દોસ્તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે જે લોકોને સાંધાના અને ઢીંચણના દુખાવા નો સામનો કરવો પડતો હોય છે તેઓને ચાલવા બેસવામાં ખુબ જ તકલીફ પડે છે અને જ્યારે આ સમસ્યા નાની ઉંમરના લોકોને પકડી પાડે છે ત્યારે તેનાથી છૂટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલીજનક બની જાય છે.
જે લોકોને બેઠાડું જીવન હોય તેવા લોકો માટે સાંધાના દુખાવાની સમસ્યા સૌથી વધારે હેરાન કરતી હોય છે. જ્યારે તમે આ સમસ્યાનો ઉપાય શોધવા માટે ડોક્ટર પાસે જાઓ છો ત્યારે તેઓ તમને ઓપરેશન કરાવવાની સલાહ આપવા આપતા હોય છે.
જેના માટે તમારે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે પરંતુ શું તમે જાણો છો કે આપણા આયુર્વેદમાં એવા ઘણા ઉપાયો વિશે વાત કરવામાં આવી છે જેનો ઉપયોગ કરીને તમે આસાનીથી સાંધાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
વળી આ આયુર્વેદિક ઉપાય કરવા માટે તમારે વધારે પ્રમાણમાં ખર્ચ પણ કરવો પડતો નથી. આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને સાંધાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવાના કારગર ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જો તમને દુખાવાની સમસ્યા થઈ રહી હોય તો તમારા માટે મેથીના દાણા દવાની જેમ કામ કરે છે. આ માટે તમારે સૌથી પહેલા અડધી ચમચી મેથીનો પાઉડર લઈ જમ્યા પછી સવારે અને સાંજે ગરમ કરી પી લેવો જોઈએ. આ ઉપાય કરવાથી તમને સાંધાના દુખાવાની સમસ્યાથી તરત જ આરામ મળી શકે છે.
સામાન્ય રીતે હળદર વાળા દૂધ નો ઉપયોગ ઘણી પ્રકારની બીમારીઓ દૂર કરવા માટે કરવામાં આવતો હોય છે અને આ જ ક્રમમાં તમે તેનો ઉપયોગ કરી દે સાંધાના અને ઢીંચણ ના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
આ માટે તમારે સૌથી પહેલાં એક ગ્લાસ દૂધ ને ગરમ કરી લેવું જોઇએ અને તેમાં અડધી ચમચી હળદર ઉમેરવી જોઈએ. ત્યારબાદ રાતે સૂતી વખતે તેનું સેવન કરવું જોઇએ. આ ઉપાય કરવાથી તમને બહુ જલ્દી આરામ મળી શકે છે.
તમે આદુનો ઉપયોગ કરીને પણ ઢીંચણના દુખાવાથી આરામ મેળવી શકો છો. જો તમે શિયાળાની ઋતુમાં આ ઉપાય કરો છો તો તમને વધારે સારા અને અસરકારક પરિણામ મળી શકે છે.
તમે આદુની ચા બનાવીને અથવા તેને શાકભાજી તથા ચટણીમાં ઉમેરીને ખાઈ શકો છો. જેનાથી તમે ઢીંચણના દુખાવાથી આરામ મળી શકે છે. આ સાથે જો તમને શરદી ઉધરસ થઈ હોય તો તેનાથી પણ છુટકારો મળે છે.
ઢીંચણ ના દુખાવા ની સમસ્યા દૂર કરવા માટે કુંવરપાઠું પણ દવાની જેમ કામ કરે છે. આ માટે તમારે સૌથી પહેલા કુવારપાઠાનો ગર્ભ કાઢીને તેમાં હળદરનો પાવડર ઉમેરી દેવો જોઈએ અને તેને ગરમ કરી અસરગ્રસ્ત જગ્યાએ બાંધી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી સોજો કાયમી ધોરણે દૂર થઈ જાય છે અને દુખાવાથી આરામ મળે છે.
તમે સાંધા અને ઘૂંટણના દુખાવા છુટકારો મેળવવા માટે તુલસીના રસ નો પણ ઉપયોગ કરી શકો છો. જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે. આ માટે તમારે સૌથી પહેલા એક ચમચી તુલસીના પાનનો રસ કાઢી લેવો જોઈએ અને તેને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં ઉમેરી તેનું સેવન કરવું જોઈએ. જો તમે દરરોજ આ ઉપાય કરો છો તો તમને સારા પરિણામ મળે છે અને દુખાવાથી આરામ મળી શકે છે.
તમે મધની સાથે સાથે ત્રિફળાનું સેવન કરી શકો છો. જે દુખાવાથી રાહત આપે છે. આ માટે તમારે સૌથી પહેલા અડધી ચમચી ત્રિફળા પાઉડરમાં 1 ચમચી મધ ઉમેરી દેવું જોઈએ અને તેનું સેવન કરી લેવું જોઈએ. જો તમે એક અઠવાડિયા સુધી સતત આ ઉપાય કરશો તો તમને રાહત મળી જશે અને સાંધાનો દુખાવો કાયમી ધોરણે દૂર થઈ જશે.