પીળા પડેલા દાંતના કારણે ઘણી વખત શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. દાંત પીળા પડવાનું કારણ કેમિકલ, તમાકુ જેવા વ્યસન, ફુડ કલરનો વધારે ઉપયોગ અને પોષકતત્વોની ઊણપ હોય છે. આ કારણે દાંત પીળા પડવા લાગે છે અને સાથે જ નબળા પણ પડવા લાગે છે.
દાંતની ચમક વધારવા માટે અને સડો ન થાય તે માટે લોકો અલગ અલગ પ્રકારની ટુથપેસ્ટનો પણ ઉપયોગ કરે છે પરંતુ તેનાથી લાભ ત્યાં સુધી જ થાય છે જ્યાં સુધી તમે તેનો ઉપયોગ કરો. એટલે કે એ ઈલાજ કાયમી નથી.
પરંતુ આજે તમને દાંતની પીળાશ 10 જ મિનિટમાં દુર કરે અને દાંતને મજબૂત રાખતા ઉપાયો વિશે જણાવીએ. આ ઘરઘથ્થુ ઉપાયો તમને સમસ્યામાંથી કાયમી મુક્તિ આપશે. તો ચાલો જાણી લો ફટાફટ દાંત ચમકાવતા ઉપાયો વિશે.
એક વાટકીમાં અડધી ચમચી બેકિંગ સોડા, તેનાથી ચોથા ભાગનો ફુદીનાનો પાવડર, થોડા ટીપા લીંબુનો રસ અને એક ટીપું પીપરમીન્ટ ઓઈલ લેવાનું. આ વસ્તુઓને મિક્સ કરી તેનાથી દાંત પર બ્રશ કરો.
બ્રશ કરી આ મિશ્રણને થોડીવાર દાંત પર રહેવા દો. ત્યારપછી કોગળા કરી લેવા. તેનાથી દાંતની પીળાશ દુર થશે અને દાંતનો સડો પણ દુર થાય છે.
લીંબુની છાલને રસ કાઢીને ફેંકી ન દેવી. તેના પર સિંધવ નમક ઉમેરી દાંત પર ઘસવાથી દાંત સફેદ થાય છે.
ઘરે ચુલો કે સગડી કરતાં હોય તો તેમાં જે કોલસાને બાળવાથી રાખ થઈ હોય તેનો ઉપયોગ દાંત પર કરશો તો દાંતની પીળાશ તુરંત દુર થશે. તેના માટે રાખને બરાબર ચાળી લો અને તેનો ઝીણો પાવડર અલગ કાઢી તેનાથી દાંત પર બ્રશ કરવું.
એક વાટકી પાણીમાં એક લીંબુનો રસ ઉમેરી તેનાથી કોગળા કરવાથી દાંતની પીળાશ દુર થાય છે અને મોંમાંથી આવતી દુર્ગંધ પણ દુર થાય છે. તેની સાથે દાંતનો સડો પણ દુર થાય છે.
સંતરાની છાલ, તુલસીના પાનને સુકાવી પાવડર બનાવી લેવો. આ પાવડરથી નિયમિત દાંત પર મસાજ કરવી. તેનાથી દાંત સફેદ થાય છે અને સડો પણ મટે છે.
એક ચમચી નાળિયેરના તેલમાં બેકિંગ સોડા ઉમેરી દાંત પર તેનાથી મસાજ કરો. તેનાથી દાંત પર જામેલો ક્ષાર દુર થાય છે. આ સિવાય કોગળા કરવાના પાણીમાં એક ચમચી નાળિયેર તેલ ઉમેરી તેનો ઉપયોગ કરવો. તેનાથી દાંત સફેદ થાય છે.
પાકુ કેળું પણ દાંતને સફેદ બનાવવામાં મદદ કરે છે. કારણ કે તેની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ હોય છે. તેનાથી દાંત સફેદ અને મજબૂત થાય છે. તેના માટે પાકા કેળાની છાલનો અંદરનો ભાગ દાંત પર 2 મિનિટ સુધી ઘસવો. તેનાથી દાંતની પીળાશ દુર થાય છે.
જામફળના પાનની પેસ્ટ બનાવી અને તેનાથી દાંત સાફ કરવાથી દાંત સફેદ થાય છે અને સડો પણ મટે છે.