ડાયાબિટીસ અને હૃદયની તમામ બીમારીઓ મટાડવા ઘરની આ વસ્તુ છે ઘણી ઉપયોગી

દોસ્તો દૂધી એવું શાક છે જેને ખાવું બધાને પસંદ નથી હોતું. પરંતુ આજ પછી તમે દૂધી હોંશે હોંશે ખાશો. કારણ કે આજે તમને દૂધીથી થતા એવા લાભ વિશે જાણવા મળશે જેના વિશે આજ સુધી જાણ્યું નહીં હોય.

ઉનાળામાં દૂધી ખાવી ખૂબ જ લાભકારી છે કારણ કે દૂધમાં પાણીનું પ્રમાણ કુદરતી રીતે વધારે હોય છે. તેથી આ ઋતુમાં આ શાક અચુકથી ખાવું જોઈએ. તેનાથી શરીરના અનેક રોગ પણ દુર થાય છે.

દૂધીમાં સોડિયમ, પોટેશિયમ અને ખનીજ તત્વો ભરપુર હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. દૂધીનું જ્યુસ તો આયરનનો ખજાનો હોય છે જેનું સેવન કરવાથી લોહીની ઊણપ એટલે કે એનીમિયા મટે છે.

જો શરીરમાં સ્ફુર્તિનો અભાવ જણાતો હોય તો રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ દૂધીનો રસ પીવાનું શરુ કરો. દિવસ આખો તમારો તાજગીથી પસાર થશે. ખાલી પેટ દૂધીનો રસ પીવાથી શરીરમાંથી ટોક્સીન બહાર નીકળી જાય છે. દૂધીના રસમાં 98 ટકા એન્ટીઓક્સીડેંટ હોય છે. જે શરીરને ઠંડક આપે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

લીવરને લગતી કોઈ સમસ્યા હોય તેણે પણ દૂધીનું જ્યુસ પીવું જોઈએ. દૂધીનો રસ કે જ્યૂસ બનાવીને પીવાથી લીવરની બળતરા અને સોજો દૂર થાય છે. અને લીવર સ્વસ્થ રહે છે.

જે લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય તેણે પણ દરરોજ ખાલી પેટ દૂધીનો રસ પીવો જોઈએ. તેનાથી ચરબી ઘટે છે. આ સિવાય તેનાથી હાર્ટ પ્રોબ્લેમ અને ડાયાબીટીસના દર્દીઓને પણ લાભ થાય છે.

દૂધીના રસમા મધ ઉમેરીને પીવાથી શરીરમાં એસિડનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે. તેનાથી એસીડીટીની તકલીફ મટે છે.

દૂધીમાં ફોસ્ફરસનું પ્રમાણ પણ સારું એવું હોય છે. તેમાં મધ ઉમેરીને પીવાથી દાંત મજબૂત રહે છે. દૂધીનો રસ પીવાથી શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ જળવાઈ રહે છે. જેના કારણે સ્નાયૂ પણ મજબૂત રહે છે.

રોજ સવારે દૂધીનો રસ પીવાથી સફેદ વાળ, ખરતા વાળની તકલીફ દૂર થાય છે. દૂધીના રસમાં લીંબુનો રસ ઉમેરીને તેનું સેવન કરવાથી પેશાબની બળતરા તેમજ પેશાબ સંબંધિત અન્ય સમસ્યાઓ દુર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

દૂધીના બી, દાડમના સુકા દાણા, ખડસલી, ધન, આંબા હળદર, આસોપાલવના બી, ગંધક, સિંધવ, હિંગળો, ટેકણ દરેક વસ્તુ પા તોલા લઈ તેમાં કુઠારાનો રસ ઉમેરી ગોળી બનાવી લેવી. આ ગોળીનું સેવન કરવાથી પેટના કૃમિ, કોઢ, ઉંદરી, રક્ત વિકાર મટે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!