દોસ્તો જંગલમાં થતી આ વનસ્પતી કૌચા ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કોચાનું ફળ, તેના બીનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
કૌચાના બીજ તુરા, કડવા અને પચવામાં ભારે હોય છે પરંતુ તેના ગુણ અઢળક છે. જેમકે તે કફ દુર કરે છે, વીર્યધાતુ વધારે છે, રક્તપિત્ત, નબળાઈ, શ્વાસની સમસ્યા અને વાયુના દોષ તેમજ સાંધાના દુખાવામાંથી તો તુરંત રાહત આપે છે.
મિત્રો આજે તમને કૌચાના કેટલાક આવા જ ઉપાયો વિશે જણાવીએ. જેને કર્યા ના 3 જ દિવસમાં તમને ફરક દેખાવા લાગશે.
1. 4 લીટર દુધમાં 400 ગ્રામ કૌચાનું ચૂર્ણ ઉમેરી ઉકાળો. દુધનો માવો બની જાય એટલે તેમાં સાકરમાંથી બનાવેલી ચાસણી ઉમેરી પાક તૈયાર કરી લો.
આ પાકને સવારે તેમજ સાંજે ખાવાથી શરીરમાં શક્તિ આવે છે. તેનાથી મલાશયના વાયુથી મુક્તિ મળે છે. કૌચાને મધ સાથે લેવાથી પણ શક્તિ વધે છે.
2. કૌચાના બીજનું સેવન કરવાથી મગજની સતર્કતા પણ વધે છે. અને મગજના દોષ દુર થાય છે. જેમની યાદશક્તિ નબળી હોય કે કોઈ માનસિક સમસ્યા કે વિચારવાયુ રહેતા હોય તો તેમણે કૌચાના બીજનું સેવન કરવું જોઈએ. તેનાથી મગજ તેજ થાય છે.
3. અસ્થમાના દર્દી માટે પણ કૌચા લાભકારી છે. કૌચાના બીજ ખાવાથી અસ્થમાથી રાહત મળે છે અને રોગ મટે છે. કૌચાના બીજ દમના રોગી ખાય તો દમની સમસ્યા મટે છે.
4. વજન ઘટાડવા માટે પણ કૌચાનો ઉપયોગ કરી શકાય છે. કૌચાના બીજનું સેવન કરવાથી ચરબી ઓગળ છે. જે લોકો એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેતા હોય અને શરીરમાં દુખાવાની સમસ્યા રહેતી હોય તેમણે દવાને બદલે કૌચાના બીજi લેવા જોઈએ. સાંધાના દુખાવામાં કૌચાના પાનની પેસ્ટનો ઉપયોગ કરવાથી તુરંત લાભ થાય છે.
5. જો વારંવાર તાવ આવતો હોય તો દર્દીને કૌચાના બીજનો ઉકાળો બનાવીને આપો.
6. ચિત્તભ્રમણના દર્દીને કૌચા આપવાથી રાહત થાય છે.
7. જે લોકોને અનિંદ્રાની સમસ્યા હોય તેમણે સફેદ મુસળી ને કૌચાના બીજનું સેવન કરવું જોઈએ. તેનાથી ઊંઘ સારી આવે છે. જે લોકો અનિંદ્રાથી પીડાતા હોય તેઓ કૌચાનું સેવન કરે તો અનિંદ્રા મટે છે.
8. ડાયાબીટીસના દર્દીઓ માટે પણ કૌચાના બીજ ઉપયોગી છે. કૌચાનું સેવન કરવાથી તાણ પણ મટે છે અને મગજના રોગ પણ દુર થાય છે.
9. સંતાનપ્રાપ્તિમાં સમસ્યા થતી હોય, સ્ત્રીને ગર્ભ ન રહેતો હોય તો 100 મિલી દૂધમાં સાકર અને 6 ગ્રામ કૌચાના મૂળ ઉમેરી તેને ઉકાળી પીવાનું રાખવું. ગર્ભધારણ ઝડપથી થાય છે.
10. હાથીપગા જેવા રોગથી મુક્તિ માટે કૌચાના મૂળને વાટીને પગ પર લગાવવાથી રાહત મળે છે. જો કોઈ ઘા રુઝાતો ન હોય તો કૌચાના મૂળનો લેપ બનાવીને લગાડવાથી લાભ થાય છે.