આ ઉપાયથી પેટનો ગમે તેવો દુખાવો દૂર થઈ જશે, હૃદય બની જશે મજબૂત

આજની દોડધામ ભરેલી જીવનશૈલીના કારણે લોકો ઈચ્છા હોવા છતાં સ્વાસ્થ્ય પર બરાબર ધ્યાન આપી શકતા નથી. તેવામાં જે લોકો કલાકો સુધી સતત ઓફિસમાં બેસીને કામ કરતાં હોય છે તેમના માટે તો સ્થિતિ વધારે ખરાબ રહે છે. કારણ કે બેઠાળુ જીવનશૈલીના કારણે તેમને અનેક સમસ્યા થતી રહે છે.

તેમાં સૌથી વધારે જોવા મળે છે પેટ સંબંધિત સમસ્યાઓ. જેમાં માણસના હાલ બેહાલ થઈ જાય છે. એટલે જ તો પેટની કે અન્ય કોઈ તકલીફ થાય તો વ્યક્તિએ તુરંત જ ડોક્ટર પાસે દવા લેવા દોડવું પડે છે.

જો કે વારંવાર અને લાંબા સમય સુધી કેટલીક દવાઓ લેવાથી આડઅસર પણ થાય છે. તેથી આજે તમને આવી જ તકલીફો માટે ઘરગથ્થુ દવાઓ વિશે જણાવીએ.

આ ઘરગથ્થુ દવાઓનો ઉપયોગ કરવાથી શરીરની સમસ્યાઓ તુરંત દુર થાય છે અને તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. આ ઘરગથ્થુ વસ્તુઓ છે ગોળ અને જીરું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ બંને વસ્તુ ભોજનનો સ્વાદ વધારવાની સાથે તમારા સ્વાસ્થ્યને પણ સુધારે છે. આજે તમને ગોળ અને જીરું લેવાના ફાયદા વિશે જણાવીએ. તેના પહેલા જણાવીએ ગોળ અને જીરુંનું સ્વાસ્થ્ય વર્ધક પાણી બનાવવાની રીત.

તેના માટે સૌથી પહેલા તમારે એક તપેલામાં 1 ગ્લાસ પાણી લેવું. તેમાં એક ચમચી જીરું અને એટલો જ ગોળ ઉમેરો. ગોળ ઓગળે અને પાણી ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો. આ પાણી નવશેકું હોય ત્યારે જ પી લેવું જરૂરી છે.

પેટની તકલીફ જેમ કે ગેસ, કબજિયાત, અપચો હોય તો તેના માટે તો આ પીણું અકસીર છે. તેનું સેવન કરવાથી પાચન સુધરે છે. આ સિવાય પેટના રોગથી રાહત મળે છે. તેનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ તુરંત મટે છે. પેટમાં દુખાવો હોય ત્યારે પણ આ પાણી પીવાથી દુખાવો તુરંત મટે છે.

જ્યારે તાવ, શરદી, ઉધરસ તમારો પીછો ન છોડે ત્યારે પણ ગોળ અને જીરાનું પાણી પી શકો છો. તેને પીવાથી શરીરમાં સ્ફ્રુર્તી અને ઊર્જા આવે છે. આ પાણી પીવાથી શરીરની નબળાઈ પણ દુર થાય છે. આ સાથે જ આ પાણી પીવાથી લોહીની ઊણપ પણ દુર થાય છે.

કોરોના પછી આપણે સૌ જાણીએ છીએ કે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જરૂરી છે. રોજ આ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. નિયમિત રીતે સવારે ગોળ અને જીરાનું પાણી પીવું જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જેમને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તેઓ પણ ગોળ અને જીરાનું પાણી પીવે તો તેમને લાભ થાય છે. તેને પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ પાણી નિયમિત પીવાથી કોઈ આડઅસર થતી નથી અને તે ત્વચા માટે પણ ગુણકારી છે. તેનું સેવન કરવાથી ત્વચા પર કુદરતી ચમક આવે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!