આ વસ્તુના ઉપયોગથી તમારા ચહેરા પર એકેય કાળો ડાઘ નહિ રહે

દોસ્તો એવી કોઈ વ્યક્તિ નહી હોય કે જે સુંદર અને આકર્ષક દેખાવા માંગતો ના હોય. હાલમાં દરેક વ્યક્તિ ઉંમરના દરેક તબક્કામાં સુંદર દેખાવા માટે પ્રયત્ન કરે છે. તેના માટે લોકો ટ્રીટમેન્ટ કરાવે, મોંઘા પ્રોડક્ટ વાપરે પણ છે. ખાસ કરીને સ્ત્રીઓને સુંદર અને આકર્ષક દેખાવની ઈચ્છા વધારે હોય છે.

સ્ત્રીઓ ચહેરો સુંદર રહે તે માટે અનેક પ્રયોગો પણ કરે છે. અલગ અલગ સાબુ, ક્રીમ, પાવડર, મેકઅપ વગેરેની મદદથી દેખાવને સ્ત્રીઓ સુંદર બનાવે છે. પરંતુ આજે તમને એકદમ સરળ રીત જણાવીએ જે તમારા ચહેરાને ચમકાવી દેશે.

ત્વચા પર વધતી ઉંમરની અસર દેખાય તે સામાન્ય વાત છે પરંતુ આજની દોડધામ વાળી લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીની ખોટી આદતોના કારણે ત્વચા ઉંમર પહેલા જ ડલ અને ડેમેજ થઈ જાય છે. જેના કારણે ત્વચાનો ગ્લો છીનવાય જાય છે.

ગ્લો પાછો આવે તે માટે મહિલાઓ કલાકો સુધી પાર્લરમાં મોંઘી મોંઘી ટ્રીટમેન્ટ કરાવે છે પરંતુ તેમ છતાં ફરક જણાતો નથી. ત્યારે આ ઉપાય તમે કરવાની શરુઆત કરશો એટલે તમારી ત્વચા કુદરતી રીતે જ ચમકી જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સૌથી પહેલા તો તમારે સવારે જાગીને એક કામ કરવાનું છે કે ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો. ઠંડા પાણીથી ઓપન પોર્સ બંધ થાય છે. ઠંડું પાણી ત્વચા માટે એન્ટી રીન્કલ તત્વ તરીકે કામ કરે છે.

તેનાથી વધતી ઉંમરની અસર ચહેરા પર દેખાશે નહીં. આ પ્રયોગ કરવાથી ત્વચા પર થતી સૂર્ય પ્રકાશની અસર પણ દૂર થાય છે. ઠંડા પાણીથી ચહેરા પર જમા થયેલું ઓઈલ દૂર થાય છે.

ત્યારપછી તમારે કરવાનું છે બીજું કામ કે ત્વચાને ગુલાબ જળ અને લીંબુના મિશ્રણથી સાફ કરવાની છે. આ કામ રોજ કરવાનું હોવાથી તમે બંને વસ્તુના મિશ્રણને કાચની બોટલમાં ભરી શકો છો. ઠંડા પાણીથી ચહેરો સાફ કર્યા પછી ત્વચા પર આ મિશ્રણ લગાવો.

ચહેરાની સાથે ગરદન પર પણ તેને લગાવો. લીંબુ અને ગુલાબ જળ સાથે તમે ગ્લીસરીન પણ ઉમેરી શકો છો. તે ત્વચા માટે ક્લીન્ઝર સાબિત થશે. તેનાથી ત્વચાની ગંદકી સાફ થઈ જશે અને ત્વચા ટોન થશે.

ગુલાબજળ ત્વચાને સાફ કરે છે અને તે એક ઉત્તમ ટોનર પણ છે. તે ચહેરાને ફ્રેશ રાખે છે. ત્વચા પર ગુલાબજળનું ટોનર લગાવવાથી ત્વચા અંદરથી સાફ થશે. આ કામ કર્યા પછી ત્વચાને માફક આવે તેવું મોઈશ્ચુરાઈઝર લગાવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ત્વચા સુંદર રહે તે માટે જરૂરી છે કે શરીરમાં રહેલા ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળે. જો આ તત્વો બહાર નહી જાય તો ચહેરા પર ખીલ, ફોલ્લી, ડાઘ વગેરે જોવા મળશે. તેથી સવારે શરીરને સાફ કરવા માટે પુરતા પ્રમાણમાં પાણી કે અન્ય પ્રવાહીનું સેવન કરવું.

શરીર હાઈડ્રેટ રહેશે તો ત્વચા ડીટોક્સ થશે. તેથી શક્ય તેટલું વધારે પાણી, નાળિયેર પાણી અને ગ્રીન ટીનું સેવન કરવાનું રાખો.નિયમિત રીતે તમે આ 3 કામ કરશો એટલે થોડા જ દિવસોમાં તમે જોશો કે તમારા ચહેરા પર કુદરતી ગ્લો આવી ગયો છે અને તેના માટે તમારે વધારે મહેનત કે ખર્ચ પણ થયો નથી.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!