દોસ્તો ખરાબ જીવનશૈલીને કારણે થતા રોગમાં સૌથી પહેલું છે ડાયાબિટીસનો રોગ. ખાણીપીણીની ખરાબ આદત ના કારણે લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય છે. ડાયાબિટીસના દર્દીઓએ શુ પ્રમાણે પોતાના આહારમાં ફેરફાર કરવા જરૂરી છે.
કારણ કે દરેક ઋતુમાં એવા ખોરાક મળતા હોય છે જેના કારણે શું કરવું પ્રમાણ વધી જાય તેથી ઋતુ પ્રમાણે સુગર ન વધારે તેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જ્યારે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનું સ્તર ઓછું થાય ત્યારે લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે.
લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધે એટલે શરીરના અન્ય અંગોને નુક્સાન થવા લાગે છે. સામાન્ય રીતે ઉનાળામાં દરેક વ્યક્તિને ખોરાકના પાચનમાં તકલીફ પડે છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓને આ સમસ્યા વધારે નડે છે.
ડાયાબિટીસના દર્દીઓને જો ખોરાકનું પાચન બરાબર ન થાય તો લોહીમાં શુગરનું પ્રમાણ ઝડપથી વધે છે. તેથી આ ઋતુ માં ડાયાબિટીસના દર્દીઓએ એવી વસ્તુઓનું સેવન કરવું જોઇએ જેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય.
ઉનાળા દરમ્યાન ઘણા ફળ છે જે શુગરને કંટ્રોલ માં રાખીને શરીરને એનર્જી આપે છે. તો આજે તમને જણાવીએ કે ઉનાળામાં તમારે કયા ફળોનું સેવન કરવું જોઈએ જે તમારી ભૂખને શાંત કરીને શરીરમાં બ્લડ શુગરને પણ કન્ટ્રોલ કરે.
બ્લુબેરી :- બ્લુબેરી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. બ્લુબેરી નું સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ છે. આ ફળનું સેવન કરવાથી વજન કંટ્રોલમાં રહે છે અને બ્લડ શુગર પણ નિયંત્રણમાં રહે છે.
જાંબુ :- ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ખૂબ જ ગુણકારી છે. જાંબુનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને અને એક ફાયદો થાય છે. જાંબુના ફળ ની સાથે તેના થડીયા પણ આ દર્દીઓ માટે લાભકારી છે.
જામફળ :- શુગરને કંટ્રોલ કરવા માટે જામફળ પણ ઉત્તમ ઉપાય છે. ઉનાળામાં શરીરને જામફળ ભરપૂર પ્રમાણમાં ફાઈબર આપે છે જે પાચનતંત્ર માટે સારું છે તેને ખાવાથી ખોરાક પણ બરાબર રીતે પચી જશે અને શુગર પણ કંટ્રોલમાં રહેશે.
પપૈયું :- ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળા દરમિયાન આહારમાં પપૈયાનું સેવન અચૂક કરવું જોઈએ. પપૈયું ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને સાથે જ શરીર હાઈડ્રેટ રહે છે. પપૈયું ખાવાથી શરીરમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર મળતું રહે છે.
સફરજન :- આમ તો સફરજન દરેક વ્યક્તિ માટે સારો વિકલ્પ છે.પરંતુ ડાયાબીટીસના દર્દીઓ માટે તે વિશેષ લાભકારક છે. ડાયાબિટીસના દર્દીએ રોજ એક સફરજન ખાવાથી બ્લડ શુગરને નિયંત્રણમાં રહે છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને પાચનક્રિયા પણ સુધરે છે.