ્સ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને બીટા કેરોટિન જેવા તત્વોનો ખજાનો છે. તેથી આ ફળ શરીર માટે ગુણકારી છે.

તરબુચ ખાવાથી પ્રોસ્ટેટ, બ્રેસ્ટ, ગર્ભાશય, ફેફસાનું કેન્સર થવાનું જોખમ ઘટે છે. તરબુચ ખાવાથી શરીરની પોષક તત્વોની જરૂરીયાત સંતોષાય છે જેના કારણે આ સમસયા થતી નથી.

તરબુચ ખાવાથી શરીર અને ત્વચા હાઈડ્રેટ રહે છે. કારણ કે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડીયમ હોય છે. આ તત્વો શરીરમાં રક્તપરિભ્રમણ સુધારે છે અને રક્તની ગતિની નિયંત્રિત કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તરબુચ ખાવાથી હાર્ટ પ્રોબ્લેમની શક્યતા પણ દુર થાય છે. આ બીમારી માટે તો તે રામબાણ છે. તરબુચ ખાવાથી હ્રદયની બીમારી તમારી આસપાસ ફરકશે પણ નહીં. કારણ કે તરબુચ ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.

તરબુચ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. કારણ કે તેમાં વિટામીન ભરપુર હોય છે. તેમાં વિટામીન એ પણ હોય છે જે આંખ માટે સારું છે. તેમાં એમિનો એસિડ પણ હોય છે જે સ્નાયુના દુખાવાથી રાહત આપે છે.

તરબુચ ખાવાથી સૌથી મોટો ફાયદો ગુસ્સો કરનારાને થાય છે. કારણ કે તેને ખાવાથી મગજ શાંત રહે છે. તેની તાસીર ઠંડી હોવાથી તે મગજને શાંત કરે છે. તરબુચ ખાવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. અને શરીરમાંથી ઝેરી તત્વો અને ચરબીનો નિકાલ થાય છે.

તરબુચ ખાવાથી ઉનાળામાં શરીર ઠંડુ રહે છે. તેના કારણે ત્વચામાં કોલેજન વધે છે જે ત્વચાની ચમક વધારે છે. તરબુચ ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીરમાં પાણીની ઉણપ રહેતી નથી.

તરબુચ ની સાથે તેના બી પણ લાભકારી છે. તેનું સેવન કરવાથી પેટની તકલીફો દુર થાય છે. તેનો ઉપયોગ કરવાથી પાચન ક્રિયા સુધરે છે. તે વાળને પણ મજબૂત બનાવે છે. તેનાથી વાળ લાંબા થાય છે. કારણ કે તેમાં લાઈકોપીન હોય છે જે વાળને ચમકીલા બનાવે છે. તેના કારણે ખોડો પણ દૂર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તરબૂતના બીમાંથી બનેલી ચા પીવાથી કિડનીની તકલીફો મટે છે. પથરીમાં પણ તરબૂચના બી લાભ કરે છે. આ ઉપરાંત વજન ઘટાડવા માટે પણ તરબૂચના બી ઉપયોગી છે. તેમાં કેલેરી ઓછી હોય છે તેથી તેનું સેવન જરૂરથી કરવું જોઈએ.

ડાયાબીટીસના રોગીએ 1 લીટર પાણીમાં એક મુઠ્ઠી તરબૂચના બી ઉકાળીને આ પાણીને ચાની જેમ પીવું જોઈએ. આ પાણી પીવાથી કોઈ બીમારીની સારવાર પછી આવેલી નબળાઈ પણ દુર થાય છે.

તરબૂચના બી યાદશક્તિ વધારે છે અને મગજને પણ તેજ કરે છે. કમળાના રોગમાં પણ તરબૂચના બી લાભકારી છે. તે શરીરનું દરેક પ્રકારના ચેપ સામે રક્ષણ કરે છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાને સુંદર બનાવે છે. તેનાથી ત્વચા પર આવેલી કરચલીઓ દુર થાય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!