ફક્ત 2 મિનિટમાં ગમે તેવી એસીડીટી મટાડવા કરી લો આ કા

જ્યારે આપણી જીવનશૈલી બેઠાળુ હોય અને તે દરમિયાન આપણે વધારે પ્રમાણમાં મસાલાવાળો કે તીખો-તળેલો ખોરાક લેતા હોય છે ત્યારે શરીરમાં એસીડનું પ્રમાણ વધવા લાગે છે અને પરિણામે એસિડીટીની તકલીફ થાય છે. આ સિવાય એવી ઘણી વસ્તુઓ છે જેને ખાવાથી શરીરમાં પિત્ત વધે છે.

આ વસ્તુઓ જ્યારે શરીરમાં જાય છે ત્યારે ગેસ અને એસિડનું નિર્માણ કરે છે. તે શરીરમાંથી બહાર આવવા પ્રયત્ન કરે છે જેના કારણે છાતીમાં બળતરા, પેટમાં બળતરા થાય છે. આ સાથે જ ઘણીવાર ખાટા ઓડકાર પણ આવે છે. ટુંકમાં એસીડીટીમાં શાંતિ મળતી નથી.

તેવામાં એસિડીટીથી તુરંત રાહત અપાવે તેવા ઉપાયો વિશે આજે જણાવીએ. તો સૌથી પહેલા જાણી લો કે એસીડીટી માટે સુકી દ્રાક્ષ અકસીર છે. સુકી દ્રાક્ષને દૂધમાં ગરમ કરી લેવી. આ દૂધ નવશેકુ હોય ત્યારે પીવાથી એસીડીટી મટે છે.

રોજ એસીટીડીની તકલીફ થતી હોય તો ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરી શકાય છે. ત્રિફળાને પાણી અથવા દૂધ સાથે રાત્રે લેવાથી એસીડીટી મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એસીડીટીને દુર કરવામાં લીંબુ પાણી પણ ઉપયોગી છે. જ્યારે પણ એસિડીટી વધી જાય ત્યારે પાણીમાં લીંબુ અને સાકર ઉમેરી પી જવું. તેનાથી ખાટા ઓડકાર બંધ થાય છે.

એસીડીટીને તુરંત મટાડવા માટે લીમડાની છાલને તડકામાં સુકવી પાડવર કરી ભરી રાખો. જ્યારે પણ એસીડીટી વધે ત્યારે આ પાવડરને પાણીમાં ઉમેરી તેનું સેવન કરવાથી તુરંત રાહત થાય છે.

એસીડીટીને ઝડપથી મટાડવા માટે લવિંગ પણ અકસીર છે. લવિંગમાં એવા તત્વ હોય છે જે બળતરા મટાડે છે. બળતરાને શાંત કરવા માટે લવિંગના પાવડરનું પાણી સાથે સેવન કરવું. બળતરા તુરંત મટે છે

એસીડીટી સાથે પેટનો દુખાવો હોય ત્યારે કોથમીરનું સેવન કરવાથી લાભ થાય છે. તેના માટે કોથમીરને પીસી તેમાંથી રસ કાઢી આ રસમાં થોડું પાણી અને ખાંડ ઉમેરી તેનું સેવન કરવાથી એસીડીટી તુરંત મટે છે.

જ્યારે પણ પેટમાં દુખાવો થાય ત્યારે આ ઉપાય કરી શકાય છે. તેના માટે ભોજન કર્યા પછી છાશ પીવી જોઈએ. છાશ પીવાથી એસીડીટી અને પેટનો દુખાવો બંને મટે છે. છાશમાં લેક્ટિક એસિડ હોય છે જે પેટમાં ઠંડક કરે છે તેના કારણે એસીડીટી મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!