પાણીમાં આ વસ્તુ મિક્સ કરીને પી લેશો તો કબજિયાત અને આધાશીશી થઇ જશે ગાયબ

દોસ્તો કહેવાય છે ને કે વ્યક્તિના દિલ સુધીનો રસ્તો પેટથી થઈને જાય છે. આ વાત સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ એકદમ સાચી છે. દરેક સમસ્યા પેટથી જ શરૂ થાય છે.

ચટપટું ભોજન, મસાલેદાર ભોજન સ્વાદમાં તો ખૂબ જ સારા હોય છે પરંતુ જ્યારે તે પેટમાં જાય ત્યાર પછી એસીડીટી, કબજિયાત, માથાનો દુખાવો સહિતની સ્વાસ્થ્ય સમસ્યાઓને આમંત્રણ આપે છે.

જો તમારે આ બધી જ સમસ્યાઓથી કાયમ માટે મુક્તિ મેળવવી હોય તો તમને તેનો એક સરળ રસ્તો દેખાડીએ. આ રસ્તો છે ગોળ અને જીરું.

શરીરમાં પેટ સંબંધિત સમસ્યાઓ હોય કે પછી લોહીની ઉણપ, માસિક સમયની સમસ્યા, શરીરનું વજન વધારે કે પછી સીઝનલ બીમારીઓ આ બધી જ તકલીફોમાં પણ ગોળ અને જીરાનું પાણી તમને દવા જેવું અસર કરશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તો સૌથી પહેલાં જણાવી દઈએ કે સ્વાસ્થ્યવર્ધક ગોળ અને જીરા નું પાણી કેવી રીતે બનાવવાનું છે. ગોળ અને જીરા નું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક તપેલામાં એક કપ પાણી લો અને તેને ઉકાળો.

પાણી ઉકળે એટલે તેમાં એક ચમચી જીરૂં નાખો અને એક ચમચી ગોળ ઉમેરો. ત્યાર પછી પાંચ મિનિટ સુધી પાણી ઉકાળો અને પછી ગેસ બંધ કરી દો. આ પાણીને ગાળી લો અને નવશેકું હોય ત્યારે જ તેનું સેવન કરો.

જે લોકોને વારંવાર શરદી, તાવ, માથાનો દુખાવો જેવી તકલીફો થતી હોય તેના માટે આ પાણી ખૂબ જ લાભદાયક છે. આ પાણી નિયમિત પીવાથી શરીરમાં લોહીની ઉણપ પણ રહેતી નથી અને થાક પણ લાગતો નથી.

જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેને દિવસમાં બે વખત આ પાણી અચૂક પીવું જોઈએ. ખાસ કરીને મહિલાઓ હોય તો નિયમિત આ પાણી પીવું જ જોઇએ. તેનાથી માસિક સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ રહેતી હોય એટલે કે પાચનતંત્ર બરાબર કામ ન કરતું હોય અને ખાધેલું ભોજન બરાબર ન પચતું હોય તો ગોળ અને જીરાનું પાણી પીવાથી લાભ થાય છે. પાચનતંત્ર ની સમસ્યાઓ દૂર કરવા માટે દરરોજ સવારે ખાલી પેટ ગોળ અને જીરાનું પાણી પીવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હાઇબ્લડપ્રેશરના દર્દીઓ જો આ પાડી નિયમિત પીએ તો તેમનું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. આ પાણી નિયમિત પીવાથી ત્વચા અને વાળની સમસ્યાઓ પણ દૂર થાય છે. તેનાથી ત્વચા પર નિખાર આવે છે અને ખીલની તકલીફ પણ રહેતી નથી.

અસ્થમામાં અલ્સર એસિડિટી જેવી તકલીફો જેમણે હોય તેમણે પણ નિયમિત આ પાણી પીવું જોઇએ તેનાથી ધીરે ધીરે તમારી સમસ્યાઓ દૂર થવા લાગશે.

જો સવારે જાગ્યા પછી પણ તમને સુસ્તી અને ઊર્જાનો અભાવ જણાતો હોય તો સવારે ભૂખ્યા પેટે ગોળ અને જીરાનું પાણી પીવું. તેનાથી દિવસ પર સ્ફૂર્તિ જળવાઈ રહેશે અને શરીરમાંથી ચરબી પણ ઓછી થશે.

જેને ગેસ અને પેટમાં દુખાવો અપચો રહેતો હોય તેને જમ્યા પછી ગોળ અને જીરાનું પાણી પીવું જોઇએ તેનાથી ખાધેલું ભોજન બરાબર પચે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!