દોસ્તો આજકાલ સાંધાના દુખાવાની સમસ્યા થવી એકદમ સામાન્ય બની ગઈ છે. તમે ધ્યાન આપ્યું હોય તો આ સમસ્યા મોટે ભાગે ઘરના વડીલોને જોવા મળતી હોય છે. આજના સમયમાં ખરાબ ખોરાક અને અનિયમિત જીવનશૈલી થઈ જવાને કારણે નાની ઉંમરના લોકોને પણ સાંધાના દુખાવાની સમસ્યાનો સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
આજના ભોજનમાં જીવાત ન પડે તે માટે વિવિધ પ્રકારની દવાઓ નો છંટકાવ કરવામાં આવતો હોય છે. જ્યારે આ દવાઓ આપણા શરીરમાં ઝેર સ્વરૂપે પ્રવેશ કરે છે ત્યારે તેનાથી સાંધાના દુખાવા ની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
ઘણા લોકો તો સંધિવાની સમસ્યાથી પીડાઇ રહેલા હોય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને સાંધાના દુખાવાને ઘરે બેઠા કેવી રીતે દૂર કરી શકાય છે તેના એક કારગર ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જો તમે આ ઉપાય યોગ્ય રીતે કરી લો છો તો તમને તરત જ સાંધાના દુખાવાથી છુટકારો મળે છે અને વારંવાર દવાઓ લેવા માટે પણ જવું પડતું નથી. તો ચાલો આપણે જાણીએ કે સાંધાના દુખાવાને દૂર કરવા નો આ અસરકારક ઉપાય કયો છે.
જો તમને સાંધાના દુખાવાની સમસ્યા વધુ પ્રમાણમાં હેરાન કરી રહી હોય અને દવાઓ લીધા પછી પણ તેનાથી રાહત મળતી ન હોય તો તમારે આ ખાસ વનસ્પતિના પાન નો ઉપયોગ કરવો જોઈએ. જે 40 વર્ષથી 50 વર્ષ જૂના સાંધાના દુખાવાની સમસ્યા પણ દૂર કરી શકે છે.
હકીકતમાં સાંધાના દુખાવાની સમસ્યા એકદમ કષ્ટદાયક હોય છે અને તેનો સામનો કોઈપણ વ્યક્તિ કરી શકતો નથી અને ઉંમર વધવાની સાથે સાંધાના દુખાવાની સમસ્યા વધતી હોય છે. આ સાથે એક સમય પછી તો ચાલવા બેસવામાં પણ તકલીફ પડવા લાગે છે. તેથી તેનું સમયસર નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે.
આ માટે તમારે સૌથી પહેલાં એક અસરકારક વનસ્પતિ ના પાન ની આવશ્યકતા પડશે. તમે આ પાનની ચટણી બનાવીને ઉપયોગ કરી શકો છો. જે તમારા માટે દવાની જેમ કામ કરે છે અને સાંધાના દુખાવાથી છુટકારો અપાવે છે.
હવે તમે કહેશો તે વળી આ વનસ્પતિ કઈ છે જેના પાન આપણા માટે દવાની જેમ કામ કરે છે તો તમને જણાવી દઈએ કે આ વનસ્પતિનું નામ પારિજાત છે.
પારિજાત પ્રાચીન મંદિરો અને બાગ બગીચાઓમાં સૌથી વધારે જોવા મળે છે. જે તમારા સાંધાના દુખાવાની સમસ્યા માટે દવા સમાન કામ કરે છે અને આસાનીથી રાહત અપાવે છે. વળી પારિજાત ના પાન નો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તેના તમને અસરકારક પરિણામ પણ પ્રાપ્ત થઈ શકે છે અને સાંધાનો દુખાવો તો ચોક્કસ મટી જાય છે.
આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા પારિજાતના સાત પાન લેવાં જોઇએ અને સાથે સાથે ઉપર ત્રણ કપ જેટલું પાણી લેવું જોઈએ. ત્યારબાદ આ પાણી ની અંદર આ સાતેય પાનને વાટીને ચટણી બનાવી તેને પાણીમાં નાંખી દેવી જોઇએ. ત્યાર બાદ તમારે આ ચટણીને દોઢ ગ્લાસ પાણીમાં ઉમેરી તેને ઢાંકી દેવી જોઈએ.
ત્યારબાદ તમારે રાતે સૂતી વખતે આ પાણીને ગરમ કરી ત્રીજા ભાગનું પાણી વધે ત્યારે તેને ચૂલા પરથી ઉતારી ઠંડુ થવા માટે મૂકી દેવું જોઈએ. ત્યારબાદ તમારે તેનું સેવન કરવું જોઈએ. જો તમે દિવસમાં બે વખત આ ઉપાય કરશો તો તમારા સાંધાના દુખાવા ચોક્કસ ધોરણે દૂર થઈ જશે અને તમે સો એ સો ટકા સારું અનુભવવા લાગશો.
પારિજાત પ્રાચીન સમયથી દવાની જેમ કામ કરે છે અને ઋષિમુનીઓ અને રામાયણ મહાભારત કાળમાં લોકો તેનો ઉપયોગ કરતા આવ્યા છે. ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી આર્યુવેદમાં પણ પારિજાતે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે અને તેનાથી વિવિધ પ્રકારની આયુર્વેદિક દવાઓ પણ બનાવવામાં આવી રહી છે.