આ વેલના ઉપયોગથી હરસ-મસા અને સાંધાના દુખાવા થઈ જશે ગાયબ

દોસ્તો આજે તમને કુકડવેલના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીએ. કુકડવેલને પિત્તકલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના ફળ દેખાવમાં ફણસ જેવું હોય છે અને તેની ઉપર કાંટા હોય છે.

કુકડવેલ બજારમાં સરળતાથી મળી જાય છે અને તેનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે. આજે તમને કુકડવેલથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીએ.

1. કમળો થયો હોય, શરીરનું કોઈ અંગ પીળુ થઈ ગયું હોય કે પેશાબ પીળો ઉતરતો હોય ત્યારે આ વેલ લાભ કરે છે. કમળામાં કુકડવેલના ફળનું ચૂર્ણ સુંઘવાથી લાભ થાય છે. ઉલટી થતી હોય તો કુકડવેલનું સેવન કરવાથી લાભ થાય છે.

2. ઝેરી જીવ કરડ્યું હોય કે પેટમાં ઝેરી વસ્તુ ગઈ હોય તો કુકડવેલ દર્દીને ખવડાવવાથી ઉલટી થાય છે અને ઝેર બહાર નીકળી જાય છે. ઝેરની અસરને દુર કરવા માટે પાણીમાં કુકડવેલના ફુલ ઉકાળી લેવા અને તેને બરાબર મસળી પાણી ગાળી લેવું. ત્યારપછી દર્દીને થોડી થોડીવારે આ પાણી પીવડાવવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. ઉંદર કરડ્યો હોય તો એક લીટર પાણીમાં તેના 5 ફળ ઉમેરી પાણી ઉકાળી લેવું. આ પાણીથી ઉંદર કરડ્યો હોય તે જગ્યાને સાફ કરવી. ઉંદર કરડે એટલે શરીરમાં ગાંઠ થવા લાગે છે અને તાવ ચઢે છે. આ પાણીથી શરીર સાફ કરવાથી તાવ ઉતરે છે.

4. 2 ગ્રામ કુકડવેલના ફુલનું ચૂર્ણ લઈ એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે તેને પીવાથી ઉંદરનું ઝેર ઉતરે છે અને શરીરની ગાંઠ ઓગળવા લાગે છે.

5. પાંડુરોગ થયો હોય ત્યારે કુકડવેલનું ચૂર્ણ રાત્રે પાણીમાં પલાળી સવારે તે પાણી પીવાથી પાંડુરોગ એક જ મહિનામાં મટે છે.

6. શરીરના સોજા ઉતારવા માટે કુકડવેલના ફુલનો ઉકાળો બનાવી લેવો. આ ઉકાળાથી સોજો આવ્યો હોય તે ભાગ ધોવાથી સોજો તાત્કાલિક ઉતરે છે.

7. હરસના કારણે થતી પીડાને દુર કરવા માટે કુકડવેલના ફળને બારીક વાટી લેવા અને હરસ પર તેનો લેપ કરવો. તેનાથી પીડા દુર થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓક્લિક કરો
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

8. શરીર પર થયેલી ગાંઠને મટાડવા માટે ગંડમાળામાં કુકડવેલના ફળ અને અરીઠાને ઉમેરી પેસ્ટ કરી લેવી. આ પેસ્ટને ગાંઠ પર લગાવવાથી ગાંઠ મટે છે.

9. માથામાં થતો દુખાવો દુર કરવા માટે કુકડવેલના ફળનું ચૂર્ણ સુંધવાથી માથું ઉતરે છે.

10. વ્યક્તિ બેભાન થઈ જતી હોય તો તેને પણ આ ચૂર્ણ સુંધાડવાથી બેશુદ્ધિ ઓછી થાય છે. કુકડવેલ તીવ્ર ઔષધ છે તેથી તેનો ઉપયોગ સાચવીને કરવો જોઈએ.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!