વાળની તમામ તકલીફો દૂર કરવા સાથે બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં ઉપયોગી છે આ વસ્તુ

મિત્રો ડુંગળીનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. ડુંગળી સ્વાદ વધારનાર સાથે સ્વાસ્થ્ય માટે લાભકારી પણ છે. પરંતુ તમે જાણતા નહીં હોય કે ડુંગળી જેટલા જ ગુણકારી અને લાભકારી તેના ફોતરાં પણ હોય છે.

ડુંગળીમાં જે તત્વો હોય છે તેનાથી શરીરના રોગ અનો દોષ દુર થાય છે. આજ સુધી તમે પણ ડુંગળીનો ઉપયોગ કરી ફોતરાં ફેંકી દેતા હશો. પરંતુ આજ પછી તમે આવું કરશો નહીં.

ડુંગળીના ફોતરાનો ઉપયોગ કરીને તમે ત્વચા, વાળ અને શરીરની બીમારીઓને દુર કરી શકો છો. એક સંશોધન અનુસાર ડુંગળીના ફોતરામાં ફળ કરતાં પણ વધારે એન્ટી ઓક્સીડેન્ટ છે. તેનો ઉપયોગ કરીને રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ખાસ કરીને ત્વચાની સમસ્યા, સ્કીન એલર્જી, ખંજવાળ સહિતની તકલીફોમાં ડુંગળીની છાલ લાભકારી છે. તેના માટે ડુંગળીની છાલનું પાણી ત્વચા પર લગાવવાથી ખંજવાળ મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો ત્વચા પર ફોડલી કે ખીલ થયા હોય તો ડુંગળીના ફોતરાની પેસ્ટ બનાવી લગાવવી. તેનાથી ફોડલી અને ડાઘ બંને દુર થાય છે. ડુંગળીના ફોતરાની પેસ્ટ કરવા માટે પહેલા ડુંગળીની છોલે મિક્સરમાં ઉમેરો તેમાં થોડી હળદર અને મધ ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ લગાવવી.

જેમને ગળા સંબંધિત સમસ્યા હોય તેમણે ડુંગળીના ફોતરાનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે પીવાના પાણીમાં ફોતરા ઉમેરી પાણીને ઉકાળી લેવું. આ પાણી હુંફાળુ હોય ત્યારે તેનાથી કોગળા કરવા. તેનાથી ગળુ ખુલે છે અને ખરાશ પણ મટે છે.

રાત્રે ઊંઘ બરાબર આવતી ન હોય તો પણ ડુંગળીના ફોતરાનો ઉપયોગ કરી શકાય છે. ઉકળતા પાણીમાં ડુંગળીની છાલ ઉમેરી અને 15 મિનિટ સુધી તેને ઢાંકી રાખો. પછી આ પાણી એક ગ્લાસ પી જવું. ઊંઘ સારી આવે છે.

કોલેસ્ટ્રોલ વધતું હોય તેણે રોજ રાત્રે ડુંગળીની છાલને પાણીમાં પલાળી દેવી. સવારે ખાલી પેટ આ પાણી પી જવું. જો આ પાણી એકલું ન ભાવે તો તેમાં મધ અને સાકર ઉમેરી શકાય છે. તેનાથી થોડા જ દિવસોમાં ફરક દેખાવા લાગશે.

ઘરમાં મચ્છર, કીડી, મકોડા કે જીવજંતુનો ઉપદ્રવ વધી ગયો હોય તો પોતા કરવાના પાણીમાં ડુંગળીના ફોતરાને પલાળી તેનો ઉપયોગ કરો. એક તપેલી પાણીને ઉકાળો તેમાં છાલ ઉકાળી તેનો ઉપયોગ કરવો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ઘરમાં કોઈને ઝેરી જંતુ કરડ્યું હોય તો તે જગ્યા પર ડુંગળીના ફોતરાની પેસ્ટ લગાવો અને પછી પાટો બાંધી લો. પગના સ્નાયૂમાં સમસ્યા હોય તો ડુંગળીની છાલને પાણીમાં 15 મિનિટ ઉકાળી અને તે ઉકાળો પી જવો.

વાળ નિસ્તેજ અને ખરાબ થઈ ગયા હોય તો વાળને સુંદર બનાવવા માટે દવા કરવાને બદલે આ ઉપાય કરો. તેના માટે ડુંગળીના ફોતરાના પાણીને કંડીશનરની જેમ ઉપયોગમાં લો, આમ કરવાથી વાળમાં શાઈન આવશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!